________________
પૂક્સ ગુરૂદેવ ડવિવઢ" પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હજી સમજાય તે સારું
(રાગ - ગઝલ) હજી છે હાથમાં બાજી, કરી લે રામને રાજી;
કરું શું વાતને ઝાઝી, હજી સમજાય તે સારું ... ૧ ન કીધાનું ઘણું કીધું, ન લીધાનું ઘણું લીધું
ન સમજાયું કદી સીધું, હજી સમજાય તે સારું .. ઘણા કુકર્મને કીધા, દગા વિશ્વાસુને દીધાં;
પીણાં ઝેરી બહુ પીધાં, હજી સમજાય તે સારું .. ૩ જમાવ્યું તે જોવાનું ખરીદું કર્મ ખાવાનું,
થયું તે ના ન થાવાનું, હજી સમજાય તે સારું ... ૪ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, ભણ્યા નહી તે હવે ભણવું;
મનાએ જે હજી મારું, હજી સમજાય તો સારું .... ૫ થશે નક્કી બધું ન્યારું, ખલક ત્યારે થશે મારું
પછી તે ક્યાં હતું તારું? હજી સમજાય તો સારું . ૬ કરી લે વૈર્યથી ધાર્યું, મળ્યું આ મોક્ષનું બારું;
કહ્યું આ “સંતના શિષ્ય” હજી સમજાય તે સારું છે. ૭
ઉબેધન હિતશિક્ષા
દૂર તજી દે દિવાની (રાગ - બરહંસ. ઢબ - શ્રી જિન મુજને પાર ઉતારે) હવે ઝટ તજવીજ કર તું ત્યાંની, રૂડા જિનવર પંથ જવાની ટેક.
મરડ બધે મન મેલ મફતને, હિતમાં કર નવ હાની;
ઈદ્રજાળ સમ આ બધી રચના, જરૂર ખબર નથી જ્યાંની ...હવે જોબનપૂર જરૂર જવાનું, જાળવી રાખ જુવાની;
ઉત્તમ કર ઉપગ તું એને, મનમાં લે આ માની ..હવે આ ભવસાગરમાં તનતૈકા, મેળવી છે તે મજાની;
તૂટે નહિ ત્યાં સુધી તરી લે, સુઘડ બનીને સુકાની ...હવે આવ્યો છે તું આ જગ ઉપર, ગુણિયલ બનવા જ્ઞાની;
સમજી સાર - અસારા વિચારો, દૂર તજી દે દિવાની ... હવે નહિ તે આખર થાશે ઉઘાડું, નહિ રહે છળ રીત છાની;
“સંતશિષ્ય સુખકર સમજાવે, રીત ન આ રમવાની ...હવે
જીવનઝાંખી
Jan 24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org