________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કર્મની રચના
(ઢબ – નાથ કૈસે ગજ કો બંધ છુડા) સઘળી કર્મતણી છે કમાઈ, રહે છે સુખ-દુઃખ એમાં સમાઈ.. ટેક સંચિતનું પ્રારબ્ધ થયું ત્યાં, ચાલે નહિ ચતુરાઈ;
રાજ્ય રિદ્ધિને વૈભવ સઘળાં, વા'લાં જાય વિખાઈ ... સઘળી. ૧ રાજા રંક સમાન બને છે, રંક કરે ઠકુરાઈ,
નિરધન નોકર ધનપતિ થઈને, શેઠથી કરે સવાઈ ... સઘળી. ૨ વેશ્યા પાસે વિધવિધ વૈભવ, સરવ રીતે સરખાઈ;
શીલતણી ઘર નાર સતી તે, દશા સહે દુઃખદાઈ ... સઘળી. ૩ પૈસા હોય ત્યાં પુત્ર મળે નહિ, દિલડું જાય દઝાઈ
પુત્ર હોય પુષ્કળ ત્યાં તેને, ધાન જડે ન ધરાઈ ... સઘળી ૪ સુઘડ નર ને શંખણી નારી, તનડું જાય તવાઈ;
પદમણી નારી ને પતિ પામર એ, ભવસાગરની ભવાઈ ... સઘળી. ૫ પંડિત શાસ્ત્ર ભણેલ ભટકતાં, ભૂતળ ઉપર ભાઈ;
મૂર્ખ જ જે માલ વિનાના, બેડા તકિયા બિછાઈ ... સઘળી. ૬ ઘટમાં રહેશે ઘાટ ઘડેલા, જ્યારે આંખ મીંચાઈ;
માન મિજાજ તજી ભજ પ્રભુને, સાચા જે સુખદ.ઈ ... સઘળી. ૭ ઓગણીસે અઠ્ઠાવન વરસે, શ્રાવણ ગુરુ ગુણ ગાઈ;
સંતશિષ્ય કહે જામનગરમાં, ચોમાસું રહી ચાઈ ... સઘળી ૮
તમારું છે તમારામાં
(ગઝલ) તમે છો શોધમાં જેની, અનુભવીને ખબર એની;
નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની? ... ૧ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં
અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં ... ૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં;
નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં .. ૩ નથી વૈભવ વિલાસમાં, નથી ઉત્તમ આવાસમાં
ક્ષણિકના હર્ષ હામાં , તમારું છે તમારામાં ... ૪ મિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે;
ફસાઓ કાં વિષય ફસે ? તમારું છે તમારામાં ... ૫ નથી વિઘા જમાનામાં, નથી ગુણિયલ ગણવામાં
નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં .. ૬ નથી મહેલે મજાનામાં, નથી ધનના ખજાનામાં
સુચ્યું છે “સંતશિષ્ય તમારું છે તમારામાં ... ૭
“સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
For Private & Personal Use Only
૧૪૩ www.jainelibrary.org