________________
પૂજ્ય ગુરુદેવ કવિવયપં.નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ભ્રષ્ટની સખત ભ્રષ્ટ કરે છે, નરકે નીચ નખાવે છે, સજન સુગુણ સંતની સંગત, અમૃત સ્વાદ ચખાવે છે; નીચ નિગુણી નીચ બનાવે, પ્રેમી પ્રેમ પ્રગટાવે છે, કૃતિ હોય જેનામાં જેવી, અનુભવ એહ અપાવે છે ... જેની ૨ આનંદી આનંદ જમાવે, સળગેલા સળગાવે છે, જ્ઞાની જ્ઞાનજળે નવરાવે, અજ્ઞાની અથડાવે છે; જે માલ ભર્યો નિજ મનમાં મુખથી તેહ બતાવે છે, હર્ષ - ખેદ શા માટે કરીએ, “સંતશિષ્ય” સમજાવે છે. જેની ૩
જે પ્રીતિ પલટે પળપળમાં
( રાગ - લાવણી) જે પ્રીતિ પલટે પળપળમાં, તે પ્રેમે પકડાવું શું?
જે જન માયાજાળ બિછાવે, તે જાળે જકડાવું શું?... ૧ જે ભોજનથી ભૂખ ટળે નહિ, તે ભજનને ખાવું શું? - જે ગાયનથી હદય ગળે નહિ, તે ગાયનને ગાવું શું? ... ૨ જેહ પદારથ પ્રાણ હરી લે, તે માંહે લલચાવું શું?
જેની સંગત સુખ મટાડે, તે અંગે સંકડાવું શું? .... ૩ જ્યાં ના'વાથી મેલ ટળે નહિ, તેહ નવાણે નાવું શું?
સંતશિષ્ય' કહે સાર વગરનાં, સાદામાં સપડાવું શું ? .... ૪
થવાનું એહ જ થાય છે
(રાગ - ભૈરવી અથવા બિહાગ) થવાનું એક જ થાય છે, ન થવાનું તેહ થતું નથી; બનવાનું એ જ બની રહે, બીજું કદી બનતું નથી ... ૧ ચિંતા કરો શા કાજ કેઈનું ફેરવ્યું ફરતું નથી; નિર્માણ જેનું જે થયું, કેઈ અન્યથા કરતું નથી ... ૨ માલિકની મરજી વિના, કદી મેળવ્યે મળતું નથી; મરજી થયે માલિકની, ટાન્યા થકી ટળતું નથી .. ૩ રખવાળ છે જ્યાં રામ, ત્યાં માર્યા છતાં મરતું નથી, ફરી નજર નાથની તે પછી, સહાયક છતાં સરતું નથી .... ૪ પ્રારબ્ધના પાસા વિના, રતિ માત્ર કઈ રળતું નથી; સાધન સહસ્ત્ર મળે કદી, દુર્ભાગ્ય કે ઈ દળતું નથી . ૫ સદભાગ્યમાં સુખ આપણું, બાળે છતાં બળતું નથી; કદી વૈરી વિશ્વ બધું બને, વૈરીથી કશું વળતું નથી . ૬ વલખાં ન મારો વ્યર્થ, સાચા માર્ગે વહાલા સંચરે; કહે “સંતશિષ્ય” તછ બૂરાઈ, કાર્ય શ્રેષ્ઠ કર્યા કરે . ૭
સંતશિષ્યની કાવ્યસરિતા
Jain Education International
For Private & Personal Use Only
૧૭૫. www.jainelibrary.org