________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કવિશ્રીને નીતિ જરૂર ગમે છે, પણ જે નીતિની સાથે માનવધર્મને મેળ નથી, તે નીતિનું તેઓને મને કહ્યું મૂલ્ય નથી. તેઓ પોતે મહાન સંત હોવા છતાં પોતાની જાતને કાં તે “ભિક્ષ’- (અમરતાના ભિખારી) લેખે છે અથવા “સંતના નમ્ર શિષ્ય” લેખે છે અને માનવદેહને સફેળ કરવા સંતસેવાને ઘેરી માર્ગ ચી દે છે, તે સાથે જ સંતસેવામાં જતાં પહેલાં “નમ્રાતિનમ્ર' બનવાનું કહે છે:
એક આશ્રય અમને તમારો રે, ભવસાગર પાર ઉતારો રે; મટે જેમ માયાને મુંઝારો રે,
ન વિસરે રે... અમ આતમ અધિકારી .... એક અરજી રે, સદ્દગુરુ આપ સ્વીકારી
જે ધ્યાન વિષે ગુરુ ધારી.”
આ કાંઈ માત્ર પિોપટિયા ઉચ્ચા૨ નોરતે. જાતે વીતરાગતાપ્રિય ગુરુના ચરણરજ શિષ્ય બની ગયા હતા, અને પછી આ અનુભવ કહો છે. એમને મન સૌથી પહેલી વાત સાચો માનવ બનતાં પહેલાં ચેન્બા મનની હતી. ભલેને પછી એ અર્થકારણ, રાજકારણ કે સમાજકારણમાં પડે કે પડ હોય, પણ મનને સ્વચછ હૈ જોઈએ. તેથી જ તેઓ વદે છે
“એવા મનના મેલા જે માનવી રે,
કાળજામાં ભય જેને કૂડ; વચન આપી બીજાને વિશ્વાસનાં રે,
કાપી ધડથી તેનું કરે ધૂળ.”
તેવા લોકો માનવભવ પામ્યા તેય શું? પૃથ્વી પર ખાલી ભારરૂપ છે. માટે જ કહે છે –
ગરીબને ફસાવીને, દુઃખ માંહે દબાવીને, અવનિ પર એહ આવીને, ખલકમાં કઈ નહિ ખાયા.”
આ કારણે તેઓ નીતિપ્રધાન ધર્મ કરતાં માનવતાપ્રધાન તરફ ખાસ જગતનું ધ્યાન દોરે છે. કવિવર્ય નાનચન્દ્રજી મહારાજની ભારતને મળેલી આ પ્રસાદી જેમ – જેમ આપણે ઊંડું વિચારીએ છીએ, તેમ – તેમ અજોડ લાગે છે. તેઓ કહે છે - “માનવતામાં નીતિ તો છે જ, પણ તે સદુધર્મલક્ષી નીતિ છે. સધર્મવિહીન નીતિમાં ચાહે તેવી સેવા હોય, પરંતુ તે સેવા ઘણીવાર કુસેવા બને છે. ભારતની આ જ ખૂબી છે. તેથી જ ઈતર દેશમાં નીતિ, લગભગ રાજનીતિ અને કાવાદાવાવાળી નીતિ બની ગઈ છે. તેણે પોતાના સાંપ્રદાયિક ધર્મમાં વટલાવવા માટે સેવાને આશ્રય લીધા છે. એમને સમાજ પણ કાં તો રંગપરસ્ત રહ્યો છે અને બહુ બહુ શપરસ્ત રહ્યો છે. તેથી જ એક માનવ બીજા માનવને ચૂસે છે; એકરંગી માનવસમાજ બીજા રંગવાળા માનવ સમાજને ધિક્કારે છે અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોને દબડાવે છે. જે આર્યો, ભેગવાદી દેશને છાંદે ચઢી કાં તે મૂડીવાદી ચુંગાલમાં પરોવાયા અથવા સાધનશધિને તિલાંજલી આપી પરદેશી રવાડે ચઢયા તેમને સૌથી પ્રથમ ઠપકો આપી ચેતવ્યા છે –
આર્યધમીઓની અહી શી દશા થઈ?
પૂર્વની જાહોજલાલી કયાં ઊડી ગઈ?
x
૨૦૦
જીવનઝાંખી
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org