________________
પજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ હોઈ શકે. જીવનરહસ્યને જેણે જાણવું હોય; તેણે “હું શરીર નથી પણ આત્મતત્વ છું.” એ જાતની સંપૂર્ણ શ્રદ્ધા પ્રગટાવવી જોઈએ. ત્યારે પોતે પિતાને પિછાને છે, ત્યારે જ તે બીજાને પિછાની શકે છે અને તે મનુષ્યને જ પ્રભુ (સત્યભગવાન) ની ઓળખ થાય છે. એ માટે તે માનવને કેટલે આત્માગ આપ પડે છે અને જીવનની શુદ્ધિ માટે કેટલીય વહાલામાં વહાલી ચીજને જતી કરવી પડે છે. સત્યની પ્રાપ્તિને કુળ સાથે સંબંધ નથી; પણ ગુણ અને સુસંસ્કાર સાથે સંબંધ છે. ઊંચ-નીચનું ધોરણ જન્મથી નહી પણ ગુણથી આંકવું જોઈ એ આપણુ દેશમાં દર વર્ષે હજાર વિદ્યાર્થી ઓ બી. એ , એમ. એ. ની પરીક્ષામાં પસાર થઈ બહાર પડે છે, પણ માનવતાની પરીક્ષામાં પાસ થનાર જવલ્લે જ મળશે. આ બધું શું સૂચવે છે? આપણે જીવનરહસ્ય શોધવાને બદલે, વધારે રહસ્યમય જીવન બનાવી રહ્યા છીએ. માનવતા એ જીવનરહસ્ય સમજવાની અણમોલ ચાવી છે.” માનવતાને અધિકારી
હવે હું માનવ છું, આ વ્યવહાર મારાથી ન થાય, મને ન શોભે, એ વિચાર પૂર્વના પાશવી સંસ્કારોને લીધે એને નથી આવતા. તેથી જે સાપને તારવા માટે મળેલાં છે, તેનો એ સદુપયોગ કરી શકતો નથી. કારણ કે અજ્ઞાનતાને લીધે પોતાને (પતે) ભૂલી ગયો છે. માણસ શરીરને જ “હું” માનીને સર્વ ક્રિયા કરે છે. શરીર અને તેને ઉપયોગી વસ્તુની સંભાળ રાખે છે; પણ પિતાને ભૂલી ગયો છે. એથી જ એમ કહે છે કે, અમે ક્ષત્રિય, અમે બ્રાહ્મણ, અમે વાણિયા. આ શુદ્ર, એનાથી અમે વટલાઈ જઈએ, અભડાઈ જઈએ; પણ એને ખબર નથી કે અમે બધાય આત્મા એક છીએ. સાચા ધમરે પણ ત્યાં સંભવ છે. શ્રવણ પણ તે જ કરી શકે અને પછી જ શ્રધા પ્રગટે અને શ્રદ્ધા પછી સંયમ હોય. ચેતન વિના દેહ જેમ શૂન્ય છે, તેમ માનવતા વિના ધર્મ શૂન્ય છે
માણસ હોય પણ તેનામાંથી પશુને સ્વભાવ છૂટી ગયે ન હોય, જેને પારકાનાં દુઃખને ખ્યાલ ન આવે તે શરીરે ભલે માણસ હોય છતાં પણ માણસાઈવાળો માણસ નહીં કહેવાય. તે નરપશુ કહેવાય; લેકે ધાર્મિક ક્રિયા
, છતાં તેમાં સફળતા નથી મળતી, તેનું કારણ આ પાશવી સંસ્કારોનું ગાઢ અસ્તિત્વ છે. મનુષ્ય શારીરિક દઈને નાબૂદ કરવા જેટલી ચિંતા સેવે છે અને ઉપાય કરે છે, તેમાંની થેડી પણ ચિંતા પ્રકૃતિની જડતા અને તેના દે કાઢવા કરાતી નથી. એટલે સર્વથી પ્રથમ સમ્યગ વિચારારા પાશવતાના સંસ્કારો દૂર કરવાની જરૂર છે. એ ક્રિયાને “ક્ષેત્રવિશુદ્ધિ” કહેવામાં આવે છે. માણસાઈ આવે છે ત્યારે બીજાનું પચાવી પાડવાની નીતિને બદલે ભલમનસાઈ સહેજે આવે છે. એ હમેશાં ભક્ષણ કરવામાં નહીં, પણ રક્ષણ કરવામાં મોટાઈ સમજે છે. એના દિલમાં રક્ષણ કરવાની ભાવના સ્વયં પ્રગટે છે. એ માને છે કે મારું બળ અને સાધન નબળાં કે સાધનહીનની સેવા માટે છે અને હેરાન કરવા કે પજવવા માટે નહીં. મનુષ્યલકમાં રહેલો માણસ માણસાઈને લીધે જે ગતિમાં જવું હોય તે અથવા પિતે ઈરછે તે પ્રાપ્ત કરી શકે છે. માટે જ માનવભવને ચિંતામણિ જે કહો છે.” માણસાઈ વગરને માણસ
કર્મબદ્ધ આત્મા ગેડીદડાની જેમ રખડે છે. (તેથી) એવું અજ્ઞાન છે કે “હું કોણ છું? આ હું શું કરી રહ્યો છું? કયે માર્ગે જઈ રહ્યો છું?” એનું લેશ પણ ભાન નથી હોતું. માઠું પરિણામ આવે ત્યારે ખેદ કરે, રડે, પશ્ચાતાપ કરે અને પાછો કરતો હોય તેમ કર્યું જાય છે. જેમ દારૂનો શીરો પડે હોય પણ જે એનો ઉપયોગ ન કરીએ તે નશો ન ચડી શકે તેમ આપણું બૂરું કરનાર આપણે જ છીએ. થોડાં સુખ ભોગવવા અર્થે અનેક દુઃખના કારણરૂપ કર્મોને એકઠાં કરે અને પછી મરીને હલકી ગતિને પામે. માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી પણ મનુષ્ય જે કુળમાં જન્મ્યો હોય, જે સમાજમાં ઉછર્યો હોય તે કુળ અને તે સમાજમાં જે જે ક્રિયાઓ અથવા રૂઢ વ્યવહાર ચાલતા હોય તે તે કશા પણ વિચાર વગર ચલાવ્યે રાખવાની મોટે ભાગે તેને આદત પડી જાય છે. આને
આઘસંજ્ઞા” કહેવામાં આવે છે.” માનવતાથી આધ્યાત્િમકતા સુધી
“વિચાર-દીપક માટે સશાસ્ત્રરૂપ તેલ, વૈરાગ્યરૂપી વાટ, ચિતશુધિરૂપી ભાજન (સુપાત્ર) અને સદ્ગુરુના ૧૧૨
જીવનઝાંખી For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org