SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ - - - }પૂજ્ય ગુરૂદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સામાજિક પાપ, વારસાથી મળેલાં પાપ અને વ્યકિતગત પાપ; એ ત્રણે પાપને પખાળવાનાં છે. એ પાપે માત્ર પાણીથી કે વાણીથી નહીં દેવાય, એને માટે તે પસીને વાળ પડશે; અને પસીનાથી પણ નહીં દેવાય તે અંતર નિચાવીને પણ હૈયે જ છૂટકે.” સ્વધર્મને નિર્ણય મનુષ્ય પોતે જે આશ્રમમાં, જે સ્થાનમાં કે ભૂમિકામાં રહ્યો હોય તે આશ્રમનું જે કર્તવ્ય હોય, તે અનુસાર તે એ સ્વધર્મનું મુખ્ય માપ છે. પરંતુ માને કે એકી સાથે બે કર્તવ્ય આવી પડે તે? દા. ત. એક ગૃહસ્થને એક બાજુ પોતાનાં માતા-પિતા, સ્ત્રી, પુત્ર કે ભાઈ બીમાર હોય, બીજી તરફ શ્રવણ-પૂજાપાઠ વગેરે નિયમોને સમય થયો હોય ત્યારે મા-બાપ વગેરેની સેવાને ધર્મ એ એનું પ્રથમ આચારમાં મૂકવાનું કર્તવ્ય છે. પણ એમાં ઘૂણા કે બેદરકારી સેવીને તે દેવળમાં ધર્મકરણી કરવા જાય કે જાપ જપવા જાય તો એવો મનુષ્ય, સ્થૂળ રીતે ધર્મ પાળતે દેખાય; પણ ખરી વાત તો એ છે કે એણે સ્વધર્મને હ ગણાય! કારણ કે એની ભૂમિકા જેમાં પ્રથમ કર્તવ્ય જનસેવાનું હતું. એ કર્તવ્ય બજાવવું એની વૃત્તિને ઊંડે ઊંડે અકારું થઈ પડયું હોવું જોઈએ. એટલે એણે ઊંચા ધર્મને એઠે પોતાની શિથિલતા છુપાવવા આ પ્રયત્ન કર્યો લેખાય. એ માણસ તે બેય બગાડે છે. તે આધ્યાત્મિક ધર્મ અધિકાર વગર પચાવી શકે નહીં; અને કર્તવ્યધર્મ ચૂકીને સ્વધર્મ ગુમાવી બેસે. પહેલી ચોપડીને ભણનાર, પહેલી પાકી કર્યા વગર પાંચમી કરવા જાય તે બેય કાચી રહે.” સંન્યાસસાધના (આખરે તો) સંન્યાસ (પણ કાંઈ) અતડે માર્ગ નથી; એ તે મહજન્ય સંબધે માત્રથી મોહબંધન ખસેડી (બધા) સંબંધને સુસંબંધ કરવા માટેની એકાંત સાધના છે. એનું પાત્ર આખું વિશ્વ હોય, અમુક જ ન હોય. જે સ્થાનના સંબંધમાં નિર્બળતા ભળી હોય તે સ્થાનના સંબંધમાંથી નિર્બળતા ટાળવા માટે તે સ્થાન એક વાર તે ઈચ્છાઓ કે અનિચ્છાએ તજવું જ રહ્યું.” ધર્મયુકત વ્યવહાર જે વ્યવહાર આમલય વિનાનો, ધર્મ યુકત ન હોય તે ખરો વ્યવહાર જ નથી; એ અસદ વ્યવહાર છે. સમજણુભય જીવનની એક પણ ક્રિયા એવી નથી કે જેમાંથી માણસ ધર્મને જુદે તારવીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે. પણ જેને ખરું જીવન જીવવું છે તેનામાં ધર્મ તો ઓતપ્રેત હોય. એના માટે જ આ બિના છે. જે મરવાની આળસે જીવે છે, તેની આ વાત નથી. એક માણસ ભલેને ગૃહસ્થાશ્રમને વ્યવહાર ચલાવતો હોય, પણ જે આત્મલક્ષી, શ્રેયાથ, સત્યનિષ્ઠ અને બ્રહ્મચર્યપ્રેમી હોય, નિષ્કપટી હોય અને સેવાભાવી હોય તે તે મહાપુણ્યશાળી છે અને ધર્મમાર્ગ ધપી રહ્યો છે; એમ જાણવું.” જુવાનીમાં જ ધર્મપાલન “ખરી વાત તો એ છે કે, જુવાનીમાં જ સમજણ અને શકિતપૂર્વક કામના (વાસના) ની સાથે યુદ્ધ ખેલવું જોઈએ. કામના ઘટાડવી એનું જ નામ ધર્મ. અંતરમાં રહેલી ઈચ્છાઓને નિરોધ કરે એનું જ નામ તપશ્ચર્યા. યૌવનમાં જેણે સ્વાદ ત હોય, એને વૃદ્ધાવસ્થામાં ખૂબ ખાવાનું કે સ્વાદ કરવાનું મન ન થાય કે ભાગ્યે જ થાય. કેવી મોજ !...” માનવતાને વિદ્યાથી કઈ એક વચન સંભળાવે કે ચાર ચેડે અને પાછું ગાંઠે બાંધી રાખે અને કહે-“હે ભગવાન! કયારે વખત આવે કે હું એના માથામાં મારુ ?? ભગવાન કયાં એને બંધાયેલે છે? પણ પોતાની જાતને આ ઘરકમના બંધને બાંધે છે, તેનો એવા જીવને ખ્યાલ આવતો નથી. સોના-હીરાના હાર અને મોતીની માળાઓ પહેરવાથી કંઈ ઊંચી ભૂમિકા છેડી જ ગણાય છે? મનુષ્યમાત્રને આ પાઠ તૈયાર કરવાના છે. (બીજી) પરીક્ષાઓમાં ૧૧૪ Jain Education International જીવનઝાંખી For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy