________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસનજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
- શું થયું ઉચ્ચ આચારને આચર્યું?
શું થયું અધિકતર કષ્ટ કીધે? શું થયું હૃદયમાં પ્રેમ પ્રગટયા વિના
નિત નિત પ્રભુતણું નામ લીધે ... ૬ - શું થયું ધન -ધરા - ધામ તજવા થકી,
સમજ વિણ સર્વ સંસાર ત્યાગે? રમી રહ્યા હૃદયમાં દોષ દુર્ભેદ્ય તે,
થયું ઘેર ઘેર ભીખ માગે? .... ૭ - શાસ્ત્રના વાદ કરી વિજય મેળવ્યા,
શું થયું અન્યના માન ગાળે? કઠણ નિજ મન કદી લેશ પલળ્યું નહિ,
થયું પરતણું મન પલાળે? .... ૮ - સ્વરૂપ નિજ સમજશે શુદ્ધ અંતર થશે,
રાગ ને દ્વેષને જંગ જાશે; સંતને શિષ્ય' તે સફળ કાર્યો કરી,
પરમ આનંદનું સ્થાન પાશે . ૯
ચાંદની: અંતર ચોકની
(ઢબ – ઓધવજી સંદેશે કે જે શ્યામને) - ચાંદની બહુ ખીલી રે અંતર ચેકમાં,
ઠંડકની જ્યાં લગી રહી છે ઠોર જે; ઝરમર ઝરમર ઝરણાં અમૃતનાં ઝરે,
તે સ્થળ વસતાં આનંદ પ્રગટે ઓર જે. ચાંદની. ૧ - ચાલે સહિયર રમવાને એ ચેકમાં,
છેડી દઈ આ માયારૂપ વિલાસ જે; અપૂર્વ શાંતિ વ્યાપી રહી છે જે સ્થળે,
પૂર્ણિમાને વિકસી રહ્યો છે. પ્રકાશ જે .... ચાંદની, ૨ - દશ્ય પ્રપંચ પરથી લક્ષ તજી દઈ,
બહિરભાવ તજી અંતર કરીએ પ્રવેશ જે, કારાગૃહથી મુક્ત બની સુખ માલીએ,
સદ્દગુરુને સખીએ સુણિયો ઉપદેશ જે ... ચાંદની. ૩ - નેહ ધરી ત્યાં ભજીએ અવિચળ નાથને,
ગાઈએ ઝીણા સ્વરથી તેનાં ગીત જે; નિર્મળ મનથી તેની ધૂન મચાવીએ,
પરમ વિશુદ્ધ થવાને કરી પ્રીત જે. ચાંદની. ૪
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org