________________
‘પૂસ્ત્ર ગુરુદેવ કવિવઢપં. નાનચન્દ્રજી મૈહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પૂજ્ય ગુરુદેવની પ્રાથમિક રચના
ૐ દેવચંદ્રાચાર્ય ગુરવે નમઃ શાર્દૂલવિકાઠિતમ્ –
વંદુ વાર નમાવિ શિર તમને સન્માનું હું સર્વદા, સત્કારું સદ્દબુદ્ધિએ શુભગુરુ આચાર સુંદર સદા; કલ્યાણી કરુણાધણ ગુણમણી, માંગલ્યકારી મુનિ,
જીને સુખદાય માય સરખા, ગંભીરતાદિ ગુણી. માલિની –
સ્વ-પર સમયવેત્તા તત્ત્વથી તારનારા, સકળ ગુણ સમેતા મોહને મારનારા; નિજગુણ પદ નેતા, ઠામમાં ઠારનાર,
જીવન સફળ જેતા, ધૈર્યને ધારનારા. શિખરિણી –
સદાનંદી સાચા અખૂટ ના અમૃત ઝરા, કૃપાસિંધુ મારા કથીર સમને કુંદન કરા; સુબોધી સભાગી સરળ શુભજ્ઞાની સુખકરા,
ગીરાએ ગંભીરા, સમય રસથી સુંદર કરા. - વિશેષે વૈરાગી વિબુધવર હે આતંકહરા, વિનોદી વિજ્ઞાની વિકટ પંથવેત્તા વસિકરા; વિવેકી છો વહાલા, વિવિધ રચનામાં વરતરા વિલાસી વિદ્યાના, ગુરુ સુરશશિશુ ગુણકરા.
દેહરા
ભ. મહાવીરની સ્તુતિઃ સત્ય ચિદાનંદી પ્રભુ, આનંદઘન અવિકાર, અકલ અચલરૂપ આપનું, મુજ આતમ આધાર - ૧ સુખદાયક નાયક નક્કી, ભયહર તું ભગવાન, દિનકર સમ દિનકર પ્રભુ, શીતલ સમ સમાન મારક મેહમમત તણું, જ્ઞાન સર્વના સાર, તીર્થકર ત્રિભુવન ધણી, ભવદુઃખ ભંજન હાર ... ૩ દયાતણ દરિયા પ્રભુ, ક્ષમાતણ ખરી ખાણ, સત્ય સ્વરૂપે શોધતા, જગત સર્વના જાણ .... સિદ્ધારથ કુળના શશિ, ત્રિશલાદેવી નંદ, સર્વસુસંત શિરોમણિ, કૃપાતણું પ્રભુ કંઇ .. ૫ ચિત્તહર તું ચિંતામણિ, વિષહર વર તું વીર; મનહારક મેહનમણું, સંકટમાંહિ સુધીર ૬
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૩. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only