________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશ્વ બધું વશ થાય
(રાગ - ધનાશ્રીની ગઝલ). વિશ્વ બધું વશ થાય વિનયથી વિશ્વ બધું વશ થાય.... ટેક. વૈરી સઘળા વહાલ ધરાવે (૨) ગુણકર થઈ ગુણ ગાય - વિનય મેહિની મંત્ર અવર નહિ એથી (૨) આ દુનિયાની માંય ... વિનય ધર્મતણું આ મૂળ મનોહર (૨) જ્ઞાનનું બીજ ગણાય ... વિનય એ જ રસાયણે અંતર કેરા (૨) સઘળા દોષ સમાય .... વિનય સંતશિષ્ય” સુખ સઘળાં એમાં (૨) સ્વરૂપ કદી સમજાય .... વિનય
ભલા થઈને ભલું કરજે
સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા;
વખત આવ્યે જરૂર વહાલા, ભલા થઈને ભલું કરજો....૧ અમીને નયનમાં નાખી, હૃદયમાં રહેમને રાખી;
કહેલા કુવચન સાંખી, ભલા થઈને ભલું કરજો .... ૨ ભલા છે ભલા રહેજે, બૂરું થાવા નહિ દેજો;
તમારા દુશ્મનનું પણ, ભલા થઈને ભલું કરજો ... ૩ કંઈક કુકર્મ યેગેથી, રિબાતા હાય રેગેથી;
તમારે આશરે માગે, ભલા થઈને ભલું કરજે ..... ૪ ખીયાં પુષ્પો ખરી જાયે, જનમ તેનું મરણ થાય;
ઉદયને અસ્ત એ ન્યાયે, ભલા થઈને ભલું કરજો. ૫ કહું છું વાતને વહેલી, કરી લે પાળને પહેલી
કહ્યું આ “સંતના શિષ્ય', ભલા થઈને ભલું કરજો. ૬
પુરુષાના અવિચાર અને સતીઓનાં સંકટ
(હરિગીત)
૧ – સતી મલયાસુંદરી ન વિચારિયું કંઈ મૂખ સસરે, સુંદરીનું શું થશે? આ ગર્ભવતી હદ બહાર કરતાં, કયી સ્થિતિમાં કયાં જશે? સતી સુંદરી મલયા તણું, માથે ન રહી દુ:ખની મણું, પુરુતણ અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૨ - સતી દમયંતી જે પૂરણ સ્નેહનું પાત્ર નળનાં નયન દમયંતી હતી, નળ રાજ્ય હારી વન જતાં, એ સ્વામી સાથ રહી સતી; નિકુર નળને નારી તજતાં, ઘોર વન ના'વી ધૃણુ, ત્યાં પુરુષના અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
૧૭૯ www.jainelibrary.org
For Private & Personal Use Only