SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ અસંખ્ય જન્મ ધર્યા તનુ તનમાં, પૃથ્વી, પાણી, અનલ, પવનમાં; તરફડીઓ ત્યાં બહુ તિમિરના તાનમાં રે..સમજાવું છે -- ત્યાં કયાં માન હતું કહે તારું? દિલ હતું જ્યારે દુખિયારું ભૂલી ગયો શું વખત બધો બેભાનમાં રે..સમજાવું -૫ મળે જન્મ આ મહાસંકટથી, વિચાર કર વહાલા! તું ઘટથી; અંધ બનીને આથડ નહિ અજ્ઞાનમાં રે..સમજવુ ૦ ૬ સંતશિષ્ય” સ્નેહે સંભળાવે, બોધ શાસ્ત્રને કહી બતાવે; વખત ગયો નહિ આવે કહું છું કાનમાં રે.સમજાવું. --૭ હિતશિક્ષા (રાગ – સેરઠની ગઝલ) કહું વાત વા'લા! વિચારજે, ખૂબ ધ્યાન આપીને ધારજે.ટેક કૂવાથંભ સત્ય કરાવજે, સમજી સુકાન ફેરાવજે, લક્ષ ધ્રુવ પર તું લગાવજે, ચાતુરીથી વહાણ ચલાવજે..કહું, ભ્રમણાઓ માર્ગ ભુલાવશે, પાસલા રચી પકડાવશે; માયા તોફાન મચાવશે, ચેરે ચિત્તને ગભરાવશે..કહું શઢ શ્રદ્ધાનો ફરકાવજે, ભયસ્થાનમાં ન ભરાવજે; નયને ઉઘાડી નિહાળજે, વમળોથી નાવને વાળજે..કહું હેડી હામ રાખી હંકાર, વિદનો બધાએ વિદારજે; મોહ - માન મગરને માર, વિષ ખરાબાથી વારજે..કહું ગંડુ થઈ ન કાળ ગુમાવજે, આનંદ બંદર આવજે; સાચા નાથને સંભારજે, “સંતશિષ્ય' પાર ઉતારજે..કહું ઉબેધન (રાગ - માઢ. ઢબ - આ શું ઠેસ વાગી રે (૨)) ગાડ્યા શું જાગતા નથી રે (૨) તજવાનું ત્યાગતા નથી; આતમ શ્રેયના કામની પાછળ લાગતા નથી રે... જગાડ્યા. ટેક કહી કહીને થાકયા ગુરુવર, આવ્યું ન આત્મજ્ઞાન; અળગું ન કર્યું શ્રેયને માટે, અંતરનું અભિમાન ... જગાડયા દુઃખના કારણુ દેહમાં રહે, એ ભેદનું ના'વ્યું ભાન; શોધે છો તે તે છે તમ સાથે, આથડે શાને આમ?... જગાડ્યા પામરૂપ પરાધીનતામાં, કાઢયે કાળ અનત; કાઢવા પાંચ પ્રમાદને કાદવ, આણવા ભવનો અંત... જગાડયા ભાગવાને ભયના સ્થળમાંથી, માગવા પ્રભુની મેર; ત્યાગવા આતમનું ઘનતિમિર, લેવા જ્ઞાનની લે'... જગાડયા જોખમ છે જબરું તમ માથે, સૂવાનું આ નહિ સ્થાન; સંતશિષ્ય” સાવધાનપણે રૂડા, ભજવાને ભગવાન ... જગાડયા સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy