________________
(પુજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બોધરૂપ અગ્નિને વેગ જરૂરી છે. જેમ જેમ માણસાઈ વધતી જાય, રજોગુણ સાથે સર્વગુણ ભળે, તેમ-તેમ સ્વાર્થનો ત્યાગ કરતો જાય. પિતાના અંતર તરફ ચિત્ત વળે, કમેક્રમે મિત્રાદષ્ટિ અને તારાદષ્ટિ પ્રગટે, ત્યારબાદ “બલાદષ્ટિ” અને પછી “દીપ્રાદષ્ટિ” પ્રગટે. અહીં (એ ઘસંજ્ઞાથી ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીપ્રાદષ્ટિ સુધી જૈન પરિભાષા પ્રમાણે) પ્રથમ ગુણસ્થાન હોય છે. પણ જ્યારે પાંચમી રિથરાદષ્ટિ પ્રગટે છે ત્યારે આત્મભાન (સ્પષ્ટ) થાય છે. જ્યાં સુધી ઇન્દ્રિ ઉપર, વિષય ઉપર વિજય ન મેળવાય ત્યાં સુધી તે ખરા અર્થમાં જિન નહીં; પણ જે માણસ વિષય-કષાય ઉપર વિજય મેળવી વિજેતા જેવું આચરણ કરતો હોય, તે જ ખરો જૈન છે. પછી તે ગમે તે સંપ્રદાયને કાં ન હોય ? જાહેર હિમ્મત આવે, ન્યાયમાર્ગે જીવન ચલાવે, દુઃખ સહીને પણ પરનું (બીજા પ્રાણીઓનું રક્ષણ કરે, એને આત્મનિરીક્ષણની લગની લાગે, સત્ય અને અહિંસાનો આશક બને, સમય અને શકિતને દુર્વ્યય કરે નહીં, એ ન બોલવા જેવું બોલે નહીં, ન આચરવા જેવું કદી આચરે નહીં, પછી પિતાનું ગમે તે થાય. (જૈનદષ્ટિ પ્રમાણે) તે સાચે માર્ગાનુસારી બને. તેને ખરી વસ્તુ રુચે ને ખરી વસ્તુનો તે અધિકારી બને. ટૂંકમાં, તે પવિત્ર અને શુદ્ધ બને. આટલી ભૂમિકા આવ્યા પછી જ એ આધ્યાત્મિકતાને અધિકારી બની શકે.” ધર્મપદેશકેની ફરજ
“ સનાતનતાને હા ધરાવતા દેશની પ્રજાને સભ્યતાનો પાઠ પણ શીખવો ૫ડે, એ કેટલી શરમની વસ્તુ છે !... આમાં મુખ્ય ખામી અમારી-ઉપદેશકની જ છે. ઉપદેશ દેનાર સાધુને દેશનું, લેકેના સ્વભાવનું, ક્ષેત્રનું અને કાળનું જ્ઞાન હોવું જોઈએ. તે જ તે માણસ કેણ છે, કે છે, તેમનાં સ્વભાવ અને માનસ કેવાં છે, તેમનું શું દઈ છે અને શું દવા આપવી જોઈએ? તેને પૂર્વવિચાર કરીને ધર્મોપદેશ આપે તો જ ફળદાયી થાય. ગાંધીજીનો દાખલો લઈએ. એને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી સહુ કોઈ માથું નમાવે છે. એમાં ખરી વાત એ છે કે, એમાં દેષ અમારે છે. જેને જે આપવું જોઈએ તેને તે અપાતું નથી. સમાધાનપૂર્વક વ્યવહારુ માર્ગ બતાવનાર, હૃદયની ગૂંચ કાઢનાર, અંતરના બળતાને બૂઝાવનાર એવા સતપુરુષો-અનુભવીઓના તોટા છે. તેમ સાચા જિજ્ઞાસુઓ કે મુમુક્ષુ શ્રેતાઓના પણ તોટા છે.” સંસ્કારેની અસર
“જિજ્ઞાસુવર્ગને હું ફરી ફરી કહું છું કે જરા નયન બોલો, જાગો અને જીવનનું કાર્ય આદરે. અન્તઃકરણમાં નકામી ભરી રાખેલ ચીજો, કુસંસ્કારો અને હાજતેને બળપૂર્વક દૂર ફેંકી દ્યો. દઢ સંકલ્પ કરે.
જીવન પર ત્રણ થરા સંસ્કારની અસર થાય છે:- (૧) પૂર્વકાળના પિતાના સારા કે નરસા સંસ્કારોના પિષણ-પોષણની. (૨) માત -પિતાના સારા-માઠા સંસ્કારની અને (૩) સામુદાયિક વાતાવરણમાં રહેલા સારા-માઠા સંસ્કારની. આ પ્રમાણે હોઈને ઉપર કહેલા ભગીરથ કાર્યમાં જેમ પિતાનો પુરુષાર્થ ઉપયોગી થાય છે, તેમ માબાપની ચીવટ, શિક્ષકની ઉચ્ચ કેળવણી અને સામુદાયિક સારા-નરસા આવી મળતા સંસ્કારો પ્રત્યે જાગૃતિ. એ ત્રણ પ્રકારે જીવનનું ઘડતર થાય છે. સંસ્કારોમાં સારામાંથી માઠું અને માઠામાંથી સારું એમ સંક્રમણ થઈ શકે છે. એને આધાર એ માટેની બેદરકારી કે ચીવટ પર રહેલ છે. કોધ, માન, મગરૂરી અને ઈષ્ય તેમ જ દ્રષના ગાઢ સંસ્કારોએ અંગત અને સામાજિક જીવન ઉપર ગંભીર અસર કરી મૂકી છે.” સંસ્કારની શુદ્ધિ
આજે સંસ્કારની શુદ્ધિ પાછળ જેટલું મહત્વ નથી અપાતું, તેટલું બાહ્યશુદ્ધિ પર અપાય છે અને આ જ ભાવનાએ માનવને માનવ મટાડી પશુ કરી દીધો છે. તે શૂદ્રોને અડકવામાં પાપ માને છે, પોતાના જ માનવ બિરાદરથી અભડાઈ જાય છે, વળી શાસ્ત્રોનું ઓઠું લઈને તેની સાખ આપે છે; કેવી વિચિત્રતા ! શાસ્ત્રકારો તો સ્પષ્ટ ભાખે છે કે મનુષ્ય અછૂત નથી, પણ માનવમાં ઘર કરી રહેલ વિષયાંધપણું, અંધસ્વાર્થ, કેપ, મિત્રહ, વિશ્વાસઘાત જેવા દુર્ગુણોથી માણસ ખરાં અસ્પૃશ્ય જેવા- ચાંડાલે જેવા બને છે. આ કહેવાતા હેડ-ભંગી તો તમારી સાચી સેવા કરનાર છે. મનુષ્યત્વ આવ્યા પછી જયારે ભાન થશે, ત્યારે આજનાં સેંકડે માઠાં આવરણ પ્રત્યે, મૂર્ખતા પ્રત્યે વારંવાર રડવું આવશે.
પ્રવચન પરિમલ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org