________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અનુભવને મહિમા
- “જે કાંઈ ઉપદેશ કરે, તે પહેલાં અનુભવ કરે. બરાબર યાદ રાખજો કે, અનુભવથી જ્યારે સાચી મસ્તી જીવનમાં જાગી ઊઠશે, ત્યાર પછી વ્યકિતગત કે સામાજિક જીવનના અનેકાનેક કેયડાઓ આપોઆપ ઉકેલાઈ જશે અને જીવન સાચે જ રસતરબોળ બની રહેશે. માણસ ચાહે તેટલો મહાન વકતા ભલેને કહેવાતું હોય, પરંતુ જ્યાં લગી તે બોલે છે, એ વાણીમાં જાત-અનુભવને રણકારો વગાડી શકે નહીં, ત્યાં લગી તેની વાણીમાં તાકાતના દર્શન ભાગ્યે જ થશે. ગાંધીજીએ સત્યના પ્રાગે કરી કરીને અનુભવ – પ્રાપ્ત એટલે જગતભરમાં મહાત્મા તરીકે પંકાયા અને તેમણે સાચું મહાત્માપણું સિદ્ધ કરી બતાવ્યું.” જીવન ઘડતર અને ચારિત્ર્યને પ્રકાશ - “બીજા કશાને નહીં પણ સર્વને ઉપયોગી થવાનો સિધાંત જે અપનાવી લેવામાં આવે તોયે મનુષ્યનાં જીવનનું ઘડતર સુયોગ્યપણે થઈ રહે. સર્વને ઉપયોગી થવાની ક્રિયામાં જ સેવાધર્મનું રહસ્ય રહેલું છે. જગતમાં નિર્માણ પામેલી સંખ્યાબંધ નાની-મોટી વસ્તુઓ માટે કુદરતને સંકેત એક જ છે કે – “ સારી રીતે કેળવાઓ અને તે દ્વારા સપાગી થાઓ.” સંસ્કારિતાનાં દાતાર એવાં માબાપે, શિક્ષકે ધર્મગુરુઓએ તેમ જ વ્યક્તિઓએ જાતે એકી સાથે ખભેખભા મેળવીને જીવનના ઘડતરનાં કામે લાગી જવું જોઈએ. એવું જે થાય તે આજની આપણી કેળવણી, શિક્ષણસંસ્થાઓ તેમ જ ધર્મસંપ્રદાયે ચારિત્રથી મઘમઘતા થઈ જશે અને એવા ચારિત્ર્યની જ્યોત માત્ર ભારતવર્ષને જ નહી, પણ સારાયે વિશ્વને સારો પ્રકાશ આપી રહેશે. સાધુજીવન એટલે?
સાધુજીવન એટલે જ્ઞાનમય ધાનું જીવન, ખાદ્યસંગ્રામને બદલે શક્તિ સાથે સાચા જ્ઞાનની દોસ્તી કરાવીને જેઓ આંતરિક સંગ્રામમાં લડે છે, તેઓ વિજયશાળી બને છે. તેઓ જ સાચા જેન બનીને કમેકમે જિન પરમાત્માની પદવી પામે છે. વીતરાગની હાજરીમાં સિંહ, વાઘ જેવા કૂર જાનવરે પણ પ્રેમમય બની જતાં દેખાય છે. જેમણે પ્રાણીમાત્રની અભેદભાવે સેવા કરી હોય, જેમના શરીરનાં પ્રત્યેક પરમાણુમાંથી પ્રેમ અને શાન્તિનાં ઝરણાં વહેતાં હોય તેવાઓ માટે એવું બનવું એ તદ્દન સ્વાભાવિક હોય છે.” ધર્મમય સમાજરચનાની જૈન જવાબદારી - “કર્મવાદને પરિણામે ઉત્ક્રાન્તિ અથવા અપકાન્તિ બન્નેય પરિણમી રહે છે. ભગવાન મહાવીરના (સળંગ) જીવનમાંથી એ (બન્ને) વસ્તુને સ્પષ્ટ સમજી શકીએ છીએ. આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે વ્યક્તિનું, માનવસમાજનું અને પ્રાણીસમાજનું મહાકલ્યાણ કર્યું હતું. એટલું જ નહીં, પણ પિતાના જીવનથી આત્મવિકાસનો ક્રમ બતાવી આ હતું. એટલે એ ઉપરથી એવું ફલિત થાય છે કે, માનવ ઉત્કાન્તિને કેમ કે અને કેટલે અટપટે છે? અને તેમાં જૈન શાસનની કેટલી મોટી જવાબદારી છે? આપણે ફરીથી એકવાર શાસ્ત્રોને તેમ જ ધર્મોને ગતિશીલ, ચેતનવંતા બનાવીએ અને માનવજાતને તેના ધર્મપ્રધાન (સમાજ ઘડતરના) કર્તવ્યનું ભાન કરાવવામાં આધ્યાત્મિક વિજ્ઞાનની ! સાથે કામે લાગે જઈએ. આધ્યાત્મિક વારસે આ પી જનારા પ્રવનાં સંતાને આપણે હજુયે નહી જાગીએ તે પછી નવી પેઢીની શી દશા થશે? ઉપાદાન અને નિમિત્ત બને મળવાથી જ કાર્ય સંપૂર્ણ થવા પામે છે. જીવનમાં જીવંત
હને અપનાવ્યું જ છટકો છે. આજે સૈથી વધુ જરૂર રહે છે સમાજમાં નૈતિક પ્રતિષ્ઠાની સાચી સ્થાપના કરવાની. સમાજનાં નાનાં નાનાં વળે તેમ જ જ મારફત એવા પ્રવેગે વ્યવસ્થિત રીતે આદરી શકાય તેમ છે. એમ થઈ શકે તે હૃદય પરિવર્તનની પ્રક્રિયાને સફળ થઈ રહેવામાં વધુ ઝ ઝી વાર ન લાગે. (જો) સમાજનું નૈતિક દબાણ જોર પકડી શકે અને તેને અસરકારક રીતે વાપરી શકાય. (તે) રાજ્યની દંડશકિત (શાસનશકિત) યે પવિત્ર રહેવા પામે. એ રીતે જ સમાજની પુનઃ રચના થઈ રૂંઘાઈ રહેલો દેખાતો માર્ગ તદ્દન મોકળો થઈ જવા પામે. પ્રગતિના રાજમાર્ગ પર કૂચકદમ કરવાનો આ એકને એક કિમિ છે. સાચી વાત જ એ છે કે હદય પરિવર્તનની પ્રક્રિયા, સમાજના નૈતિક દબાણની ક્રિયા અને પવિત્ર થયેલી શાસનશકિત ત્રણેય કમપૂર્વક (પણ) સાથોસાથ પગલાં ભરવાં જોઈએ.”
૧૨૪
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only