________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ પત્નીવ્રતને આગ્રહ પણ સેવા જોઈએ. માનવતા ખીલ્યા વિના ભારત પરાધીનતાથી છૂટે અને સ્વતંત્ર થાય તે પણ સ્વતંત્રતાના સુખ તે માણી શકવાનું નથી, તે ખાતરી રાખવી.” ધર્મને નામે પશુવધ એ ઘર અધર્મ છે !
“એક કાળે જે ધર્મ હોય છે, તે જ કાળાંતરે અધર્મરૂપ બની જાય છે. જંગલી લેકે પણ હવે તે સમજી ગયા છે કે દેવી કે દેવ એ જે પ્રાણીમાત્રનાં માબાપ હોય તે નાના કે મોટાં બધાં પ્રાણી એમને બાળસમાં જ હોય! એ એક બાળકને હાથે બીજા બાળકને મારવાનું કેમ કહે? એ અક્ષરશ: સત્ય છે કે માણસ પોતાની સ્વાદલપતા (ઇત્યાદિ) પિષવા ખાતર દેવ-દેવીનું ઓઠું લઈ આવું પૈશાચિક તાંડવ ખેલે છે. કઈ પણ શાસ્ત્રીય ગ્રંથે પશુબલિ કે નરબલિનું વિધાન નથી કરતા, એ ભાગ્યે જ કહેવાનું હોય. વેદના વાસ્તવિક અર્થોને, તેનાં રહસ્યોને નહિ જાણવાથી જ પરિણામ હિંસામાં આવ્યું છે. “કુરાને શરીફમાં (પણ) કેઈ આજ્ઞા નથી કે ઇસ્લામને નામે હિંસાનું વિધાન કરી શકાય, અને ન જ હાય; કેમ કે સત્ય એ સત્ય જ છે. મને એ ભારે આશ્ચર્ય થાય છે કે ઇલામીનું હૈયું હજ (તીર્થયાત્રા) વખતે લીલા દાતણની સળી પણ કાપતાં દુખાય છે તે જ ઈસ્લામી બિરાદર ઇદને દહાડે કરોડોની સંખ્યામાં બકરાંની કતલ ઠંડે કલેજે કેમ સહી શકે છે? પણ જ્યાં લગી માણસ માનવતાને માર્ગ નથી, ત્યાં લગી તે આવા અનર્થ કરી રહ્યો છે. અનર્થ અનર્થ માને કે લે છે ત્યાં લગી ઉગરવાને આરે છે, પણ જ્યારે ધર્મને એકે જ માણસ અનર્થ કરે છે ત્યારે તે એ ભારે અક્ષમ્ય થઈ પડે છે. આ ધર્મ અને જીવન
ધમ હોય ત્યાં ઝગડા ન હોય, વૈભવ-વિલાસ ન હોય, હિંસા ન હોય. ધર્મના નામે વિશુદ્ધ પ્રેમ, અહિંસા, સંયમ અને ત્યાગ હોય. યાદ રાખજો કે ધર્મને શીખવાનું કે કેળવવાનું સ્થાન ધર્મ સ્થાન ભલે હોય, પણ આચારનું સ્થાન તે જીવન છે. જયાં જયાં તમારું જીવન હોય ત્યાં ત્યાં તમારા જીવનને ધર્મ હોવો જ જોઈએ. આ રહસ્ય સમજ્યા પછી માણસ માનવતાની ભૂમિકામાં થઈને સભ્યત્વની ભૂમિકા ઉપર પહોંચે છે. અહીં પરોપકાર અને અર્પણુતા બને અંગે ખીલી ઊઠે છે, પછી પણ ધર્મ જુદા – જુદા હશે, અને અંતરંગ ભૂમિકાએ પણ ઊંચી-નીચી વિવિધ પ્રકારની હશે, છતાં માનવ-માનવ વચ્ચે માલિક-ગુલામની, સત્તાધીશ- સત્તાધીનની તથા ધનવાન-નિર્ધાન વચ્ચેની દીવાલ નહીં હોયસૌ હાથોહાથ મેળવી સહકારભર્યું જીવન જીવી રહ્યા હશે.” નિષ્કામ સેવા
ભગવાન મહાવીરને નિષ્કામ સેવા ખૂબ પ્રિય હતી. તેમણે સાધુ અને શ્રાવકને ઉદ્દેશીને ખાસ કહ્યું છે કે તમે આ લેકમાં બદલાની આશાએ ધન, માલ, આબરુ, ઈજજતની લાલચે સેવા ન કરજે, પણ તમારા આત્માનું હિત સમજીને કરજે સેવા લેનારને લાભ થશે, પણ એને સાચે લાભ તો સેવા કરનારને થાય છે. સમજપૂર્વકની નિષ્કામ સેવા આત્માની શુદ્ધિ કરે છે. આથી જ આંતરિક તપમાં સેવા અથવા વૈયાવચ્ચનું સ્થાન છે. કુદરતના નૈસર્ગિક રાજયમાં જ્યાં નજર નાખો, ત્યાં એવી નિર્વ્યાજ સેવાના જવલંત આદર્શ પડ્યા છે.” જયંતી ઊજવવાનો હેતુ
વરતુતઃ વ્યક્તિની જન્મજયંતી વ્યક્તિને લીધે ઊજવતા નથી, પણ વ્યક્તિને અનંત ઉપકારો અને સદગુણોને અનુલક્ષીને આપણે જયંતી ઊજવવી જોઈએ.” જન્માષ્ટમી અને પાલન
જ્યારે માનવ સમાજમાં વિકાસની તીવ્ર ભૂખ જાગૃત થાય, ત્યારે જ ભગવાન-કેટના ઉત્તમ પુરુષે જગતના કેઈ ને કોઈ (ઉચિ1) કેન્દ્રમાં તૈયાર થતા હોય છે. ભારતના કેઈ દુઃખદ કાળે આ ભારતની પ્રજા વહેમ, રૂઢિ અને અજ્ઞાનતાથી પીડાતી હતી, ત્યારે તેવા સંગે વચ્ચે ભગવાન કૃષ્ણનું આગમન થયું હતું. ગોકુલઅષ્ટમી ઊજવવા માટે હવે તો તમારે ઘેર-ઘેર ગોકુળ વસાવવા પડશે. પાલન-ગૌશાળાની સંસ્થામાં તમારું ધન રોકો અને ગોપાલક (કૃષ્ણ)ની સાચી ભક્તિ બજાવે ટીલું કરી લેવાથી, કૂદકા મારવાથી કે ચૂરમાના લાડુ ખાવાથી જન્માષ્ટમી નહિ ઊજવાય! હું તો માનું ૧૨૦
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org