________________
પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પગલાં ભરવામાં બાધક નીવડે છે. એટલે જ એક છત્ર નીચે આવવામાં જેનોના જુદાજુદા સંપ્રદાયમાં ઘર્ષણ થયા કરે છે. બનવાજોગ છે કે જ્યારે લોકો ભૂતકાળમાં કેવળ સ્થૂળ દયાને મોખરે કરીને સંયમ તેમ જ ભાવદયાના લક્ષ્યને વિસારી દેતા હશે ત્યારે એ પ્રમાણેનું વિધાન થયું હોય. પરંતુ આજે તો એને ભારે દુરુપયોગ થઈ રહ્યું છે. એ તરફ ભાગ્યે જ આંખ આડા કાન થઈ શકે તેમ છે. એને લગતું એક દષ્ટાંત મને યાદ આવે છે, તે કહી દેવાની લાલચને હું રોકી શકતો નથી.
એક શેઠને તેરાપંથી સંપ્રદાયમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેને ત્યાં એક નેકર હતો, જે બાવીસ ટેળાં એટલે ધર્મદાસજી સંપ્રદાયની માન્યતાવાળો હતો. ધર્મની વાત નીકળે એટલે એ બંને જણ વચ્ચે, આજે અનેક સ્થળે બનતું રહ્યું છે તે પ્રમાણે, સતત ચર્ચાવિવાદ ચાલ્યા જ કરે. પરંતુ એક વખતે એક પ્રત્યક્ષ વ્યવહારિક પ્રસંગે ઉપસ્થિત થયે; ત્યારે એ તેરાપંથી શેઠને સાપેક્ષવાદનું સાચું ભાન થવા પામ્યું. બન્યું એવું કે, બહારગામ જવા માટે એક વખતે એ શેઠ અને નોકર સાથે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં શેઠ એક જળાશયમાં સ્નાન કરવા જતાં લપસી પડયા અને બાજુમાં રહેલા ઊંડા કાદવમાં ખંચી જવા પામ્યા. તેમણે તરત જ નોકરને કહ્યું: “મને બહાર કાઢ, નહિ તો હું આ કાદવમાં ખેંચીને મરી જઈશ.” ન કરે તરત જ નમ્રતાપૂર્વક કહ્યું: “અન્નદાતા ! આપની માન્યતા પ્રમાણે આપને હું કાદવમાંથી બહાર તે કાઢું, પરંતુ તેમ કરવાથી આપ ત્યાર પછીના જીવનમાં જે કાંઈ કર્મો બધે તેનું ફળ મારે જ ભેગવવાનું હોય એમ તમે જ કહેતા હતા. તે પછી એવું કામ હું કેમ કરું ?” શેઠે તુરત જ કહ્યું: “ના, ભાઈ, ના ! કમ તે જે કરે તેને જ ભોગવવાનાં હોય છે. હું કરીશ તે મારે જ તે ભોગવવા પડશે. તારો દયાધર્મ તો મને બચાવવાનું ફરમાવે છે. માટે ભલે થઈને મને બહાર કાઢ.” સ્થળ દયાધર્મથી કે માનવધર્મથી આધ્યાત્મિક ધમ ઊંચે અવશ્ય હોઈ શકે છે, પણ તે બે વચ્ચે વિરોધ ન જ હોવો જોઈએ. એ વસ્તુ શેઠને તે વખતે બરાબર સમજાણી. મતલબ કે પ્રત્યક્ષ અનુભવ થતાં શેઠને સાપેક્ષજ્ઞાન આપોઆપ સૂઝી આવ્યું. નોકર તે તેના શેઠને બચાવવા મૂળથી જ તત્પર હતું એટલે તેને માટે કઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ પ્રત્યક્ષ અનુભવે બનેનો સુંદર સમન્વય થઈ જવા પામ્યું.
વ્યવહારિક જીવનમાં સાપેક્ષવાદનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો વેતામ્બર સંપ્રદાયના બે વિભાગો વચ્ચે પણ સમન્વય સાધી શકાય તેમ છે. સ્થાનકવાસી તેમજ દેરાવાસી જૈન વચ્ચે મુડપત્તિ તેમજ મૂર્તિપૂજાના પ્રશ્નોને લઈને મોટે અંતરાય ઊભું થઈ જવા પામ્યું છે. એક પક્ષ મુહપત્તિને કાયમ માટે મેઢા પર બાંધી રાખે છે, તે બીજો પક્ષ માત્ર તેને હાથમાં રાખવાનું સ્વીકારે છે. એક પક્ષ બત્રીસ આગને જ વીતરાગપ્રણીત માને છે, જયારે બીજો પક્ષ ૪૫ આગમો માને છે તથા પ્રતિમાજીને એ વીતરાગનું પ્રતીક હોવાનું સ્વીકારે છે. આ ભેદને નજીવા ગણવા જોઈએ. તેવા ભેદને બહુ મહત્ત્વ ન આપતાં પરસ્પર ઉદારતા કેળવાય તે સાપેક્ષવાદની મદદ વડે કાં તે બન્ને માટે કઈ મધ્યમમાર્ગની “ફરમ્યુલા’ નક્કી કરી લેવાય, અથવા તે અલગ માન્યતા હોવા છતાં અને ફિરકાઓ ઉદારતાથી પરસ્પર આદરભાવ રાખે તે કેવો સુંદર સુમેળ સધાવા પામે? સિદ્ધાંતની રીતે આગમની બાબત તપાસીએ તે આ બે સંપ્રદાય વધુમાં વધુ નજીક છે, છતાં કેટલી બધી વિષમતા ! કેટલો બધે કદાગ્રહ ! કેટલી બધી અહંમાન્યતા! અને તે પણ ધર્મના નામે માત્ર થોડી સમજણ અને થોડી ઉદારતાથી એકબીજાને અપનાવી લેવામાં આવે તે જેનોએ સાપેક્ષવાદને સાર્થક કર્યો ગણાશે.
એ જ રીતે દિગમ્બર સંપ્રદાયના સાધુઓએ દિગમ્બરપણાને આગ્ર વસતિમાં રહેવા છતાં આ જમાનામાં ચાલુ રાખે છે તેમાં પણ ફેરફાર થઈ શકે તેમ છે. હું પણ માનું છું કે જિનકલ્પી સાધુઓમાં દિગમ્બરપણું પ્રાચીન જૈન શ્રમણ કાળમાં હશે અને એ પ્રથા પરંપરા ચાલુ રહી હશે. એ જ રીતે સ્ત્રીઓને મેક્ષ ન હોઈ શકે અને કેવળી ભગવાન કાળિયાથી ન ખાય ઈત્યાદિ માન્યતા એ દિગમ્બર સંપ્રદાયમાં રૂઢ થયેલી દેખાય છે. એ સંપ્રદાયમાં વળી મૂર્તિપૂજામાં માનનારો વર્ગ ઘણું મટે છે. દક્ષિણ ભારતના વસવાટને પરિણામે ત્યાં બાહ્યશુદ્ધિને આગ્રહ પણ અતિશયતાએ પહોંચે છે. જનોઈ ધારણ કરવાનો પણ તેઓ આગ્રહ રાખતા હોય છે. એ સંપ્રદાયમાં એલક, ભુલક, બ્રહ્મચારી અને સાધુ એવા દરજજા છે. એ દરજજો અથવા ૫૮ ઊંચ-નીચના ખ્યાલે આપવા માટે ન હોય, પરંતુ
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org