________________
26
કવિવટ
૫. નાનજી મહારાજ જશતાબિe
જે સ્થૂલિભદ્ર સંસારમાં કેશા–વસ્થામાં આસકત થયેલ, તે જ સાધુસંસ્થામાં દીક્ષા લઇને ભળ્યા બાદ શુદ્ધ વાયુમંડળ, ગુરુદયા અને નિજ પુરુષાર્થથી એટલા બધા ઊંચે ચઢી ગયા કે એ જ વેશ્યાને ઉચ માર્ગ પર મૂકી દીધી. માટે જ સાધુસંસ્થાની અનિવાર્ય જરૂર છે. હા, ચકાસણી વધુમાં વધુ થવી જોઈએ. તેથી જ તેઓ મીઠી શિખામણ આપે છે –
“મેહ દુશ્મનને મારજો રે, શત્રુ (આંતરિક શત્રુઓ)નો કરજો સંહાર રે, “સંતશિષ્ય' વિજયી થજે રે, કરવા નિજ-પરનો ઉદ્ધાર રે!
સંયમી શૂરા દીક્ષિતપંથ દીપાવજો રે!”
એમને મન સ્વ-પર શ્રેયની પરાકાષ્ઠા માટે ધર્મ સ્તંભ સાધુનું ગુરુપદ અનિવાર્ય હોઈ સાધુસંસ્થા રહેવી જોઈએ અને ખૂબ સ્વસ્થ, સતર્ક, જાગૃત, શુદ્ધ, અને મજબૂત રહેવી જોઈએ. આટલું જોયા પછી હવે ઉપરના ચિત્રમાં જણાવેલ ધર્મની, (૧) નીતિપ્રધાન, (૨) માનવતાપ્રધાન અને (૩) સર્વાગી જ્ઞાનમૂલક, એવી ત્રણેય ભૂમિકામાં જોઈ લઈએ. કારણ કે વિતરાગદેવનું શરણ હોઈ સદ્દગુરુ પણ સુગ્ય હોય અને છતાંય ધમ માર્ગે સ્વ-પુરુષાર્થ તે જોઈએ જ.
નીતિપ્રધાન ધર્મ સૌથી પ્રથમ કવિરાજ માનવને સંબોધીને કહે છેઃ
મળ્યાં છે સાધને મોંઘાં, મહાપુણ્ય તણું મેંગે, છતાં સત્કાર્ય નથી કરતાં, કહો ક્યારે પછી કરશે?”
“મળ્યાં છે સાધનો મોંઘાં, ખચિત આ સમય ના ખેશે, બનીને સંતના શિષ્ય, અમીની આંખથી જશે.”
x x x “સાધન શુભ મળિયાં, હવે વાર શું કરવી? સદગુરુની વાણી, હૃદયકમળમાં ધરવી.”
આવેલા અવસરને જે નવ ઓળખે, એના જેવું અઘટિત કામ ન એક જે. સાંભળ સજની,
“જમાને જાગવાને છે, ક્રિયામાં લાગવાને છે,
તિમિરને ત્યાગવાને છે, કહોને જાગશે કયારે?” - કોઈ કહેશે કે અમે જાણીએ છીએ, અને ધંધા - નોકરીમાંથી ઊંચા જ આવતા નથી; પછી બીજે કયાં જાગવું? એવાઓને જવાબ આપતાં તેઓ કહે છે –
“જાગ્યા ન ઘટ અંતર વિષે તે) નિશિ જાગવાથી શું વળ્યું?
ત્યાગ્યા ન દુર્ગુણ દિલતણા, ઘર ત્યાગવાથી શું વળ્યું?” દેખ્યા ને નિજ દિલદાર ઘટમાં, અવર દેખે છે વન્યું? જે “સંતશિષ્ય' ન સંત સેવ્યા (તે) મનુષ્યભવમાં શું મળ્યું?”
X
X
ગુરુદેવની કાવ્યપ્રસાદી Jain Education International
For Private & Personal Use Only
૧૯૯ www.jainelibrary.org