________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ ૧/૩ (૩૩ ટકા માકર્સ) મળે તે ય પાસ થવાય, પણ અહીં તેમ નથી. જેવી લાયકાત તેવા જ માકર્સ મળે, અને તે પ્રમાણે જ આગળ વધાય. આ વિદ્યાર્થીમાં (સાચા ધર્મ કે આધ્યાત્મિક માર્ગના શીખાઉમાં) ક્રોધ, મિથ્યાભિમાન, માયા, લોભ અને આસકિત ન રહેવાં જોઈએ. આદર્શ મય જીવન ગાળવાનું હોય.” ધર્મ જીવનવ્યાપી હેવો જોઈએ
“ધર્મ એ કાંઈ દેવળ, મસ્જિદ કે મંદિરમાં જ પુરાયેલી ચીજ નથી. એ તે આપણુ અણુએ અણુમાં રહેલો સ્વાભાવિક ગુણ છે. અને એમજ છે તો પ્રત્યેક ક્રિયામાં ધર્મને ઉતારવા માટે જેમ વિચાર જોઈએ તેમ શક્તિ પણ જોઈએ. એથી જ મહાપુરુષોએ ગાયું:
હરિને મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને;
પરથમ (પહેલાં) મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને” જેને મરવાને ભય ન હોય, આટલી તૈયારી હોય તે જ ધર્મને ખાતર, સત્યને ખાતર, ટેકને ખાતર કે જનસેવા ખાતર મૃત્યુને સ્વીકારે. ધર્મમાં વાણિયાવટના હિસાબ ન હોય. નિસ્વાર્થભાવ અને કર્તવ્ય ખાતરની જીવન - અર્પણુતા જ ધર્મ પળાવી શકે.” વૃત્તિ વિજેતાને પાપ અડી શકતું નથી!
“ મહાપુરુષોએ ફરી કરી કહ્યું છે કે વીર્યહીન અને પામરને જ પાપ વધુ મુંઝવે છે. જે જાગૃત અને વીર મ છે, તેને પાપ તો અડી પણ શકતું નથી. કારણ કે તે વિવેકપૂર્વક જ પગલું ભરે છે. આથી તમે સમજ્યા હશે કે શરીરબળે જાડે, તગડો કે સાજો તાજો એ વીર નહીં, પણ વૃત્તિનો વિજેતા તે જ વીર છે.” જયાં મરદાનગી ત્યાં જ માનવતા!
મારા વ્યાખ્યાનને સાર તે એ છે કે હિંદુ હો કે મુસલમાન હો, પણ જયાં નરી પામરતા છે કે નરી ધર્મઝનૂની પાશવિકતા છે, ત્યાં શુદ્ધ માણસાઈ - ઈન્સાનિયત- છે જ નહીં. અને જયાં શુદ્ધ માનવતા નથી, ત્યાં ધર્મ તે ટકે જ શાને? પશુબળ કદી આત્મબળને જીતી શકે જ નહીં. એક તરફ ધર્મને નામે અત્યાચાર હતું, જ્યારે બીજી તરફ ધર્મને નામે મૂર્ખતા હતી. આ બને તત્ત્વમાં ધર્મની વિકૃતિ હતી. આવું ધતીંગ જોઈ વેદધર્મના હજારો રૂઢિચુસ્તના વિરોધ વચ્ચે મહર્ષિ દયાનંદે પોતાના મૂળ ધર્મને ચાહનારને અપનાવ્યા.” ધાર્મિક સહિષ્ણુતા
“હિન્દુની બેન–બેટીના અપહરણને ઈસ્લામી બચ્ચે પિતાની બેન–બેટીના અપહરણ તુલ્ય લેખે. એ જ રીતે ઈસલામી બચ્ચાની બેકારી કે હઈશા જોઈ હિંદુ ભાઈને ગાદી-તકિયા કે મોટર ૫૨ મહાલવાનું મન કેમ થાય? આ સ્થિતિ જે લાવવી હોય તે બન્ને પક્ષના દીર્ઘદશી પુરુષોએ નિકટ આવવું જોઈએ. સ્વાર્થ ત્યાગ અને સહનશીલતાથી જ માનવતા દીપે છે.” સ્ત્રીઓમાં મરદાનગી
મરદાનગી પુરુષમાં જ હોય, સ્ત્રીમાં ન હોય, સ્ત્રી તે અબળા કહેવાય, એવા ભ્રમમાં તમે રહેશે નહીં. જે કે સ્ત્રી અને પુરુષના દેહબંધારણ અને પ્રકૃતિમાં ધૂળ ફેરફારો તો છે જ, અને એ ફેરફારોને લીધે કાર્યક્ષેત્રમાં પણ અંતર રહે છે, છતાં એ કાર્યક્ષેત્રનું અંતર તો ઊલટું અને જાતિને પરસ્પર સાધક છે એટલે એ દષ્ટિએ કોઈ ઊંચું નથી, તેમ નીચું પણ નથી. મનુષ્યત્વના, સુશિક્ષણના અને મોક્ષના બનેને સમાન અધિકારે કુદરતી છે જ.” ધર્મોમાં ભેદ શાને?
“મારી દષ્ટિએ તે ગમે તેવા વિરોધી ગણતા સંપ્રદાયના સંબંધમાં આવવું એ તે જીવનની લહાણ છે. ખરું જોતાં ભારતભરમાં પ્રચલિત બધા ધર્મોના સિદ્ધાન્તમાં જે વિરધીભાવ દેખાય છે, તે ભેદદષ્ટિના છે. વિષમ (એવા) પ્રવચન પરિમલ
બોટ માલી મારા
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org