________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉબેદન
(રાગ – વાઘેશ્રી) અરે જીવ, કાં અવળાઈ કરે? હાથથી શા માટે હિત હર? ... ટેક. - અમૃતને ઉદધિ થઈને આ, ઝેર રૂપે કેમ કરે?
નયન ખેલ નિરખીશ સુખસાગર, ઠાલે કાં થરથરે? . અરે? - માત્ર અવિદ્યાની આંધીથી, તું દિલમાં નિત્ય કરે,
અંતરની સમજણને અભાવે, ભયને તુજમાં ભરે .. અરે, – તારી કરેલી ખોટી કલપના પ્રબળ પિશાચની પરે;
ભાંતિરૂપ ભૂતાવળ નિશદિન, તારી પાછળ ફરે .. અરે, - પલપલમાં દુઃખકારક દશ્ય, અંતરમાં ઊતરે;
સંતશિષ્ય' પાલી શા માટે, વિણુ મોતે તું મરે ... અરે
એક મજાની વાતઃ હિતશિક્ષા (રાગ – વેરાળી. બહુ દિન પહેર્યા પ્રિય આભૂષણ – એ ઢબ) વાત મજાની એક સુણાવું, અંતર રાખ ઉતારી ... ટેક વખત લઈને વા'લા મારા, જે વિશેષ વિચારી , વાત- ૧ આવ્યા શાથી આ સ્થળ ઉપર, ધ્યાન ધરી જે ધારી ... વાત. ૨ પૂર્વ જન્મની દુઃખદ દશાની, વાત ગયો તું વિસારી ... વાત૩ જાવું અતે જરૂર જાણજે, પ્યારા પય પસારી ... વાત૦ ૪ અ૮૫ સમયનો આ છે ઉતારે, અહ૫ સમય આ યારી ... વાત હરાવજે સમજી અરિ હાથે, જઈશ ન જીવન હારી ... વાત- ૬ રખડાવે આ ભવરણ માંહે, તે રીતિ તજ તારી ... વાત- ૭ તરવાનાં સુંદર સાધનની, છે સગવડ આ સારી ... વાત. ૮ બુદિધબળથી એક બનાવજે, બહાર નીકળવા બારી ... વાત, ૯ સંતશિષ્ય કહે માનવભવ તું, સરળ થઈ લે સુધારી ... વાત૧૦
હિતશિક્ષા (રાગ - દેશ. ઢબ - વિમળા નવ કરશે ઉચાટ) સમજાવું છું હું સમજ સખા તું સાનમાં રે ... સમજાવું. ટેક મિજાજ તું મેલી દે મનનો, ઘડી ભરોસો નથી તુજ તનને;
મરડા મા તું મૂઢપણાથી માનમાં રે..રમજાવું--૧ ભીષ્મ, કરણ, રાવણના જેવા, કુંભકરણ, મધુ, કૈટભ કેવા;
અગાધ બળિયા પડી ગયા અવસાનમાં રે...સમજાવું૦ -૨ ઊંચ-નીચ ભવ કરીને ભમિ, પર આધીન થઈ દુ ખમિ;
ધારી લે સ્થિતિ આ સઘળી તું ધ્યાનમાં રે.સમજાવું-૩
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only