________________
પૂજ્ય ગુરુદેવે વિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી કોઈ રહેવાનું (ઢબ - ઝીણા ઝરમર વરસે મેડ, ભીજે મારી ચૂંદરડી) અહીં સ્થિર કરીને ઠામ, નથી કે રહેવાનું
પુણ્ય પાપતણું પરિણામ, સુખે દુખે સહેવાનું ... ટેક કુંભકરણ રાક્ષસપતિ રાવણ, રામ સરિખ રાયા રે, - કૃષ્ણ યદુપતિ પાંડવ કૌરવ, આખર મતે મરાયા .... નથી. ૧ ચક્રવર્તી સહુ ચાલ્યા ગયા, જેની અખંડ ફરતી આણ રે,
કાળે બધાને કર્યા કેળિયા, જરૂર તું મનમાં જાણ નથી. ૨ અવધૂ યોગી ભેગી ભમરના, નથી રહ્યાં નામનિશાન રે;
ઊડી ગયા અવનિ પર એવા, સુબા અને સુલતાન ... નથી. ૩ માલ થાલ દોલત ધન ધરણી, પ્યારા કુટુંબ પરિવાર રે,
નહિ આવે એ તો નિરો સમજજે, તારા ભેગું તલભાર .... નથી. ૪ ઘટમાં રહે છે ઘાટ ઘડેલા, ઉર દુઃખથી ઉભરાય રે;
સંકેલીને સર્વ સામગ્રી, જીવન જયારે જાય .... નથી. ૫ એહ જ શાણું, સમજુ સાચા, ડાહા ડહાપણુદાર રે;
પાણી પહેલાં પાળ રચીને, શેળે જનમનો સાર ... નથી. ૬ સંતશિષ્ય” સદ્દગુરુ વચનનું, પ્રીતે કરી લે પાન રે;
તજ અવળા ધંધા તું તારા, ભજ ભયહર ભગવાન ... નથી. ૭
હંસને કર્યો છે હેરાને
(ઢબ – કાનુડે ન જાણે મારી પ્રીત) હંસને કર્યો છે હેરાન, મન મૂરખ થઈને રે હંસને કર્યો છે .ટેક. મતીને ચારો ચરો મૂકી દઈને રે (૨)
ચૂંથવા ગમે છે હાડચામ નકકી પ્રભુ! નિર્લજજ થઈને રે ... હંસને૧ દૂધલડાને માટે દરિયો તજીને રે (૨)
ગોબરમાં બને છે ગુલામ. નકકી પ્રભુ . હંસને. ૨ ઉજજવલ રંગે અંગે સદા ઓળખાતો રે (૨)
શોભાને મટાડી થયે શ્યામ. નક્કી પ્રભુ . હંસને. ૩ અમૃતફળના મોટા ઉદ્યાન મેલી રે (૨)
લીધે વિષવૃક્ષમાં વિરામ. નક્કી પ્રભુ .... હંસને ૪ “સંતને શિષ્ય કહે સમજ્યા છતાં પણ (૨)
- કૂડાં હજી તજે નથી કામ. નક્કી પ્રભુ ... હંસને. ૫
૧૫૮ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only