________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જહાજ હૃદયશુદ્ધિ અને સરળતાથી તૈયાર થાય છે. એનુ ધ્રુવ અહિંસા છે, અને સયમ તથા તપ એ ઉભય એનાં હલેસાં છે. એ રીતે સત્યાથી પેાતાની જીવનનૌકા સંસારસાગરમાં સુખેથી તરાવી આગળ ધપવા મથતા હાય છે. શુદ્ધિની પાકાષ્ઠા એ જ પતિતપાવન સ્વરૂપ. આટલું સમજે તે એ માણસ પાપીને કદી હડધૂત ન કરે, પણ પાપને જ કરે.” કચે। વિવેક?
“ એક મુત્સદી ભેજુ જે વિવેકના આશ્રય લઇ રાજદ્વારી પ્રપંચમાં ફાવી જાય છે, એક વૈજ્ઞાનિક ભેજુ જે વિવેકના આશ્રય લઈ ને નિયમેનુ' અને પદાર્થોનું પૃથકકરણ કરે છે, એક વ્યાપારી ભેજુ જે વિવેકને આશ્રય લઈને હજારા મધુઓને એ ન જાણે તેવા કિમિયાથી ભૂખભેગા કરી કરાડોની પુંજી મેળવે છે. એક સત્તાશાહી ભેજું જે વિવેકને આશ્રય લઈ ને કરોડો માનવી પર સામ્રાજ્ય ભાગવે છે; તે વિવેકની વાત હું નથી કરી રહ્યો. હું તે એ વિવેકની વાત કરી રહેચે છું જે વિવેકમાંથી જન્મતી ક્રિયા એના કર્તાને જીવાડે છે, ખીજા જીવવા દે છે. જેના હાડમાં જીવનની અને જગતની શાન્તિને જ સંચાર છે, એવા વિવેકની પ્રતિષ્ઠા, સરળતા અને શુદ્ધિ પર હશે. સદ્દબુદ્ધિ અને સહૃદયને સુમેળ એટલે ધર્મની રસિક ખિલાવટ, યામાં, દાનમાં, કર્ત્તવ્યમાં, સપ્રદાયબદ્ધ ધર્મમાં, સેવામાં, સચમમાં, તપમાં ખધામાં વિવેક જ સર્વોપરિ છે. વિવેકમળ બધાં આધ્યાત્મિક ખળાના પાયેા છે. વિવેકને ઉપયેગ અથવા જયણા (યતના) તરીકે ઓળખાવી કમાલ કરી છે. વિવેક ન હોય તે આત્મધનના ખજાને ખુલતા નથી. વિવેક અર્થાત્ ઉપયાગનાં ગજે માપતાં ગમે તે ક્ષેત્ર-પછી તે સામાજિક, આર્થિક કે રાષ્ટ્રીય ગમે તે હા-સહેજે અબાધક અની રહે છે.' ભાવનિદ્રા અને ઉપચેગ
“ જેમ છૂપી પોલિસ, ગામમાં કાણુ આવ્યુ? શા માટે આવ્યુ? અહીં કેટલા દિવસ રહ્યું ? તેણે શું કામ કર્યું? એમ તે વ્યકિતને લગતી પ્રત્યેક ક્રિયાની ચાંપતી તપાસ રાખે છે; તેમ વિકાસની ઇચ્છાવાળા સાધકે પોતે પાતામાં ખીજો કાઈ ન જાણે તે રીતે બારીકાઈથી તપાસ રાખવી જોઇએ, અર્થાત્ ઉપયેગ રાખવા ોઇએ. ઘણા કાળથી જીવ પ્રાય: ઘાર ભાવનિદ્રામાં સૂતા જ રહ્યો છે. એની મીઠી ગુલાખી નિદ્રાના લાભ લઇ કામધાદિ લુટારાએ આત્મધન લૂંટી રહ્યા છે અને ફટકા લગાત્રી રહ્યા છે. જેમ તમારા ખાહ્ય શરીરમાં ખરાબ પરમાણુએ નાકમાં ન પેસી જાય તે માટે કુદરતે નાકની અંદર વાળની ગણી રાખવાની ચેાજના કરી છે; તેમ તમારી આંતરિક રચનામાં પણ સ સ્થળે કુદરતે ‘ સેફટી વાવ ” ... રાખ્યા હાય છે–વિવેકબુદ્ધિની ગળણી આપી છે. નાકે-નાકે ચાકીદ્વારા એસાડયા છે; પણ જ્યાં ઘણી જ નાદાન વ્યકિત (ઊંઘતા) હેાય ત્યાં બિચારા ચાકીદારે શું કરે?”
સાચાં સામાયિક-પ્રતિક્રમણ
“ ખીજાની ભૂલે સહેલાઈથી જોઇ શકાય, તેટલી પેાતાની ભુલે મહુ સહેલાઇથી નથી દેખાતી નિર ંતરના ઊંડા ચિંતનના અભ્યાસ એ માટે જરૂરી છે. તમે રાગ-દ્વેષની અનેક જાતની પ્રકૃતિથી ભિન્ન છે, એવું સાક્ષીભાવે કે દૃષ્ટારૂપે જુએ. તમારું બગડેલ મનેામંદિર તપાસવા ખાતર દિવસના એકાદ કલાક ખાસ અલાયદો કાઢો. ત્રેવીસ ત્રેવીસ કલાક સુધી ઈંદ્રેચાનાં લાલનપાલનને માટે સમય કાઢી શકા, પેટનુ કરવા માટે કલાકોના કલાકા આપી શકે, તે એક કલાક આત્માની શુદ્ધિ માટે ન કાઢી શકે!? માત્ર હૃદયથી એ ઉગવુ જોઈએ. એ વાત પણ ખાસ નાંધી રાખો કે જો આજે સમય નહીં કાઢો તે પછી વ્યાજ સાથે તે સમય આપવા પડશે. તેમ કર્યા વિના એકદા છૂટકે થવાના જ નથી. પણ એટલું જરૂર કે આજે તમારી પાસે જે સાધના છે તે, તે વખતે નહી હૈાય અને તેને અંગે તમારે પસ્તાવુ પડશે. આ એક કલાક તદ્દન એકધારા જોઇએ. તેટલી ઘડી જંજાળની કફનીને છોડી દેવી જોઇએ. સ્થાન પણ એક એવુ પસંદ કરવુ જોઇએ કે જ્યાં નૈસર્ગીક આંદેલનવાળુ એકાંત હાય! વળી તમારી હાજરી અને દેહ પણ શુદ્ધ જોઇએ. તે જ સ્ફૂર્તિ રહે અને સુદર વિચારાની રસજમાવટ થાય. તમારુ આસન પણ અચળ જોઈએ; એથી ચિત્તની એકાગ્રતામાં વેગ મળે. ગમે તેટલાં પ્રિય, સુંદર અને માહક પાર્થનાં પ્રલેાભને આવીને ઊભાં રહે, પણ સંકલ્પ દઢ જ રહેવા જોઈએ. ક્રમે-ક્રમે સકલ્પના મળને વધારવું...”
જૈન કાણુ ?
“ જૈન ગુણુવાચક શબ્દ છે, જાતિવાચક નથી જ. જિન એટલે રાગ-દ્વેષના સંપૂર્ણ વિજેતા અને તેને અનુયાયી તે જૈન. આરિપુએ સાથે યુદ્ધ ખેલનાર એક અળવાન ચાહો તે જૈન.”
૧૨૨
Jain Education International
For Private Personal Use Only
જીવનઝાંખી www.jairnel|brary.org