________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બાગ આ બગડી જાય
(રાગ – ધનાશ્રીની ગઝલ) બાગ આ બગડી જાય, માળી વિના બાગ આ બગડી જાય .. ટેક . પાણીનું પોષણ નથી પૂરું (૨) કુસુમ બધા કરમાય એ માળી. તાપણુ અતિ તીવ્રપણાથી (૨) સુંદર વૃક્ષ સુકાય ... માળી કમળ કમળ તજી તજી પરિમલ (૨) ચરણ તળે ચગદાય ... માળી પક્ષી પાર વિનાના આવી (૨) ફળને ફેલી ખાય ... માળી રમણિક બાગમાં વગર રક્ષકે (૨) ભક્ષકને ભય થાય ... માળી ગુચ્છ, ગુલમ ને મંડપ માંહી (૨) દુર્બળતા દેખાય ... માળી જૈનસમાજી બાગ બગડત (૨) નયન થકી નિરખાય . માળી કેળવણી કરનાર ન કઈ (૨) વિરલા વીર જણાય . માળી સંતશિષ્ય' કહે અગ્રેસરોની (૨) ઊંઘથી ઊંધું મરાય ... માળી
જાગે ભારતના જાયા
(રાગ – લાવણી) જાગે ભારત-જાયા તમને ભારતવીર જગાડે છે, વિજયતણું વાજું મનમેહન, એ નરવીર વગાડે છે ... ૧ સાદા ને સુખકારક સૂત્રે, સત્યાગ્રહી સુણાવે છે; ભૂલેલા ભણતરને ગાંધી, પાછા ફરી ભણાવે છે ... ૨ દુઃખકર ભારતની દુર્બળતા, દુઃખ સહી દબાવે છે, શમે ન પશુબળના ઝગડા, તે સમસ રેડી શમાવે છે .. ૩ મૃતવત જીવનમાં નરવલભ, વિદ્યુતવેગ વહાવે છે; ઊઠે, આળસ તજે ઊંઘ આ વિષમ સમે કેમ આવે છે? .. ૪ મહા – વૈભવી -નરને સાદા સેવાપ્રિય બનાવે છે; માને નહિ કદી એવા કટ્ટર નરને સત્ય મનાવે છે . ૫ સમાનતાના પાઠ સનાતન પ્રેમ સહિત પઢાવે છે; મટે ન દુઃખે દલિત પતિતના, એને દુઃખ મિટાવે છે .. ૬
ભારતના સ્વાધીનપણને, વિજયી મારગ બતાવે છે; - સંતશિષ્ય” એવી સંગતથી, જીવન સુધરી જાવે છે ... ૭
શું વળ્યું?
(રાગ – સોરઠ– તાલ લાવણી) આ જગ્યા ન ઘટ અંતર વિષે, નિશિ જાગવાથી શું વળ્યું? કરી ત્યાગ્યા ન દુગુણ દિલતણુ, ઘર ત્યાગવાથી શું વળ્યું?... ૧ બેથું ન નિજ મન તે, અવરને બાંધવાથી શું વળ્યું.
શોધ્યું ન નિજ ઘર તે, અવરને શોધવાથી શું વળ્યું?... ૨
પર
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only