SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ - સુંવાળી શય્યા દેખી, જે નર સૂતા જી (૨) મૂરખ બનીને મરાયા, પામર પ્રાણ હે તજી –૪ - માયાના સ્વરૂપમાં, જેહ મુંઝાયા છે (૨) શંકના હાલે તે રિબાયા, પામર પ્રાણ હે તજી –૫ - “સંતના શિષ્ય કોઈ, કેઈ જન જાગ્યા છે (૨) જાગ્યા તે કલ્યાણ કમાયા, પામર પ્રાણ હો તજી – અધિકારની બલિહારી (વટ સાવિત્રીની ઢબમાં) અધિકાર વિના આનંદ કદી નવ આવે રે, નથી ગુણ ગણુના ત્યાં કોણ સમય ગુમાવે રે; સમજે નહિ તેને શાસ્ત્ર શું સમજાવે રે? અંધાને અપૂરવ ચીજ કેણ બતાવે રે ?...અધિકાર ૧ જેને નથી જેનું જ્ઞાન ત્યાં અકળાશે રે, અધિકાર વિના ભયભીત બની ભડકાશે રે, બેકદરને ભવભેદ કેણુ ભણાવે રે ? જેને નથી જેની જરૂર તે શું જણાવે રે?...અધિકાર૦ ૨ ખર મારે ખરેખર ખીર ખાંડ ના ખાણે રે, સુખડની સરસ સુગંધ ધન શું જાણે રે? અત્તરથી કદી આનંદ ઊંટ ન આણે રે, મણિ માળાથી શું એજ મરકટ માણે રે?... અધિકાર૦ ૩ જેનો જે હેય સ્વભાવ તેવું ગમશે રે, જેના પ્રેમી જે હોય ત્યાં તે રમશે રે; જેને મહેબૂત જ્યાં હોય ત્યાં તે સમશે રે, જ્યાં જ્યાં જેનું બંધારણ ત્યાં તે ભમશે રે ... અધિકાર૦ ૪ આતમના અનુભવી વિરમે છે વૈરાગે રે, વૈરાગ્ય વગરના જીવ તે શું ત્યાગે રે? ત્યાગે તજવ નું તેહ ઘટમાં જાગે રે, જાગે તે “સંતને શિષ્ય ભય સહુ ભાગે રે ...અધિકાર. ૫ અવિનીતના લક્ષણ (ઢબ – જળ ભરવા દિયોને જમુના) અવિનીતને નથી કોઈ આશરે રે, નરભવ એને નિષ્ફળ જ જાય... અવિનીત. ૧ પ્રતિબંધ પ્રતિકૂળ પડે આપતાં રે, સાચી વાત એથી નહિ સમજાય. અવિનીત. - ૨ ૧૬૮ Jain Education International જીવનઝાંખી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy