________________
પૂષ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ છે.
થતું ગયું છે ત્યારથી વિચારપૂર્ણ વીરતાનું દેવાળું નીકળતું ગયું છે. બ્રહ્મચર્ય અને વચન-પાલનનાં નેમ શિથિલ થયાં છે. એ રીતે બીજાતિ અબળા” જરૂર બની છે, પણ એ “અબળા’માંથી જન્મતા મર્દ પણું ક્યાં અબળ નથી? “સબળા” માંથી સબળા થાયે અને અબળામાંથી અબળા.”
સાર:- આ પ્રસંગે અને દષ્ટાંત પરથી મેં તમને આજે એ સમજાવ્યું છે કે “મરદાનગી” – વિચારભરી વીરતાની પળે પળે જરૂર છે, અને એનો હકક જેટલો પુરુષોને છે તેટલો જ સ્ત્રીઓને છે. એટલે સ્ત્રી એ પગની મોજડી નથી, પણ ધર્મપત્ની – અધગના પદને બરાબર લાયક છે. “તે અબળા નથી પણ શક્તિ સ્વરૂપ માતા છે.” આટલું સમજીને જીવનમાં ઉતારાય તો એમાં સમગ્ર માનવજાતિનું હિત અને સંસ્કૃતિનું રક્ષણ સમાયું છે.
સાપેક્ષવાદનું સ્વરૂપ વહાલાં આત્મબંધુઓ અને માતાઓ!
આજે મારે “સાપેક્ષવાદનું સ્વરૂપ” એ વિષય ઉપર બોલવાનું છે. એ સાપેક્ષવાદ શું છે એ વાત કદાચ તમારામાંથી ઘણાખરા જાણતા પણ નહિ હોય; પરંતુ આજના કેળવાયેલા સ્ત્રી-પુરુષ એટલું તે સમજે છે કે આજના યુગમાં એ સાપેક્ષવાદની ભેટ જગતને સુપ્રસિદ્ધ તેમજ મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને આપી છે. એટલું સાચું છે કે એ વિજ્ઞાનવીરે સાપેક્ષવાદનો સિદ્ધાંત વિજ્ઞાનવાદીઓને સમજાવ્યું ત્યારથી ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં કેટલાયે અજબ-ગજબના ચમત્કાર નીપજ્યા છે, અનેક અણુઉકેલ કોયડાઓમાં સાચું માર્ગદર્શન આપવાને સાપેક્ષવાદને સિદ્ધાંત સફળતાને પામ્યો છે, અને તેને પરિણામે આજની સારી સભ્ય દુનિયા સાપેક્ષવાદના પ્રતિપાદક આઈન્સ્ટાઈન તરફ સાચાં માન તેમજ આદર દાખવી રહી છે.
પરન્તુ એ વસ્તુના અનુસંધાનમાં આજે હું તમને જુદું જ દષ્ટિબિન્દુ સમજાવવા માગું છું. હકીકતમાં એ સાપેક્ષવાદની ભેટ તો જગતને સે.થી પહેલાં અઢી હજાર વર્ષ પૂર્વે જૈન તત્તવજ્ઞાને આપી હતી કે જેને આજે વૈજ્ઞાનિકે નવી શોધ માને છે. મારી એ વાતને જૈનશાસ્ત્રને સબળ ટેકે છે, એટલું જ નહિ, પણ સિધ્ધાંતને સાચી રીતે સમજીને તેનું મૂલ્યાંકન કરનારા અનેક જાણકારોએ એ વાતને સ્વીકારી છે. પરંતુ ખેદને વિષય તો એ છે કે આવી અપૂર્વ ભેટ જેન તવજ્ઞાને જગતને આપી તે છતાં તેને જોઈએ તેટલો લાભ માનવજાતને મળવા પામ્યો નથી. જેને સાપેક્ષવાદ કે અનેકાન્તવાદ હજુ સુધી જગતના સમજ વર્ગ સુધી પહોંચી શકી નથી. તેને માટે ખરેખર જૈનસંઘ તેમજ સાધુવર્ગ જ મોટે ભાગે જવાબદાર છે; કારણ કે જેનેએ એવી અમૂલ્ય ભેટને સાચે ઉપયોગ કરી જાણે નથી. તાત્પર્ય એટલું જ છે કે, તેમને એની કાંઈ પડી નથી. ખરેખર, એ ઊંડા અફેસને વિષય છે.
આજના એ સાપેક્ષવાદને જૈન ગ્રંથમાં ચાવાદ કે અનેકાંતવાદ તરીકે ઓળખાવેલ છે. ક્યાંક તેને નયવાદ તરીકે પણ ઓળખાવે છે. નામ ચાહે તે અપાય, પણ એ બધાંય સમાન અર્થવાચક શબ્દો છે.
ટૂંકામાં, જે એ સાપેક્ષવાદ અથવા અનેકાંતવાદનું રહસ્ય ખરેખર સમજાય તે વર્તમાન સમયે ભારતભરમાં જે જુદા જુદા મતપંથ, વાડાઓ અને સંપ્રદાયના ભેદને લીધે ઝઘડાઓ, વૈમનસ્ય, ઘર્ષણો પેદા થાય છે તે બધાનું શાંતિથી સમાધાન થઈ રહે એટલું જ નહિ, “સર્વધર્મ સમભાવની ખરા અર્થમાં પ્રતિષ્ઠા બની રહે.
સાપેક્ષવાદને સીધે સાદો અર્થ તે એટલો જ છે કે જગતમાંના સર્વ જી અને સર્વ પદાર્થો સાપેક્ષ છે. એટલે કે દરેક વસ્તુ કે દરેક બનાવ અથવા દરેક ઘટના અમુક અપેક્ષાથી, અમુક દૃષ્ટિથી, સાચી લાગતી હોય તે બીજી અપેક્ષા અથવા દષ્ટિથી સાચી ન પણ લાગે. મતલબ કે અપેક્ષાને અનુબંધ કે અનુગ કરતાં ન આવડે તો માનવ સાચી વસ્તુને પકડી શકતો નથી. પરિણામે “મારું એટલું જ સાચું” એમ કદાગ્રહ રાખી માણસ પરસ્પર વિરોધ અને ઘર્ષણ જ પેિદા કરતું હોય છે. એટલે જ ગીરાજ આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થકરના સ્તવનમાં ઠીક કહ્યું છે કે:
“વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો *
પ્રવચન અંજન Jain Education International
૧૦૩ www.jainelibrary.org
For Private & Personal Use Only