________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમંત્રણ (ઢબ આવો આવોને નંદલાલ રમવા આવોને રે) નિર્મળ આપ તણું ૨૮ નામ, અળગું થાવું ઘટે નહિ આમ.
રૂડા હૃદયના રામ, અમ ઘર આવે ને રે. કરવા અમારું કામ, અમ ઘર અ ને રે.
આનંદઘન અભિરામ, અમી વરસાવો ને રે. સેવા રંકની નાથ સ્વીકારી, વા’લા આપનું બિદ્ધ વિચારી; અરજ મારી અવધારી, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૧ આપ વિના અંતરમાં અંધારું, મુંઝાયે નિશદિન મન મારું; તમહેર નામ તમારું અમ ઘર આવે ને રે .... આનંદ૦ ૨ આપ અભાવે શેક સતાવે, મૂળનો મારગ મારો મુકાવે; ભ્રમિત બનાવી ભુલાવે, અમ ઘર આ ને રે ... આનંદ૦ ૩ ઉજજવળ આ૫ વડે જ કહાવું, સુંદર આપને શું સમજાવું? જાણું નહિ શું જણાવું? અમ ઘર આવો ને રે ... આનંદ૦ ૪ લેણવાળા આવી લાજને લે છે, કહેવા કરતાં વિશેષ કહે છે; દામ છતાં દુખ દે છે, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૫ માયાના અનુચર આવી મુંઝાવે, દે આવી વારે વારે દબાવે; આપ વિના અભડાવે, અમ ઘર આ ને રે ... આનંદ૦ ૬
સંતશિષ્ય શરણાગત ધારી. તે ઘડી ધન્ય થશે પ્રભુ મારી, પાવન કરશે પધારી, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૭
મંદિરમાં પધારે
(ઢબ – પાણી ભરવા ગઈ'તી રે). મંદિરમાં પધારો રે, વાલા કહું વાતલડી રખડેલાની સંગે રે, રમ્ય દિન રાતલડી ... મંદિરમાં ટેક.
સાખી - મેં મારા માન્યા હતા, સાચા ને વળી સાર;
શકતણ સિંધુ થયા, હિત વિત્ત હરનાર. ઠગારાની સંગે રે, ગાયે હું કાલે –
(આ) પરમરસ કહીને રે, પાયે વિષ પ્યાલો...મંદિરમાં. ૧ સાખી - અહર્નિશ જે આશમાં, લટક થઈ લાચાર;
અંતે તે એ મૃગજળે, ખાલી કર્યો ખુવાર. જુદા મેં તો જાણ્યા રે, તારક આજ સુધી તમને – (હું) મૂરખ થઈ મુંઝાયે રે, માલમ નહિ આવી મને....મંદિરમાં ૨
૧૩૦ Jain Education Interational
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only