________________
પૂજ્ય ગુરૂદેવ વિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ભિન્નતામાં સર્વનાશ છે. એકતામાં સર્વસ્વ છે. એક અંકેડે જેમ બીજા અંકેડાથી છૂટો પડી જાય તો એનું બળ (નાના) એકમમાં આવી સીમિત બની રહે છે, તેમ એક વ્યકિત સમાજની હુંફથી પૃથક થઈ જાય છે તેનું બળ તેટલું જ ઘટી જાય છે. સંઘબળ વધે તે સમાજમાં કેટલી સુખશાંતિ વધે? જ્યાં સંઘબળ હોય ત્યાં લેશમાત્ર ભય ન હોય, પણ જ્યાં સંગઠન બળ ઓછું છે, ત્યાં ચારે બાજુ ભયનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. સંઘ – સમાજના સંબંધમાં કહ્યું છે, તેવી જ રીતે દેશ અને વિશ્વ સાથે પણ આખરે ઐકય સ્થપાયે જ છૂટકો છે; પણ એક ડગલુંય આજે જેણે નહીં ભર્યું હોય તે, આવતી કાલે લાંબી મજલ ચાલવા માટે નાલાયક જ ઠરશે.” આર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મ
“જે દેશમાં પ્રજાને માબાપ તરફથી સંસ્કારો મળતા હોય, સુયોગ્ય કેળવણી મળતી હોય અને સુરમ્ય વાતાવરણ હોય, તે દેશની પ્રજા શિષ્ટ અને સંસ્કારી થાય. પ્રથમ તે હિંદને જડ સંસ્કૃતિથી દૂર રાખી નિર્ભેળ આર્યસંસ્કૃતિને પિષણ મળે તે પ્રકારની શિક્ષણપ્રણાલિકા જવી જોઈએ. અને પાય વિષયને વિદેશી ભાષામાં સ્થાન આપવાથી જે મહાબે જે વિદ્યાથી એના મગજ પર પડે છે તે હળવે થે જોઈએ.
આર્યસંસ્કૃતિનું દયેય આત્મમુક્તિ હતું. હિંદનું અંતરંગ ચેય આત્મસ્વાતંત્ર્ય હતું. એટલે એનું ચણતર જ એ રીતે થયું છે. એણે બીજા દેશને હડપ કરવાની ઓહિયાં નીતિ (કદી) સેવી નથી. અન્ય રાષ્ટ્રોની પીડિત અને અંત્રસ્ત પ્રજાને પ્રસન્નારસ પાયા છે. સારાંશ કે હિંદુ ધરમૂળથી શાંતિપ્રિય હતું. વૈભવ, વિલાસ અને રાગરંગની દુનિયા કરતાં એને સાદગી અને સંયમ વધુ પ્રિય હતાં. મુગલોના આક્રમણ પછી આર્યસંસ્કૃતિના આદર્શોને ભારે ધક્કો પહોંચે છે એમ કહેવું જોઈએ; પણ યુરોપીય સત્તા પછી તે જાણે એના મૂળમાં જ કુહાડે પડે છે, એમ સંસ્કૃતિને ઈતિહાસ કહે છે. વિદેશીઓના સંબંધ પછી ત્યાંના સાહિત્ય દ્વારા જે ઢબની કેળવણી અપાય છે તે કેળવણી વાળે છે. એમના ઝગઝગાટમાં ભાન જ ભુલાઈ ગયું છે. એમાં આપણી નબળાઈ અને ત્યાંનું શિક્ષણ (એમ) દોષ બને છે. તે લેકે પાસેથી તે ઘણું શિખવા જેવું છે. પણ આપણે નકકર સદ્દગુણને બદલે ઉપર ભભક જ લીધે. ટાગોરસમા સંસ્કારમતિ કળાકારોનાં નયનાટકો પ્રજાના નિર્દોષ પ્રમેદસ્થાન હોય. એ સમજી શકાય સંચાલક કે કલાકારોમાં સંસ્કૃતિવિકાસના ધ્યેયને છાંટોય ન હોય ત્યાં શી દશા થાય? નાટયગૃહો કે સિનેમા એ માત્ર લોકરંજન કરી નાણું કમાવાના જ પ્રગો થઈ ગયા છે; તેથી એ કળાને ઓઠે બતાવાતા દમાં એક દષ્ટિએ ભયંકર જોખમ છે. કળા ચારિત્ર ખાતર છે. ચારિત્ર વિના કળા શેભે નહીં. કળા ભલે ગમે તેટલી સુંદર હોય, પણ એના દશકમાં ચારિત્રની ભૂમિકા જોઈએ. સિનેમાથી થતે આંખનો છે અને હજારોનું પાણી ભલે ક્ષમ્ય ગણાય, પણ ચારિત્રની દષ્ટિએ આંખમીંચામણું ન ચાલી શકે. સંતતિ નિયમનને સાચો ઈલાજ કેવળ વિકાર ઉપર સંયમ રાખવો, એટલે કે વિકારી ભાવના પર કાબૂ રાખ તે છે. પ્રજોત્પત્તિના હેતુ સિવાયને સંગ એ કેવળ વિકાર છે, પાપ છે અને અધોગતિનું મહાકારણ છે.
ઉપરાંત હરામની વૃત્તિ એટલું સમજવા જ નથી દેતી તેથી એ બધા શરમજનક વ્યવહારને પરિણામે પ્રજા બેકાર તેમજ આંતરપીડાથી ઘેરાતી જાય છે અને વિકાર સાથે નીતિષ્ટતા - હરામવૃત્તિની પ્રબળ લાલસા વચ્ચે જ જાય છે.
ગુલામ થઈ નાહકના લગ્નખર્ચા કરે છે. ક્ષણજીવી નામના ખાતર મેળાવડાઓ અને ધામધૂમે પાછળ હજારોનું પાણી કરે છે. ત્યાં મારા દેશબંધુઓની શી દશા છે એનું એને ભાન રહેતું નથી અને રહે તે ય સમાજમાં (ખોટાં) મહેણાંટોણાં આગળ સ્થિર રહેવાની જાહેર હિમ્મત કે શક્તિ નથી. મધ્યમવર્ગની એવી દશા છે કે “ખાવાનાં સાસાં અને હાથ ખખળ.” એટલે અનીતિને માર્ગ, કાં તે આપઘાત. સ્ત્રીઓ પુરુષને બરાબર માર્ગદર્શક થઈ પડે છે; પણ એની આંખ હજુ આગળ ગઈ જ નથી. પ્રથમ તો બાળાઓને બ્રહ્મચર્યની અને ગૃહજીવનની ખરેખરી તાલીમ મળે તે માટે કેવળ સંસ્કારી બેનની સીધી દેખરેખ નીચે ચાલતી સંસ્થાઓ નિભાવવી જોઈએ. ગૃહસ્થાશ્રમમાં પડવા ઈચછનાર યુવાન-યુવતીને ઓછામાં ઓછા વીસ વર્ષ બ્રહ્મચર્યની તાલીમ લીધા પછી જ પરણવાનો અધિકાર મળવો જોઈએ. કૌટુંબિક, સામાજિક કર્તવ્યપાઠો વર્તન દ્વારા વ્યવહારુ મળવા જોઈએ. એક પતિવ્રતની જેમ એક પ્રવચન પરિમલ
૧૧૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org