SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પm ગુરુવ ડવિય પ. નાનચન્દ્રજી મહારાજ ભશતાલિ અતિથિ ઊઠ રે ઉડાડ ઊંધ તાહરી (રાગ-પ્રભાત. ઢબ-પઢે રે પોપટ રાજા રામના ) ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જે આ દેખાયો... ઊઠ૦ પરહર શમ્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ-મમત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની... ઊઠ૦ નાહિંમત નિર્બળ• તને, કુમતિ તારી કરાવે; ઊલટું સુલટું સમજાવીને, હિંમત તારી હરાવે; ઊઠ૦ સૂલે રે બહુ સંસારમાં, યુગના યુગ અનંત; અવસર ગયે અજ્ઞાનમાં, શેધ તું સમરથ સંત.... ઊઠ અજર અમર લે એાળખી, સાચા જેહ સખાય; શરણું લે પુરુષનું, અવળા તજીને ઉપાય, ઊઠ૦ નિર્ભય નાથ નિરામયી, ભજ ભયહર ભગવંત “સંતશિષ્ય” પ્રભુ નામથી, આવે દુઃખડાને અંત... ઊઠ૦ સાધના ત્યાં લગી સર્વ કાચી (પ્રભાતિયું) - જ્યાં લગી આત્મ નિજસ્વરૂપ સમજ નથી, સાધના ત્યાં લગી સર્વ કાચી; ઘાણીના ઊંટનો પંથ ઘટતો નથી, સાધના સમજણે થાય સાચી .... ૧ શું થયું મસ્તકે મુંડ કરવા થકી? શું થયું ભેદ વિણ ભસ્મ ચોળે ? થે જઈ સ્નાન કરવા થકી ? શું થયું વેદના વાકય બોળે? ... ૨ - શાસ્ત્રના સર્વ અભ્યાસથી શું થયું? શું થયું સંતનો વેશ ધર? જ્ઞાન વિણ શું થયું યમ અને નિયમથી? શું થયું વડી વડી વાત કરે? .... ૩ - અગ્નિના કુંડ પર અધઃ મસ્તક કરી, ઉગ્ર તપ આદરી કંઈક મરિયા; કાશી કરવત ચડી પર્વતેથી પડી, તત્ત્વ જાણ્યા વિના કેણ તરિયા? .... ૪ - શું થયું સર્વ સિદ્ધાંતના શ્રવણથી? શ્રેની છાપ જગમાં છપાયે; અધિક આડંબરે માન ખૂબ મેળવી, શું થયું સર્વના ગુરુ થપાયે? .... ૫ Jain Eag X8 International જીવનઝાંખી Jain Educato International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy