________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
લુંટાવી લક્ષ્મીને હાથે, સુબુદ્ધિ ના રહી સાથે;
ગુમાવી સંતાઓને, કહે કયારે વખત લેશે? . ૫ કર્યા અણસમજથી કેરે, વધાર્યા વેર ને ઝેર;
ખરી ખતે ખમાવાને, કહો કયારે વખત લેશે?... ૬ કર્યાના વાયદા કીધા, ના કાર્યો તે હજી કીધાં;
થવાને “સંતના શિળે” કહે કયારે વખત લેશે?...૭
તમે શું તે વિચાર્યું છે?
(ગઝલ). ઘણ યુગ શાન્તિની આશે, અશાતિમાં વિતાડયા છે;
તથાપિ શાન્તિ ને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૧ અમૂલાં સબળ ને ઊંચા, તમોને સાધનો ક્યાંથી?
મળ્યાં કેવા કઠણ કટે, તમે શું તે વિચાર્યું છે? ... ૨ કયા ઉદ્દેશથી નરનો જનમ ધારણ તમે કીધે?
અને આ શા થકી પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૩ દલન દિલદેષને કરવા, ક્રિયાઓ કઠણ પણ કીધી;
ઘટયા કે વૃદ્ધિને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?...૪ ન સાથે કાંઈ આવે તે, ધમાધમ આ બધી શાની?
બરાબર શાંત ચિત્તેથી, તમે શું તે વિચાર્યું છે?. ૫ ઉદર ભરવા નિમિત્તે શું સદા કાળાં કરમ કરવા?
પછી ફળ એહનાં કેવાં, તમે શું તે વિચાર્યું છે? બીજાઓનું બગાડીને, ભલું પિતાતણું કરવું
વિષમ આ વાત છે કે, તમે શું તે વિચાર્યું છે?...૭ અશાંતિ અન્યને આપે, તમારી શાંતિના અર્થે
ગજબની આ બિના કેવી, તમે શું તે વિચાર્યું છે?... ૮ ૧૨ પુરસદ ખરી લઈને, પ્રભુના સન્મુખે થઈને; A કહ્યું આ “સંતના શિલ્થ” તમે શું તે વિચાર્યું છે?. ૯
કહોને જાગશે ક્યારે ?
(ગઝલ) જગતનાં પ્રાણીઓ જાગ્યાં, બધાં નિજ કાર્યમાં લાગ્યાં;
વાગવા જેટલા વાગ્યા, કહોને જાગશે કયારે? .... ૧ જમાને જાગવાને છે, ક્રિયામાં લાગવાનો છે;
તિમિરને ત્યાગવાનો છે, કહેને જાગશે કયારે? ... ૨
૧૭૨ Jain Education International
For Private & Personal Use Only
જીવનઝાંખી www.jainelibrary.org