SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ માયામાં મુંઝાયો રે (ભજન - ધીરાના પદની ઢબ). માયામાં મુંઝાય રે .... કામે નવ બેઠો કરી; અંતરને ઉઘાડી રે .. બેજ કરી જેજે ખરી . માયામાં ..ટેક જન્મ ધર્યો જે કારણે, વેઠી દુઃખ અપાર; વિસરી ગયા તે વાતને, ગંડુ થયો ગમાર. ફેંદામાં ફસાણ રે . . ફેગટને રો તું ફરી . માયામાં – ૧ લાભ કમાવા આવિયે, ખોટે થયે ખુવાર દેવામાં ડુલી ગયો, લાલચથી લાચાર, ધુમાડે ધુંધવાયે રે ... મતિ તારી ગઈ છે મરી ... માયામાં – ૨ ઘરનાને પરના ગણી, ઘરને વા ઘાણ; નિજ-પરના એ ભેદથી, કેવળ રહ્યો અજાણ દુશમનને દિલ આપ્યું રે.... અંતરના ન ઓળખ્યા અરિ ... માયામાં – ૩ કરવાનું કીધું નહિ, કીધુ અવર અનેક, જોવાનું જોયું નહિ, વીસર્યો આત્મવિવેક. ઘેબીને ઝેર પીધું રે ... ભ્રષ્ટતા આ કયાંથી ભરી?... માયામાં – ૪ નિદ્રા તજ તું નયનથી, કર સદ્દગુરુનો સંગ; સંતશિષ્ય” સુણ સ્વરૂપને, હૃદય ભરીને રંગ. સમજાવીને સદ્દગુરુજી રે ... હેતે પાપ લેશે હરી. માયામાં – ૫ સ્વભાવ દોષ (રાગ-હુમરી. ઢબ-બિગરી કૌન સુધારે) મૂળ પ્રકૃતિ મટાડવાના, ચતુર તજી દે ચાળા રે; ચિંતામણી ન બને ચકમકનાં, સુઘડ ભલે સુંવાળા રે..મૂળ૦ ૧ - સરલ થાય નહિ સ્વભાવના શઠ, માનીને મછરાળી રે, અમર ફળેને એ અડકે નહિ, લબાડ ચાવે લાળા રે.... મળ૦ ૨ - ખર મટીને હય કદી નવ થાયે, રમણિક ભલે રૂપાળા રે; શ્યામપણું તજી વેત બને નહીં, કદી કેલસા કાળા રે... મૂળ૦ - પકકા પથ્થર મહા મેઘથી, પલળે નહિ પલાળ્યા રે; સુકાં વૃક્ષે સર્વ પ્રકારે, વળે ન કદીયે વળ્યા રે.... મૂળ૦ ૪ - પ્રયાસથી પણ નથી પલટતા, ઢળ્યા જેહના ઢાળા રે; દુર્જન સજજનતા નહિ પામે, મેટી ફેરવ્યું માળા રે.... મૂળ૦ ૫ - ભલે ભણાવે ભાવ ધરીને, ભદ્ર ન કરે ભમરાળી રે; સંતશિષ્ય સ્વભાવ સરળ વિણ, તૂટે નહિ ઘટ તાળાં રે... મૂળ૦ ૬ Jain Elan International For Private & Personal Use Only જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy