________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉપદેશી ગીત (ઢબ – આજે દાદાજીના દેશમાં કાલે જાવું પરદેશ ) - આજે બેની આનંદમાં, કાલે જાણે કિરતાર જે;
અજબ ગતિ અવનિ વિષે, સમજાયે નવ સાર છે ... આજે. ૧ - દુનિયામાં દિન બે તણું, મનમાં સમજી મિજમાન છે
મનુષ્યભવની મુસાફરી, સર્વે પક્ષી સમાન છેઆજે ૨ - ઊગી ઊગીને આથમી ગયા, કમળ ખીલ્યાં કરમાય જે;
ચડિયા તે પડિયા ઘણા, જમ્યા તે તો મરી જાય છે .... આજે. ૩ - કઈ ચાલ્યા ને કઈ ચાલશે, કઈ ચાલગુહાર જે;
સમજ્યા તે સખીઓ થયા, ખાશે મુરખ માર .... આજે ૪ – માતા - પિતા - પતિ- પુત્રને, સગા સ્નેહીનો સાથ ;
અંતસમે અળગા થશે, એ તો સઘળા અનાથ ... આજે૫ - મોટા મંદિર ને માળિયાં, ધન - માલને ધામ જે;
જાવું તજી દઈ જીવને, તેલ ખૂટયે તમામ જે આજે ૬ - ભક્તિ કરીએ સાચા ભાવથી, ભજીએ નિત્ય ભગવાન જે;
પરમાથે પ્રેમ રાખીએ, તજીએ અંતર અભિમાન જો ... આજે ૭ - સગુણને સસ્તા શોધીએ, સરળ થઈને સદાય ;
સંતશિષ્ય પ્રભુ નામથી, પાપ તાપ પલાય છે . આજે ૮
.
સાસરે જતી કન્યાને માતુશ્રીની ભલામણ
(રાગ - આજે દાદાજીના દેશમાં) આજે છે આપણા દેશમાં, કાલે જાવું પરદેશ જે; સંપ કરી રહેજે સર્વાથી, કદીએ કરીશ ન કલેશ જે .. આજે. ૧ - વખત પ્રમાણે વરતીએ, વદતાં કરીએ વિચાર જે; ફી
ઈષને રાખીશ ન અંગમાં, અંતર થાજે ઉદાર છે .. આજે ૨ - સર્વ સાસરિયાના સાથમાં, વહાલી પાથરજે પ્રેમ જે;
દુઃખી આ જીને દેખી કરી, હૃદયે રાખજે રહેમ જે .. આજે. ૩ - વિનયના વશીકરણે કરી, મેળવજે ત્યાં બહુમાન જે,
વિદ્યા ભણી તેમ વરતજે, સહુને દેજે સન્માન જે .. આજે ૪ - પતિવ્રતા ધર્મ પાળજે, રાખી તન – મનની ટેક જે,
આપણા કુળને અજવાળજે, રાખી વિનય વિવેક જે .. આજે૫ – આળસ અંગમાં ન રાખીએ, તજીએ ચેવટનો ચાલ જે
ફરજમાં ફેર ના પાડીએ, મનને કરીએ વિશાળ છે. આજે ૬ - સેવા ધરમને તું સેવજે, કાયર થઈશ ન કયાંય ;
સંતના શિષ્ય'ની શીખને, સમરણ કરજે સદાય જે . આજે ૭
૧૮૨ Jain Education International
? જીવનઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org