SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ વિશુદ્ધ પ્રેમની લગની (રાગ - મારો રામ ગયે વનવાસ રે). પરમ વિશુદ્ધતર પ્રેમની, લાગી જેને લગની ખરી ..ટેક. આખી ૩ અવનિમાં પ્રેમને પેખે રે (૨) કંચી એ ખરેખરી ક્ષેમની – લાગી. પરમ૦ – ૧ એહ ૨સાયણે અંતરઘટની રે (૨) વેગળી રહે છે સ્થિતિ વે’મની – લાગી. પરમ - ૨ સાચા તે પ્રેમની સંપત્તિ આગળ રે (૨) | કિંમત શું હોયે હર હેમની?– લાગી. પરમ૦ – ૩ પૂરણ રીતે જેણે પ્રેમને પિછાણ્યો રે (૨) - તારક જિંદગી છે તેમની – લાગી. પરમ - ૪ પરવા નહિ જેણે પ્રેમરસ પીધે રે (૨) હલકાથી મહ૬ હાકેમની – લાગી. પરમ૦ – ૫ પ્રેમ વિના પરિતાપનાં સ્થળો છે રે (૨) અનુપમ છાયા એક એમની – લાગી. પરમ૦ – ૬ સંતને શિષ્ય થઈ શુદ્ધ પ્રેમ સાધે રે (૨) જયરૂપ વૃત્તિ હાય જેમની – લાગી. પરમ૦ – ૭ મહાવીરના ભક્ત ( ઢબ – જળ ભરવા દિને જમુના તણા રે ) મહાવીર તણું ભકત એને માનવા રે, પહેરે સત્ય – શીલના જે શણગાર ... મહાવીર ટેક સત્યાસત્ય સ્યાહૂવાદથી સમજેલ છે રે, દિવ્યદષ્ટિ વડે એહ દેખનાર ... મહાવીર ૦ -૧ નિદંભી મૃદુ હૃદય પ્રેમથી ભય રે, વિશ્વ વાત્સલ્યમય એહન વ્યવહાર , મહાવીર૦ -૨ રોમેરોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે, દિવ્યગુણ – મણિઓનાં ભંડાર ... મહાવીર -૩ જેણે તન-મન-ધન અર્યા પ્રભુચરણમાં રે, શ્વાસે શ્વાસ એનું રટણ કરનાર છે. મહાવી૨૦ -૪ ગ્રંથિ – ભેદ કરી ભેદજ્ઞાન પામીઆ રે, સ્વ–પર શાસ્ત્ર જેણે સાર મહાવીર૦ -૫ “સંતશિષ્ય જેને પરવાનો પ્રભુને મળે રે, ભવસાગરમાં તે નહિ ભમનાર . મહાવીર – સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International For Private & Personal Use Only ૧૩૪ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy