________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સમ્યગદષ્ટિ જીવ
સમ્યગષ્ટિવાળો જીવ, વિશ્વમાં ખેલતાં જીવો પ્રત્યે સમદષ્ટિથી જુએ અને સાથે રહે છતાં રાચે નહીં. તે બરાબર સમજે છે કે સુખ અને દુઃખ એ તે શુભ કે અશુભ કર્મનું જ ફળ છે. સંસારમાં રહેવા છતાં તે નિલેપ રહી શકે છે. જોઈએ તો સ્ત્રી હોય કે પુરુષ, સમદષ્ટિને તો બન્નેમાં એકલે આત્મા જ દેખાય. જીવ સંસારનાં ખેલ જોઈ, જ્યાં બંધનથી છૂટે છે, ત્યાં જ મિથ્યાષ્ટિ બંધાય છે. સમ્યગદષ્ટિની ભૂમિકા તે સત્યલક્ષી જેનની (ભ્રમિક) છે. માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં પણ સમસ્ત વિશ્વ વચ્ચે પિતે મિત્રભાવની સાંકળથી જોડાય છે અને આખા વિશ્વને પ્રેમની સાંકળથી બાંધવાના ભગીરથ કેડ સેવે છે.” ભકિતનું રહસ્ય
પ્રાર્થના કે ભજન જીવનવિકાસનું એક અત્યન્ત મૂલ્યવાન અંગ છે એવો ખ્યાલ આવ્યા પછી એ વિષેની આસ્થા દઢ થાય છે અને નિયમિત કરવાનું સૂઝે છે. ગમે તેવું મહત્ત્વનું કાર્ય છોડીને ૫ણુ ભજનનો સમય થયો કે તે તે સૌથી પહેલું જ કરવું જોઈએ. સમજપૂર્વક એવી નિયમિતતા જાળવવાથી આખરે એ રસમાં એટલા તો ઓતપ્રોત થવાય છે કે હાલતાં ને ચાલતાં, સૂતાં ને બેસતાં બસ “તૂહી તુંહી સહજ થઈ જાય છે. આખરે મારેમ ભકિતરસથી તરબળ રહે છે. ચૈતન્યદેવ (ૌરાંગસ્વામી) એટલા ભગવતપરાયણ હતા કે પોતે ભજન કરતાં કરતાં અથવા અન્ય કોઈ ભજન કરતા હોય તે તે સાંભળતાં જ સમાધિસ્થ થઈ જતા. જેની આવી સહજ પ્રભુમય અથવા આત્મામય દશા થઈ એને પછી બાકી શું રહ્યું? મારે કહેવું જોઈએ કે “શુદ્ધ આત્મા વિનાની-બીજા પરની બહારની–બધી શ્રદ્ધા પાંગળી અને નાશવંત હોય છે. એટલે જ એક માત્ર આત્મશ્રદ્ધા – અંદરની શ્રદ્ધા-કેળવવી જ રહી અને તે માટે અગાઉ કહ્યું તેમ સંયમ, નિસ્વાર્થ ભાવના અને જાગૃતિપૂર્વક ઉપયોગ સામે લક્ષ્ય રહેવું જોઈએ.”
- “નિર્વેદથી દિવ્ય, માનવીય અને પાશવીય કામગો પર નિરાસક્તિ જાગે છે અને તેથી માયિક સર્વ વિષયના બૂડમાં પણ તે વિરક્ત રહી શકે છે. આવી વિરક્તિ પછી આરંભ (હિંસકવૃત્તિ) ને ત્યાગ થાય. આરંભના ત્યાગથી સંસારવૃદ્ધિનો માર્ગ બદલી તે જીવાત્મા પિતાની અભીષ્ટ સિદ્ધિના માર્ગ તરફ ગમન કરે છે.” અવિદ્યા વિરુદ્ધ સુવિધા
સત્ એટલે ત્રિકાલાબાધિત વરતુ. એટલે (છેવટ) આત્મા. આત્મગુણનું પ્રકટીકરણ તે જ ધર્મ એ ધર્મ અહિંસા અને સમર્પણથી જ પાંગરે છે. વળી એ જ ધર્મ બીજાના અપરાધને સમજપૂર્વક અને પ્રસન્નતાથી સહન કરવામાં આવે તે દઢમૂળ એટલે કે સ્થિર થાય છે. એ જ સવિદ્યા. આ જે ધર્મ તેને બાધા કરનાર કે આવરી લેનાર જે કઈ હોય તે તે કેપ અને લેભ નામના અવિદ્યાના બે મહાન સુભટે છે. જ્યાં એ બે હોય ત્યાં પરંપરાએ અવિદ્યાનું સામ્રાજ્ય વધતું જાય છે. આત્મજ્ઞાન વિનાની વિદ્યા, કળા, હેશિયારી એ બધું જ અવિદ્યારૂપ જ હોય છે અને તમામ અનર્થોના મૂળરૂપે જ પરિણમે છે. પરંતુ જેનામાં સુવિધા અથવા આત્માનું ભાન પ્રગટયું છે, તેનું જીવન કેવું ભવ્ય અને ઉન્નત હોય છે, તે પણ સમજવા જેવું છે. ટૂંકમાં, સવિદ્યાની આરાધનાપૂર્વક જ્યારે આપણે જીવનના પ્રત્યેક પ્રસંગે અન્તર્મુખ બની રહીએ ત્યારે જ સાચું સુખ અને સાચી શાન્તિ જીવને મળે છે.” ધર્મનું પ્રક્રીકરણ
- “હદયરૂપી હેડીને આસકિત કે મેહરૂપી લંગર વળગેલું હોય ત્યાં સુધી ગતિમાન થવાને હદયરૂપી હોડી છૂટી શક્તી નથી. આસકિતરૂપી લંગર છેડયા વગર ક્રિયારૂપી હલેસાં ગમે તેટલા મારો તે પણ કંઈ અર્થ સરતો નથી. એટલે સૌથી પહેલાં આસકિતરૂપી વળગાડથી હદયને છુટું કરવું જોઈએ. દષ્ટિ પલટાઈ જવાથી આત્માનો અર્થ એ “સ્વાર્થ”-(સ્વ-અર્થ) એમ સમજાય છે – ધર્મનું ખરું રહસ્ય - ત્યારે જ સમજાય છે. જીવનમાં અહિંસા, સંયમ અને તપની ત્રિવેણીનો સુભગ સમન્વય દેખાય છે ત્યાં સાક્ષાત્ ધર્મ અવશ્ય હોય છે. એટલું જ નહીં, પણ જે વ્યકિતનાં મન, વાણી અને કર્મ અવિરતપણે ધર્મમાં જ રમમાણ હોય છે તે વ્યક્તિને જગતમાં કહેવાતાં દેવદેવીઓ કૃતકૃત્યભાવે બહુમાનથી વંદન કરતાં હોય છે.” ધર્મની તાકાત
ધર્મની તાકાત એટલે અહિંસાની, સંયમની ને તપની તાકાત, આપણી અહિંસામાં, આપણા સંયમમાં ને આપણું તપમાં એ તાકાત જ ન હોય તે એટલું નકકી સમજી લેજે કે કયાંક ભૂલ થાય છે.”
૧૨૩
પ્રવચન પરિમલ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org