SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિષય પ. ના "લ ગુentબ કાવવય પ. નાનજી મહારાજ જન્મશતાદિતિગ્રંથ) પ્રારબ્ધ સાથે પુરુષાર્થ, કાળ, નિયતિ અને સ્વભાવ એ પાંચે પાંચ સમવા અથવા કારણે સ્વીકાર્યા વિના છૂટકો થત નથી. એટલું ખરું છે કે કયે સ્થળે, કયાં-કયાં સમવાય લાગે એ વિચારવા જેવું છે. એવી જ રીતે ભગવાન સર્વવ્યાપક છે કે નહિ તે પણ સાપેક્ષ રીતે વિચારી શકાય છે. ભગવાન સાકાર છે કે નિરાકાર એ પણ સાપેક્ષ રીતે કહી શકાય છે. લંકા સેનાની છે તે વાકયમાં પણ રૂપક કે ઉપમા હોય છે. એ રીતે સાહિત્યમાં, વાતમાં, વિજ્ઞાનમાં, ધર્મમાં તેમ જ જીવનમાં દરેક ક્ષેત્રમાં સાપેક્ષવાદ લગાડવો જોઈએ. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને ભૌતિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સાપેક્ષવાદની શોધ કરીને અને પ્રકાશ ફેંકયો હતો, પરંતુ એ શેાધની સાથે આધ્યાત્મિક વિજ્ઞાનને યોગ ન સાધવાથી આજે એ વિજ્ઞાન | વિજ્ઞાનીઓના હાથમાં પણ રહેવા પામ્યું નથી, તેવી જ રીતે શાન્તિવાદીઓના હાથમાંથી પણ તે છટકી ગયું છે. અને પ્રજાના કેઈ ઉચચ વર્ગના હાથમાં પણ રહ્યું નથી. આજે એ વિજ્ઞાન જઈ પડયું છે યુદ્ધખોર રાજ્યકર્તાઓના હાથમાં. પરિણામ જાણે છે ને? છેલા બીજા વિશ્વયુદ્ધમાં અણુવિસ્ફટ ક્રિયાનો શે અંજામ આવ્યો હતે એ કેઈથી કયાં અજાણ્યું છે ? એ અંજામ એટલે લા બે મનુષ્યનો તેમજ અસંખ્ય પ્રાણીસમૂહને વિનાશ. એ અણુવિસ્ફોટનની કિરણોત્સર્ગી જે આજે પણ મનુષ્યજાતને તેમ જ પ્રાણીમાત્રને ભયગ્રસ્ત દશામાં ધકેલી દીધા છે. માનવતાવાદી આઈન્સ્ટાઈન તેની હયાતીમાં જ એ પરિણામ જોઈને અત્યંત દુખી થયે હતે. ભારતની આર્યસંસ્કૃતિમાં ધર્મ તેમજ રાજકારણ પરસ્પરાવલંબી હોવા છતાં જરૂર પડયે હમેશાં ધર્મ જ ખરી દેરવણી આપી છે. પરંતુ જ્યારથી રાજકારણે અમુક સંજોગ અનુસાર સર્વોપરિપણું સ્વીકાર્યું ત્યારથી વિશ્વના દરેકે દરેક ક્ષેત્રમાં અપેક્ષાનો અનુબંધ છૂટી ગયે. પરિણામે આજે વિજ્ઞાનની વિવિધ શાખાઓ પણ કાચી રહી જવા પામી છે. કારણ સાપેક્ષવાદ ભલાઈ જવા. પવનપાવડી સુધી ખીલેલું ભારતનું પ્રાચીન વિજ્ઞાન છેક જ લુપ્ત થઈ જાય એ કેમ બને? અને અનેકાંતવાદ છેક જ વિસારી દેવામાં આવ્યું ન હોત તે વૈદક, જતિષ અને પરમાણુ ત્રસરેણુની વાતે નવાં સંશોધનની દષ્ટિએ છેક જ અટકી ન પડત, અને