________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આનંદમંદિર (રાગ - કાંડે કોડે કાંકણિયાળી ચૂડી રે) હદયને આનદમંદિર બનાવો રે,
મનડાને તે સ્થળ રહેવા મન રે ... હૃદયને ટેક. તે માંહેથી કાદવ કચરા કઢાવે રે;
એ મંદિરે પ્રેમતિ પ્રગટાવો રે ... હાયને. ૧ મંદિરમાં આનંદ માલવા આવો રે;
અન્ય સ્થળે શાને માટે અથડાએ રે ... હદયને ૨ રમી એમાં ભવની ભ્રમણ ભુલાવે રે;
સત્ય પથે શાને માટે શરમાવો રે ... હૃદયને ૩ પાપ પરિતાપને એહથી પતાવે રે;
બુદ્ધિબળ આવા જ પંથે બતાવો રે ... હદયને ૪ અક્કલને આનંદમાં અજમાવે રે;
અંગઅંગે આનંદને ઉભરા રે ... હૃદયને. ૫ વિશ્વ વિષે આનંદને જ વહા રે;
આનંદથી દેષના સ્થાન દબાવ રે .. હૃદયને ૬ સંકટને આનંદથી સમા રે;
સચ્ચિદાનંદમાં મોજ ઉડાવો રે ... હૃદયને. ૭ ધ્યાન એ આનંદરામનું ધ્યાવો રે,
સંતશિષ્ય જીવનનો લાટ રે .હૃદયને. ૮
અનુભવીને રાહ
(રાગ - કાલિંગડ) અનુભવીને એકલું આનંદમાં રહેવું રે (૨)
આનંદમાં રહેવું રે, આનંદમાં રહેવું રે ... અનુભવી ડગવું નહિ દુઃખ પડયેથી, સમજી વહેવું રે (૨)
વાસનાને વળગાડ તજી, વૈરાગ્યે વહેવું રે ... અનુભવી ૧ આત્મવત્ અન્યને ગણી, દુઃખ ન દેવું રે (૨)
કર્માધીન સર્વ (પછી) કેને કેવું રે ... અનુભવી. ૨ તત્ત્વ પામેલાને માઠી, ટાળવી ટેવું રે (૨)
લક્ષનું સ્થાન અનુભવેથી લક્ષમાં લેવું રે .... અનુભવી. ૩ રામદષ્ટિથી દેખાશે જગ જેવું છે તેવું રે (૨)
“સંતશિષ્ય અનુભવે, અનુભવથી એવું રે .. અનુભવી છે
૧૪૦ Jain Education International
- જીવનઝાંખી
www.jainelibrary.org
For Private & Personal Use Only