________________
પૂજ્ય ગુરુદેવ કવિવર પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશિષ્ટ વધૂ કર્તવ્ય સર્વ સાસરિયાના સાથમાં, વહાલી પાથરજે પ્રેમ, દુખિયા જીવને દેખી કરી, હૃદયે રાખજે રહેમ. પતિવ્રતા ધર્મ પાળજે, રાખી તન – મનની ટેક, આપણુ કુળને અજવાળ, રાખી વિનયવિવેક.
વિધવા કર્તવ્ય શણગારે શિયળતણ સજવા, દુર્ગુણે માત્ર દૂરે તજવા;
ભગવાન પવિત્રચિત્તે ભજવા” .
માતા-પિતાની ફરજ “વિવાવયે બળહીન બાળને, પ્રેમ ધરી પરણાવે છે મુરખ માતાપિતા નિજ સુતને, અભ્યદય અટકાવે છે.”
પુરુષે તણા અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.”
એમાં પુરુષને તે તેમણે પારાવાર કહી દીધું છે સાથે સાથે ધર્મરખેવાળી એવી નારીને પણ ઉપર પ્રમાણે શીખ આપી દીધી. અને છેવટે કન્યાવિક્રય ઉપર પ્રહાર કરે છે મતલબ કે કન્યા વેચવાની ચીજ નથી. જ્યાં નારી પૂજાય છે, ત્યાં જ દિવ્યતા વાસ કરે છે.
કન્યાવિક્રય ત્યાગ “કન્યાવિક્રય કરુણા ધરી અટકાવશે,
કરશે કન્યા ઉપર આ ઉપકાર જે; કન્યાની આંતરડી આશિષ આપશે,
સંતશિષ્ય” સફલિત કરશે અવતાર જે.”
હવે વિદ્યાર્થી વિદ્યાર્થીનીએ ભણી વળીને તેમને કહે છે
વિધાથી કર્તવ્ય “અનીતિ ન અંતરમાં ધરીએ, કલંકિત વિદ્યા નવ કરીએ, સદા જેની સોબતમાં વસીએ, કસોટીથી પહેલાં તેને કસીએ. ક્ષણે - ક્ષણે બોલીને નવ ફરીએ, ફજેત થઈ પાછળ નવ ફસીએ;
મધુરી વાતલડી મારી ....”
સાચી કેળવણી “કેળવણી વિના બધું કાચું, સુણે સખી શાસે કહ્યું સાચું; કથીરને કુંદન કરનારી, ધર્મના સ્થળમાં ધરનારી;
પાપી પરતંત્રતા હરનારી કેળવણી વિના.”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org