________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
બાંધી નયન-બંધન મને, મૂક વિષમ મેદાનમાં, અદશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી; ભારે વિષમપથ ભટકવું, બહુ નયનને બાંધી કરી, આવી અકારી રમતને, મારે હવે રમવી નથી. હાં...દૂર૦ ૨ અથડાવવું છે કયાં લગી, બાંધી નયનનાં બંધને, આરે ન આવે તે પછી, એવી રમત રમવી નથી; તું “આવ આવ અવાજ કર, તે એ તરફ આવી શકું, વિણ લક્ષ અથડાવા તણી, મારે રમત રમવી નથી. હાં..ર૦ ૩ તું આવીને ઉત્સાહ દે, કાં ફેંક કિરણ પ્રકાશનાં આ લક્ષ વિણ રખડી મર્યાની, રમતને રમવી નથી; હે તાત ! તાપ અમાપ આ’ તપવી રહ્યા છે ત્રિવિધના, એ તાપમાંહે તપી મર્યાની, આ રમત રમવી નથી. હાં....કૂર૦ ૪ નથી સહન કરી શકતો પ્રભુ! તારા વિરહની વેદના, હે દેવ! તુજ દર્શન વિના, મારે રમત રમવી નથી; નથી સમજ પડતી શ્રી હરિ! કઈ જાતની આ રમત છે, ગભરાય છે ગાત્રે બધાં, મારે રમત રમવી નથી. હાં...હૂર૦ ૫ હોયે રમત ઘડી બે ઘડી, બહુ તે દિવસ બે ચારની, આ તે અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી; ત્રિભુવનપતિ તુજ નામના, થાક કરી કરી સાદને, સુણતા નથી કેમ “સંતશિષ્યને આ રમત રમવી નથી. હાં .... દૂર૦ ૬
એરતે પશ્ચાતાપ
(હરિગીત અથવા ભૈરવી) સમીપે છતાં તમને તિમિરથી હું નહીં નિરખી શકો, હું પતિતપાવન પૂરણ પ્રેમસ્વરૂપ નવ પરખી શકો તુજ અમીભર્યા સૂત્રે અમૂલાં હું ન શ્રવણ કરી શકે, હું હૃદયમાં સંજીવની તારી વનિ ન ધરી શકો...... ૧ ભજવા તણું ઉત્તમ સમય તમને ન નાથા ભજી શકો, પ્રભુ આપના સંકેતને હું મૂર્ખ નવ સમજી શક; તારા થવાની અભય -મંગળ – મેજ નવ માણી શકો, તારા ભજનને અતુલ મહિમા જરૂર નવ જાણી શકો.... ૨ તારા ચરણના શરણરૂપે મૂઢ હું ન મળી શક્યા, વાર્યા છતાં પણ વિષમ પથથી નાથ! હું ન વળી શક; પામ્ય અમૂલાં સાધને, નહિ સદુપયોગ કરી શકો, નવ ભકિતના સ્વાદિષ્ટ રસને “સંતશિષ્ય’ ભરી શકો... ૩
‘સંતશિષ્યની કાવ્યસરિતા
For Private & Personal Use Only
ww.129brary.org