________________
પૂરા ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સાપેક્ષવાદ જ બીજા પ્રત્યે ઉદારતા અને પિતાના ચારિત્ર્યમાં દઢતા લાવવા પૂરે સમર્થ છે. પરંતુ આજે તેને બદલે
એમાં શું ?? એવું કહીને ચારિત્ર્યશિથિલતા અને પારકાના માત્ર દોષ જ જોવાની વૃત્તિએ જેર કર્યું છે. પરિણામે નિદા. આપછ તથા ગલીચપણા સમાજમાં ઘર ઘાવ્યું છે. સાપેક્ષવાદને જીવન સાથે સાચી રીતે જોડી દેવામાં આવે તે યોગી આનંદઘનજી મહારાજ કહે છે તે મુજબ દર્શનના આરાધક સહેજે બની જવાય અને તેમ થાય તે જિનવરના પણ સાચા આરાધક બનવામાં ઢીલ ન રહેવા પામે. એટલું જ નહિ પણ પછી તે વિશાળ દષ્ટિ થવાથી એ સાપેક્ષવાદ કે અનેકાંતવાદ જીવનનાં બધાં ક્ષેત્રે સંબંધ ધરાવતો થઈ જાય. આજના રાજકારણમાં જેની અનિવાર્ય જરૂરિયાત છે એ સહઅસ્તિત્વને ગુણ, એમ થયા વગર પ્રજાના જીવનમાં દાખલ થઈ ન શકે. ઉદાર અને વ્યાપક દષ્ટિથી જોઈએ તે વિશ્વશાંતિ માટે તેમ થવું ખાસ જરૂરી છે. ગુણ દેખાય ત્યાં પૂજા કરવી અને દોષ દેખાય ત્યાં પ્રેમ દાખવીને પણ અસરકારક તથા સચોટ વિરોધ દાખવે એવી દઢ મનવૃત્તિ કેળવવાથી જ વ્યકિત જીવન તથા સામાજિક જીવનમાં સાપેક્ષવાદનું ઓજસ પ્રગટે છે. માટે હું ફરી ફરીને અનુરોધ કરું છું કે પ્રગતિ સાધવાની અપેક્ષા રાખનારે જીવનમાં જીવન્ત સાપેક્ષવાદને અપનાવ્યે જ છૂટકો છે એ કદી પણ ભૂલતા નહિ.
Jain El 19 on International
For Private & Personal Use Only
જીવનઝાંખીery.org