________________
પં. નાનધ્યતેજી મહારાજ જમશતાGિ
કક્ષા અથવા શ્રેણિભેદ જણાવવા પૂરતા હોય તે એ વત જરૂર આદરણીય અને આકર્ષક લાગે તેવી છે. વળી દિગમ્બર જૈન તત્તવજ્ઞાન “નિશ્ચયની વાત તરફ વધુ ઢળેલું છે, પણ તેઓ ભૂલી જાય છે કે વ્યવહારમાં તે વ્યવહારની જ વિશેષતા હોય છે. ખરી વાત તો એટલી જ છે કે નિશ્ચય અને વ્યવહારનો મેળ મેળવો એમાં જ સાચા સાધકની કે ધર્મની ખરી ખૂબી રહેલી છે. એવો સમન્વય ન થાય ત્યાં સુધી સઘળું કાચું રહે છે એ રખે ભૂલતા. સમજવા જેવું એટલું જ છે કે નય નિશ્ચયની વાત સામાન્ય જનતા માટે ભાગ્યે જ ઉપયોગી નીવડે છે. સાપેક્ષવાદને એગ્ય સમન્વય સાધનાર ચોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સાચું જ કહી ગયા છે કે:
પડું દર્શન જિન અંગ ભર્યું જે, ન્યાય ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણું ઉપાસક, ષ દર્શન આરાધે રે.... જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે;
સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજના રે ડ એ ગીવરનાં આ પ્રસિદ્ધ સ્તવનમાં સર્વદર્શનની સુંદર સાપેક્ષતા દર્શાવી છે. માત્ર જેન ફિરકાઓ જ નહિ, પણ ભારતનાં અન્ય દર્શને પણ વિતરાગ જિનનાં અંગરૂપ છે એવું બતાવીને બધાયનો સમન્વય સુંદર રીતે કરી બતાવે છે. તેઓશ્રી પિતાના એક બીજા પદમાં પણ એવી જ ઉદાર ભાવના વ્યકત કરે છે
રામ કહે, રહિમાન કહે, કેઈ કાન કહે મહાદેવરી રે, પારસનાથ કહે, કેઉ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વયમેવરી રે રામ ભાજનભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી રે,
તૈસે ખંડ ક૫નારોપીત, આપ અખંડ સ્વરૂપેરી રે.... રામ આ આખા પદમાં ખૂબ અર્થગંભીરતા રહેલી છે. એનો ભાવ એ છે કે, તમે રામને, રહિમાનને, કહાનને, મહાદેવને કે પારસનાથને ગમે તેને ભજે, પણ તરવતઃ એ બધા પરમાત્માના જ જુદાં જુદાં સ્વરૂપ છે. જેમ માટલી, તાવડી, લેટે, કથરોટ વગેરે નામ ભલે જુદાં જુદાં હોય, પણ મળે એ બધી વસ્તુ માટીમાંથી જ નીપજેલી હોય છે તેમ. તે પછી જુદાં જુદાં નામથી ભડકવાની કોઈ જરૂર નથી.
ભગવાન મહાવીર પાસે ઈંદ્રભૂતિ ગૌતમ પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓશ્રી વારંવાર એ જ ફરમાવે છે કે, “આ અમુક દષ્ટિએ સાચી છે, પણ અમુક બીજી દષ્ટિએ સાચી નથી.” અમુક સંપ્રદાય કે દર્શનમાં કોઈ વસ્તુ સારી હોય છે, અને અમુકમાં કઈ વધુ સારી હોય છે, એ કયાં તમે નથી જાણતા? જેની અહિંસા સારી, ત૫- ત્યાગ સારાં તે શંકાચાર્યનું અદ્વૈત જ્ઞાન સારું, પણ રામાનુજાચાર્યને વ્યવહાર સારે ને વલ્લભાચાર્યની ભક્તિ સારી. એ જ પ્રમાણે ખ્રિસ્તીની શ્રદ્ધા સારી તે મુસ્લિમેની બિરાદરી વખાણવાયેગ્ય. સંપૂર્ણ સાધના કરવી હોય તે બધાના ઉત્તમ ગુણોને સ્વીકાર કર્યો જ છૂટકો છે.
વળી પાછા આપણે સાપેક્ષવાદ તરફ વળીએ. એકેએક વસ્તુ, એકેએક જીવ અને એકેએક વાત સાપેક્ષ છે એ કદી પણ ભૂલતા નહિ. પતિ એ તેની પત્ની માટે પતિ છે અને પત્ની એ તેના પતિ માટે પત્ની છે, પરંતુ એમનાં બાળક માટે તો એ બન્ને માતા-પિતા છે, એ સમજી રાખવા જેવું છે. એ જ રીતે એક સ્ત્રી એકની પત્ની, એકની માતા, એકની બેન, એકની પુત્રી -એમ અનેક રૂપે માલુમ પડે છે. તેવી જ રીતે એક પુરૂષ પતિ, પિતા, ભાઈને પુત્ર, મામા, માસા, કાકા, સાળા, બનેવી-એમ અનેક રૂપે હોય છે. શરીર જ્યાં સુધી ચેતન સાથે હોય, ત્યાં લગી સચેતન ગણાય. પણ આત્મા નીકળી ગયો કે એ જ શરીરને શબ તરીકે ઓળખાવાય છે એ કયાં તમે નથી જાણતા ? એક દષ્ટિએ ચેતન પિતે સાકાર અને બીજી દષ્ટિએ એ જ ચેતન નિરાકાર,
આપણે કહીએ છીએ કે અમુક માણસ વિદ્વાન છે, પણ એનાથી વધુ વિદ્વાન આગળ તે અ૯પ છે. એક મનુષ્ય રૂપાળો છે, પણ એનાથી અધિક રૂપવાન આગળ તે રૂપાળો નથી. એ જ રીતે સર્વ કઈ પ્રાણી પદાર્થ માત્ર સાપેક્ષ છે. બ્રાહમણ કે વાણિયા પણ જ્ઞાતિની દૃષ્ટિએ સાપેક્ષ જ છે. કુળની દષ્ટિએ પણ એ જ વાત કહેવાની રહે છે.
પ્રવચન અંજન Jain Education International
૧૦૭ www.jainelibrary.org
For Private & Personal Use Only