________________
‘પદ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્વાર્થભર્યો સંસાર (ઢબ – દેખા નહિ કછુ સાર જગતમ્) સ્વાર્થભર્યો સંસાર, સમજ મન સ્વાર્થભર્યો સંસાર, સાચું એહ સ્વરૂપ સમજીને, કર પ્રભુ ઉપર પ્યાર; કર પ્રભુ ઉપર વાર, સમજ મન સ્વાર્થભર્યો સંસાર ... સમજ કાકા, મામા, માત, તાત, સુત, ભગિની, ઘરની નાર; માયા મતલબ થકી બતાવે, અંતર કરી ઉદાર... અંતર સમજ આવાં આવાં સગાં સ્નેહીઓ, કીધાં અપરંપાર; કાળ અનંત ફર્યો અવનિમાં, અનેક ધરી અવતાર....અનેક. સમજ લટપટ આવી કરે લાલચે, હિકમત કરે હજાર; ખરી ગરજ વિણ ખમી કષ્ટ નવ, ખાલી થાય ખુવાર...ખાલી. સમજ સ્વાર્થ સરે સામું નવ જે, વિસરી જાય તે વાર; ગરજ પડે ગુણ ગાય વિશ્વન, એ સમજ વ્યવહાર. એ. સમજ માંસ ઉપર જેમ મળે પક્ષીઓ, તેમ સરવ તૈયાર, ભૂલ ન આ ભવજળ સમજ તું, અંતરઘટમાં પાર...અંતર. સમજ આ જાળમાં બહુ જકડાયા, પામ્યા વિરલ પાર; સંતશિષ્ય” સંસાર વિષેથી, શેધન કરી લે સા૨શોધન. સમજ
ભૂલ જરા જબરું દુઃખ દે છે
(રાગ – બિલાવર તથા આશા) ભૂલ જરા જબરું દુઃખ દે છે, અનુભવીઓ બધા એમ જ કે’ છે. ટેક. એક વચન અવળું વધવાથી ખૂબ હદયમાં પછી ખટકે છે... ભૂલ૦ એક ક્રિયા અઘટિત કરવાથી ભવ અટવિમાં તે ભટકે છે.... ભૂલ૦ લેશ ઉપરથી પગ લથડે તે ભૂતળ પર લાવી પટકે છે.... ભૂલ૦ એક અનલને તીક્ષણ તણખે, ભુવન ઘણાને ભમ કરે છે. ભૂલ૦ લેશ કલેશ વધીને આખર, ઝેર પછી બહુ કાળ ઝરે છે.... ભૂલ૦ કાર્ય બધાં ભારે કે હળવાં, બેદરકાર થતાં બગડે છે.... ભૂલ૦ પસ્તાયે છે પાર વગરના, વિકળ થઈને જે વરતે છે..ભૂલ૦ અ૫ ભૂલ આરોગ્ય બગાડે, પ્રબળ દરદ વપુમાં પ્રગટે છે.. ભૂલ૦ “સંતશિષ્ય” સમજુ સમજે છે, ભૂલ્યા તે ભવમાંહે ભમે છે... ભૂલ
જન ભિન્ન ભિન્ન જણાય છે
(રાગ - ભૈરવી અથવા સેરઠની ગઝલ) જન ભિન્ન ભિન્ન જણાય છે, સમદષ્ટિથી સમજાય છે; વિધવિધ રુચિ વરતાય છે, મનસૃષ્ટિ એવી સજાય છે .જન એક ધ્યાન ધર્મતણું ધરે, એક કુડ કલેશને કરે; પરદુઃખ કે પ્રીતે હરે, કોઈ મૂર્ખ મારીને મરે જનક
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
For Private & Personal Use Only
૧૫૯ www.jainelibrary.org