________________
ક
પ6 Jદવ વવ ૫. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્ટ
વિરલા
(રાગ – પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે ... ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે ..... આતમ સદૂગુરુ સંગ કરે કેઈ વિરલા, અમૃતફલ કોઈ વિરલા ખાવે .... આતમઅંતરમાં જાગે જન વિરલા, કમંદળને વિરલા હઠાવે ... આતમ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે આતમ૦ આતમ રમણ મે કોઈ વિરલા, અમરબુદ્દેિ વિરલા અજમાવે આતમસમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે .... આતમઅપી દે પ્રભુ અર્થે વિરલા, સંતશિષ્ય” વિરલા સમજાવે ... આતમ
સંગત એવી છે
(ભજન – ધીરાના પદની ઢબ) સંગત એવી શોધો રે.... ત્રિવિધનાં તાપ ટળે; પિછાણે નિજ પરને રે ... શાંતિ દેખે સર્વ સ્થળે ... સંગત. ટેક
અંજન કર આંખમાં, ભજન કરો ભયધામ;
મંજન કરી ખૂબ મનતણું, રંજન કર ઘટરામ. પ્યાલે એવો પીજે રે .. છળ કરી કોઈ ના છળે ... સંગત. ૧
પથ્યાપથ્યને પરખજે, વેગે કરી વિવેક;
સમજે સત્ય-અસત્યને, અલગ બનાવી એક. રસાયણ એવી રેડે રે ... હદયની ગાંઠે ગળે . સંગત૨
જન્મ, જરા, મૃત્યુ મટે, માટે જમણને ભાસ;
વિલય થાય જડવાસના, ટળે અવરની આશ; કરણી તે એવી કરીએ રે .. મનડું તે માલિકને મળે... સંગત. ૩
જડ-ચેતન જુદાં કરે, એવો કરો ઉપાય;
કર્મ કષ્ટમાં મેલીએ, અગ્નિ અધ્યવસાય. સુવર્ણ પેઠે શેાધે રે .. બળતણ પેઠે પાપ બળે . સંગત. ૪
ખેડે ખેતર હૃદયનું, સીંચે અમૃતસાર;
શુભ ખાતર દઈ સુગુણનું, વા તત્ત્વવિચાર. ઉદ્યોગી થાજે એવા રે .... ફાલ આવી ખૂબ ફળે • સંગત૫
ઊંટ બકરી ન આવી શકે, બચ્ચાં ન કરે બગાડ;
પાપ પક્ષી પેસે નહિ, એવી) વિવેકની કરે વાડ, “સંતના શિષ્ય” થઈને રે ... ખેતરને પાક લાવે ખળે .... સંગત. ૬
સતશિષ્યની કાવ્યસરિતા
૧૪૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only