SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવઢ" પં. નાનસન્ટેજી મહારાજ જનમશતાબ્દિ સ્મૃતિગ્રંથ જીવન તેનું સફળ જાણે (રાગ – ગઝલ) ગરીબની ખબર લેવા, દિલાસો એહને દેવા; બજાવી રંકની સેવા જીવન તેનું સફળ જાણે ... ૧ બીજાનાં દુઃખને દેખી, પીડાતા પ્રાણને પેખી; લિયે દુઃખ લક્ષમાં લેખી, જીવન તેનું સફળ જાણે ... ૨ સદા નિજ સ્વાર્થને છોડી, જીવન પરમાર્થમાં જેડી; દયા સારું રહ્યા દેડી, જીવન તેનું સફળ જાણે... ૩ સિદાતા પ્રાણીઓ સારું, કરે નિજ કાર્ય ન્યારું ખલક સુખને ગણે ખારું, જીવન તેણું સફળ જાણે .. ૪ દુઃખી સ્વરને સુણી કને, મધુર થઈ તે વચન માને; અરજ દુખની ધરે ધ્યાને, જીવન તેનું સફળ જાણે... પ પડયા જે પાપને પાશે, ફસાયા દુઃખને ફસે કરે શાંતિ વગર આશે, જીવન તેનું સફળ જાણે.. ૬ ન રહેવા જુલમ જોઈ, અનર્થે જે કરે કેઈ; સરસ ત્યાં જઈ કરે છે, જીવન તેનું સફળ જાણે છે. ૭ ખરી કરુણા વિના કેનું, ચિરાયે ચિત્તડું શેનું? જીવન છે પ્રેમમય જેનું, જીવન તેનું સફળ જાણે છે. ૮ સ્વમીમાં મળી સાથે લઈને જોખમે માથે; હરે દુઃખ મિત્ર થઈ હાથે, જીવન તેનું સફળ જાણે. ૯ હદયને પ્રેમથી રંગી, કે જે સત્યને સંગી; કહ્યું આ “સંતના શિષ્ય જીવન તેનું સફળ જાણે.. ૧૦ કહો ક્યારે વખત લેશે? (કવાલી – ગઝલ) ગુમાવી જિંદગી આખી, હૃદયમાં પાપને રાખી. તમો તે પાપ ધોવાને, કહે કયારે વખત લેશે? ... ૧ નયન મીંચી સદા ચાલ્યા, મદનનાં કેફેમાં મહાલ્યા; ઉઘાડી આંખ જેવાને, કહો ક્યારે વખત લેશે?... ૨ મનુષ્યના દેહને પામી, પશુતાને નહિ વામી, ખજાને એહ એવાને, કહે કયારે વખત લેશે?... ૩ કલેજુ સાફ નવ કીધું, છતું અમૃત નહીં પીધું સુધી બીજ બેવાને કહે કયારે વખત લેશો?.... ૪ “સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International ૧૭૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy