________________
સંપૂજ્ય ગુરૂદેવ વિવથ પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરંતુ આજે એ મહત્વની વાત તદ્દન ભુલાઈ ગઈ છે. જેનતવજ્ઞાનમાં એ વિષે એટલું બધું લખાયેલું પડ્યું છે ને ભૂતકાળમાં તે બધું એક યા બીજી રીતે આચરાયું પણ છે કે તેનું વર્ણન કરવા બેસીએ તે પાર જ ન આવે. પણ આટલી બધી મહત્વની વાત છેક જ જાણે ભુલાઈ જવા પામી છે. એમ થવાના અનેકાનેક કારણે છે. જ્ઞાનની ઉપાસના કરનારે તેમને સમજવા બરાબર પ્રયત્ન કરવા જોઈએ. આજે કહેવાતા જૈન સાધુઓ તેમ જ શ્રાવકે શું શીખવે છે તે જાણવું છે ? અન્યધમી સાધુ પાસે જઈએ. બીજાની તત્ત્વને લગતી વાત સાંભ નમીએ તે તેઓ આપણું સમકિત ભાંગી પાડવાની વાત કર્યા કરે છે. એ જોઈને ખરેખર એક તરફ હસવું આવે છે અને સાથોસાથ બીજી તરફ ઊંડા દુખને અનુભવ થાય છે. શમ, સ વેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થારૂપી સમકિતનાં લક્ષણો એ જ નિશ્ચયષ્ટિએ સમકિત છે. એ સઘળા તો સદગણે છે. બીજાઓ પાસે જવાથી કે બીજાઓની વાત સાંભળવાથી કે બીજા પ્રત્યે સહભાવ રાખવાથી એ સદ્દગુણોનું મૂલ્ય ઊલટું વધે છે. એટલે કે તેઓ વધુ દઢ થવા પામે છે, તે પછી એમાં સમકિતને કયાં આંચ આવી, તે જ કઈ વિચારતું નથી. એવી અવળી માન્યતા રાખવી એ
એકાંતવાદનું જ પરિણામ છે. તેને સ્થાને “અનેકાન્તવાદ' સમજાઈ જાય તે સાચી અહિંસાનાં સઘળાં અંગે આપણું જીવનમાં તાણાવાણાની પેઠે વણાઈ જાય છે એ ભૂલવા જેવું નથી. એવું થાય તો પછી આખું યે જગત પિતાનું લાગે છે. સોને એ જ અપેક્ષાએ નિહાળીને પછી તે રાચે છે અને વિકસે છે. શાસ્ત્રોમાં તેમજ ઈતિહાસમાં એને લગતાં સંખ્યાબંધ ઉદાહરણે ભર્યા પહેલાં જોવાય છે.
અનુયોગદ્વાર સૂત્રમાં સાત નયની ચર્ચા કરતાં જણાવ્યું છે કે, કબાટ માટે લાકડું લેવા જાય છે તેને માટે કઈ પૂછે કે તે ક્યાં ગયો છે? ત્યારે જવાબ મળે છે કે તે કબાટ લેવા ગયો છે. માણસને આ વાત નવીન લાગે, પણ નૈગમનયની દષ્ટિએ વાત સાચી છે. કબાટને માટે લાકડું લાવવું છે એટલે એણે કબાટ લાવવાની વાત કરી તે નગમનયની અપેક્ષાએ. આમ નયવાદ પણ આંશિક રીતે અપેક્ષાને જ વ્યકત કરે છે. નિયતિવાદમાં માનનારા લો કે જે પુરુષાર્થમાં માનતા નથી હોતા તેઓને જ્યારે પ્રત્યક્ષ વ્યવહાર સાથે જોડાવું પડે છે ત્યારે તેમને પણ પુરુષાર્થ માન જ પડે છે. દાખલા તરીકે સૂત્રમાં શકડાળ કુંભારની વાત આવે છે. એ પિતે નિયતિવાદી હતો. તેને એકવાર ભગવાન મહાવીરે પૂછ્યું: “ભાઈ! આ તારા તૈયાર કરેલાં માટીનાં ઠામ-વાસણને કઈ ફાડી નાખે અથવા આ તારી પત્નીની કેઈ છેડતી કરે તે શું તે વખતે તું એમ કહે કે “જે થવાનું હોય છે તે જ થાય છે. એની સાથે મારે કંઈ લેવાદેવા નથી.” વગેરે ?” ત્યારે શકડળે જવાબ આપે : “કઈ મારા માટલાં ફેડે મારી પત્નીની છેડતી કરે તે હું તેને મારાથી બને તેટલે સામને કરું અને લડું પણ ખરો.” ત્યારે ભગવાને કહ્યું : “ભાઈ ! તે તે પછી તારો સિદ્ધાંત “જે થવાનું હોય છે તે જ થાય છે એ પેટે પડે છે.” ત્યાં પછી એ કાંઈ બોલી શકો નહીં અને ભગવાન મહાવીરની વાત સ્વીકારી. મતલબ કે જૂઠો પકડે એકાંતવાદ પણ અપેક્ષાથી સાચી રીતે સમજાય છે.
એવું જ બીજ દૃષ્ટાંત સાદેવી પ્રિયદર્શનનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પ્રિયદર્શના સંસારપક્ષે ભગવાન મહાવીરની પુત્રી થાય અને જમાલીની પત્ની થાય. અમુક નિમિત્ત મળતાં જમાલીની શ્રદ્ધા ફરી ગઈ હતી. તે એમ માનતો કે “માને એટલે કે કરવા માંડયું તેને કર્યું ન ગણાય. જ્યારે ભગવાન મહાવીરનો સિદ્ધાંત એ હતો કે “મને એ કામ કરવાની શરૂઆત કરી એટલે જેટલું થયું તેટલું તો કર્યું જ ગણાય. જમાલીના મત પ્રમાણે તેના માટે અર્થાત્ કામ પૂરું થયા પછી કર્યું કહેવાય એવી માન્યતા હતી. અહીં પણ પ્રિયદર્શને સાધ્વી જે જમાલીના મતની હતી તેને કોઈએ જાત અનુભવ કરાવ્યો એટલે તેની ભ્રમણ ટળી ગઈ. આ વાત બહુ પ્રસિદ્ધ છે એટલે વિગતમાં ઊતતે
? સાધ્વીજીને અનુભવ થયો ત્યારે તે બન્નેએ એકાંતે સ્વીકારેલો નિયતિવાદ અને જમાલીવાદ છોડી દીધે અને ભગવાન મહાવીરે પ્રરૂપેલો “પાંચ સમવાયવાદ” અપનાવી લીધો હતો. શકરાળ કુંભારનાં માટલાં કઈ ફડવા માગે કે એની સ્ત્રીની છેડતી કરે તે “જે થવાનું હશે તે થશે” એવું માની બેસી કેમ રહેવાય? તે જ રીતે પ્રિયદર્શનાની પછેડી સળગવા માંડી ત્યારે ભલે ડી બળવા લાગી, આખી બળી રહે તે જ બળી છે એ સિદ્ધાંત ભૂલ ભરેલ છે, એમ નકકી થયું. એટલે આગથી બચ્યા વિના કેવી રીતે રહી શકાય ? તાત્પર્ય એટલું જ કે અનુભવ થતાં
૧૦૮ Jain Education International
For Private & Personal Use Only
- જીવનઝાંખી
www.jainelibrary.org