રાજકીય ગુલામી ભારતને સૈકાઓ સુધી સાંખવી ન પડત. સાપેક્ષવાદ કે અનેકાંતવાદની સાચી સમજણ જગતનાં મનુષ્યનાં હૃદયમાં સ્થપાવા પામી હોત તે નાત - જાત, વાડાબંધી સંપ્રદાયવાદ તેમ જ ભૌગોલિકવાદની સંકુચિત દીવાલે વગેરે ભયંકર ઝઘડાઓ ભારતીય પ્રજાજીવનમાં અડ્ડો જમાવીને ઘર કરી રહેવા પામત નહિ. આજે દુનિયાભરનાં રાજકારણે તેમ જ ભૌતિક વિજ્ઞાને માનવજાતની તથા પ્રાણીજગતની જે અવગતિ કરી મૂકી છે તેવી ભયંકર અવગતિને પણ આ દેશ અનેકાંતવાદનાં સાચાં શસ્ત્રની મદદ વડે ખરેખર રોકી શકત. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે સાપેક્ષવાદનું રહસ્ય તદ્દન ભૂલી જવાયું છે, એટલે અત્યારે તે માત્ર વાણીવિલાસની ભૂલભુલામણીમાં અટવાઈ રહ્યો છે. શ્રેતાનો ! સમજાય છે ? મને એ વાતનું ઊંડું દુઃખ છે. આજે જેને માત્ર જૈન કુટુંબમાં જન્મ થવાને કારણે જ જૈન બની ગયા છે. ઉદાર તેમ જ સવાંગી દષ્ટિકોણ આપણું જેન સાધુઓમાં પણ રહેવા પામ્યું નથી. તેઓએ તે પિતાનાં જૂથને ખૂબ જ સાંકડાં બનાવી દઈ, સાંપ્રદાયિકતાની જેલમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે. એવી સંકચિતતાનું શું પરિણામ આવે તે જાણે છે ? એમાંથી તે જાતિભાવના તથા નજીકના ભાઈ- ભાઈ વચ્ચે પણ વિદ્રોહ તથા વિષે જન્મવા પામે. વાડાબંધી અને સંકુચિત મનોદશાને લીધે અજાતશત્રુતા પ્રગટાવનારી પેલી પ્રસિદ્ધ ભાવના :“જ્ઞાનેમિ સવે ગીતા .... ઉત્તરે નવમ નો તેમ જ ગુણગ્રાહીપણાને લગભગ લોપ થઈ ગયો છે. એને સાચી પ્રગતિ અટકી પડી છે. આવી પરિસ્થિતિમાં સમાજવ્યાપી સડે જડ ઘાલી બેસે છે તેમાં નવાઈ જેવું કંઈ યે નથી. ધર્મ તેમ જ સંસ્કૃતિનાં મૂળિયાં ખવાઈ જવાથી આજને મનુષ્ય પાકે રૂઢિચુસ્ત અને સ્વાર્થી બની જવા પામ્યા છે. શરાબખેરી, જુગાર, શિકારબાજી, માંસાહાર, વેશ્યાગમન, લાંચરુશ્વત, વ્યવહારમાં અપ્રમાણિકતા, ગુંડાગીરી ને વ્યભિચાર–એ સઘળાંઓએ સમાજના તેમ જ વ્યકિતના જીવનમાં મજબૂત રીતે સ્થાન જમાવી દીધું છે. આવું આવું તેના જીવનમાં હોવા છતાં પણ, આજને મનુષ્ય પોતાને ધાર્મિક તેમ જ આધ્યાત્મિક કહેવડાવી શકવાની હિંમત કરે છે, એ ખરેખર નવાઈભર્યું છે, કારણ જાણવું છે? સાપેક્ષવાદની વિચારદષ્ટિને અભાવ એ જ એનું નિદાન છે. પ્રવચન અંજન Jain Education International ૧૦૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy