________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે.
વેર ન કરીએ રે વા'લા!
(ઢબ - હરિવેણ વાય છે રે વનમાં) વેર ન કરીએ રે વાલા, વેરે કેર કરાવે કાળા . ટેક
ભાલાં દિલમાં રે ભકે, પ્રભુના મારગ જાતાં રોકે .. વેર૦ ૧ ઝરતાં રહે છે ઝેરો, વધુ ભાવ રખડાવે છે :
વેરો ભવભવ રે વળગે, ઉપચારોથી ન રહે અળગે . વેર૦ ૨ ગુણ તો નજરે રે ના, ભૂંડું કરવાનું નિત્ય ભાવે;
આંધી આંખે રે આવે, માનવભવને મૂઢ ગુમાવે . વેર૦ ૩ નિશદિન દે રે શે ધે, અવરજનોને એહ જ બધે;
રાખે, સામાના ગુણ દુર્ગણ દાખે ... વેર૦ ૪ * ભય ઉપજાવે રે ભારે, ઉદય સમય આવે છે જ્યારે;
હરદમ હિતને રે હરે છે, આતમગુણની ઘાત કરે છે ... વેર૦ ૫ શલ્યની પેઠે રે ખટકે, પાતાળે લઈ જઈને પટકે;
વેર તજીને રે વાલા, “સંતશિષ્ય પિયે પ્રેમપિયાલા .. વેર૦ ૬
સત્ય ભૂષણ સજીએ (ઢબ - સહિયર સુખકર સંસાર, શીલભૂષણ સજીએ) સુંદર સુખને કરનાર, સત્ય ભૂષણ સજીએ; અસત્ય એહ જ અન્યાય, તન - મનથી તજીએ . ટેક સત્યવાદીને સુરવર નરવર, ભજે ધરીને ભાવ રે, સાચું સ્વરૂપ સત્યે કરી પ્રગટે, નિર્મળ એ જ નાવ સત્ય. ૧ સત્યથકી પૂરણ સુખ પામ્યા, અવનિમાંહે અનેક રે, દુ:ખ પડયે જરીયે નવ ડગિયા, તજી નવ મનતણ ટેક. સત્ય૨ અસત્યથી અંતર અભડાયે, જીવન હળાહળ થાય રે; માને નહિ કે તે માણસનું, સાચે જૂઠ જણાય ... સત્ય૦ ૩ સુખ કરનારે સત્ય શિયળને, સાચા શુભ શણગાર રે; હેમ હીરાથી જડિયા હારે, એ વિણ સૌ અંગાર ...સત્ય. ૪ સર્વ ગુણમાં એ ગુણ મેટો, એમાં સર્વ સમાય રે; અખૂટ ખજાને આગળ છે જે સત્ય સ્વરૂપ સમજાય. ..સત્ય ૫ મહાકષ્ટથી પણ નવ મૂકે, સેવે સત્ય સદાય રે; ધન્ય એહને આ ધરણીમાં, ગુણિયલ થઈને ગવાય ... સત્ય ૬ પૃથ્વી, પાણી, સૂર્ય, શશીને, મત તજે નહિ માન રે, સત્યતણે એ મહિમા સર્વે, નહિ કેઈ સત્ય સમાન ....સત્ય૦ ૭ અમૂલ્ય આભૂષણ આ અંગે, નકકી ધરે નરનાર રે, સંતશિષ્ય' કહે જન્મી જગતમાં, ફળ કરે અવતાર...સત્ય ૮
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
For Private & Personal Use Only
૧૫૫ www.jainelibrary.org