SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથસે મનુષ્યને જન્મ ફરી નહિ મળે (રાગ - ભૈરવી. ઢબ - જે કોઈ પ્રેમ અંશ અવતરે) મનુષ્યને જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે ... ટેક. - ખરેખરી તું ખોજ કરી લે, અંતરમાં અટકળે - પ્રાણીયા અંતર૦ કેસર ને કસ્તુરી કેવડે, તેલ વિષે શું તળે?.મનુષ્યનો૦ - ૧ - કલ્પતરુને કેરે મૂકી, બાથ ભીડી બાવળે - મૂર્ખ તે બાથ ઠંડકના તજી દઈ ઠેકાણા, કાં બળતામાં બળે?..મનુષ્યને - ૨ - ભજ અજને તજ અવર કામ તે, તાપ ત્રિવિધ ટળે - સર્વ તુજ પવિત્ર થાવા પાપ તજાવા, પ્રભુને ભજ પળે પળે ..મનુષ્યને૦૦૩ - કાં અવળાઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતનો આમતેમ0 મૂર્ખ વિના સાચા મોતીકણ, કોણ ઘંટીએ દળે?....મનુષ્યને -૪ - પરમેશ્વરનો પંથ તજી કાં ભ્રષ્ટ પંથમાં ભળે - અરે કાં ભ્રષ્ટ સંતશિષ્ય' કહે નહિ સમજે તો, બેટ જણાશે ખળે....મનુષ્યને -૫ અવર તજીને ભજ અવિનાશી (રાગ - બિલાવલ અથવા આશા) અવર તજીને ભજ અવિનાશી, શા માટે તું ધરે છે ઉદ્યાસી? .. ટેક મૃગજળ માંહે મુગ્ધ બનીને, ફેગટને લટકે કાં ફાંસી? .. અવર૦ આત્મરવિ અંતરપટ પાછળ, પ્રગટી રહ્યો છે પૂરણ પ્રકાશી ... અવર૦ ફાંફાં કાં તું ફેગટ મારે? વૈભવ આ છે સકળ વિનાશી . અવર૦ ભયનાં કારણ છે તુજ ભેળાં, તજી દે તેને રહ્યો છું વિમાસી?” અવર૦ “સંતશિષ્ય' સમજી જ શાણ, પરમ સુધારસને થા પ્યાસી... અવર૦ ભિન્ન નથી ભગવાન (ધનાશ્રીની ગઝલ) ભિન્ન નથી ભગવાન તુજથી, ભિન્ન નથી ભગવાન ... ટેક તજમાં તે છે તેનામાં તું (૨) ભૂલી ગ શું ભાન?... તુજ અળગે કર પડદો અહંપદને (૨) નિરખીશ પરમનિધાન ... તુજ સર્વ જીવનનું એ મહાઇવન (૨) સર્વ શક્તિનું સ્થાન ... તુજ સર્વ બળાનું મહાબળ એ છે (૨) સર્વ જ્ઞાનનું જ્ઞાન .... તુજ દૈવત સર્વને એ છે દાતા (૨) નિર્મળ એહ નિદાન - તુજ અપી દે તન-મન-ધન તેને (૨) તજ તારું અભિમાન - તુજ અવ૨ પ્રપંચ તજીને એનું (૨) ધર અંતરમાં ધ્યાન ... તુજ સંતશિષ્ય' સુખસાગરનાં હવે (૨) ગર્વ તજી ગા ગાન ... તુજ સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International ૧૫૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy