________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
અરજીઃ વિનતિ
(ભજન ધીરાની ઢબનું) દયાળું મારા દિલમાં રે.... આવી રહેજે અંત સમે; ભજનને ભૂલવવા રે ... દુમિને આવી ન દમે ... દયાળુ. ટેક.
મારું મારું કરી મફતને, અથવા અહોનિશ;
જગમાં નાયક તમે નિયંત, જાણ્યા હવે જગદીશતમારે ખળે માથું રે ... તારી લેજે તારક તમે જ દયાળુટ – ૧
ચાલી ચાલીને ચાલિયે (પણ) પંથને ના પાર; માથે ભાર ઉપાડી થાક, છેવટ ન જ સાર – પ્રભુની રીત પિછાણી રે ... ખોટું હવે કણ અમે? ... દયાળુ – ૨ ઠીક પડે તેમ કર તું ઠાકર (તેમાં) મારે નથી તકરાર; (પણ) વિષમ સમયે ન વિસરું તુજને, કર એવું કિરતાર – અરજ છેલ્લી એ છે રે ... “સંતશિષ્ય નિત્ય નમે ... દયાળ૦ – ૩
પ્રાર્થના
(રાગ - દેશ) કરુણના સાગર! અહીં કરુણા જળ વરસાવજે રે,
વરસાવીને કઠણ કલેજા નરમ બનાવજે રે ... કરુણા, ટેક, - નિદ્રા નયનથી ઊડી જાવે, નિજ નિજ દે નજરે આવે;
જય જગદીશ્વર જુગતી એહ જમાવજો રે ... કરુણા. -૧ - સમાજમાં પ્રભુ થાય સુધારા, નીકળીને દોષ રહે ન્યારા;
અગ્રેસરમાં એહ જ્ઞાન ઉભરાવજો રે ... કરુણ -૨ - મન સર્વેનાં થઈ રહે મોટાં, શુદ્રની પેઠે થાય ન બેટા,
ઘટઘટમાંહે ઘટના એહ ઘટાવજો રે ... કરુણા -૩ - ઝેરી રસ સઘળો ઝરી જાજે, અમૃતમય ઘટ અંતર થાજે,
એક ભાવના વિશ્વપતિ વિસ્તારજો રે .. કરુણા -૪ - પરમારથમાં ઉપજે પ્રીતિ, સમજે સત્ય ધર્મ ને નીતિ,
દયા કરી પ્રભુ એવી ચાંપ દબાવજો રે ... કરુણુ –પ - સંતશિષ્ય’ સ્વારથને છોડી, પકડે. પરમારને દેડી;
એ ઉત્સાહતણે રસ અધિક વહાવો રે .. કરુણ૦ -૬
સંતશિષ્યની કાવ્યસરિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org