________________
પષ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજા જન્મશતાલિ નિઝથ
ક્ષત્રિયાણીને પોશાક પહેરીને કહ્યું : “શેરખાં મારે ત્યાં આવેલ નથી અને મારું મોટું પણ જોયું નથી તે વાત સાવ સાચી છે. પણ
મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણી,
હું નથી ગણિકા, શું હાડાની રાણું.” એમ બેલી અથથી ઇતિ સુધીની વિતક-કથા કહી સંભળાવી.
આ દરબાર ઠંડો હિમ થઈ ગયો. બાદશાહ તે સ્ત્રીશકિતની આ અદ્દભુત કૃતિ જોઈ છક જ થઈ ગયે. તમે અહીં કેવી રીતે આવી શકયાં? આ વાતની તમને જાણ કેમ થઈ? એ બધી વાત વિસ્તારથી જાણવાની જિજ્ઞાસા બાદશાહે બતાવી. રાણીએ કહ્યું : “બાદશાહ ! વિસ્તારથી કહું કે ટૂંકામાં કહે, પણ મારી દશા તે એક હું જ જાણું છું ને એક મારે પ્રભુ જાણે છે. મને તે કશી ખબર નહતી. હું તે પતિરાજની ગેરહાજરીમાં મારા પતિનું ધયાન ધરતી હતી. પતિ આવ્યા અને ગયા. મેં તો માત્ર દિલ્હીના દરબારમાં “તારે માટે મારું શિર જાય છે. ધિક ધિક નારીની જાત.” આટલા ફિટકારના શબ્દ જ સાંભળ્યા. વાત આટલી જ છે. પછીનું તે બધું આપ જાણો છો. એમને પણ ત્રણ દિવસની મુદતમાં અહીં પાછું પહોંચવું હતું, નહિ તો આ એમના મિત્ર પહાડસિંહના જાનની બાજી હતી. એટલે એ પણ શું કરે? અને બન્યું પણ એવું હતું કે વેશધારી ફઈબાના કારસ્તાનથી એ વસ્તુઓ શેરખાને મળી ગઈ હતી.” સહેજ થંભી સેને કહ્યું: “વાત આમ હોવાથી મારા પ્રત્યે પછી તેને વિશ્વાસ પણ રહે શાનો? હશે, દેવે આખરે પણ સારું જ કર્યું. પતિના મૃત્યુ પછી હું પણ મારા પ્રાણ ધરતીમાને ચરણે ધરી દેત, એ ફિકર બહ નહોતી. ફિકર તે પતિની ઈજજત અને ક્ષત્રિયાણીઓના શિયળ પર લાગતા કલંકની હતી. એ ખુલાસે થઈ ગયા. હવે આપ ચાહો તે અમારું કરો.”
એ જ ક્ષણે બાદશાહે શેરખાને મોટેથી ફટકા મરાવી ખાતરી કરી કે એણે સોનને જોઈ નથી પણ ગણિકા મારફત આ પ્રપંચ રચેલ હતું. એથી બાદશાહ સહિત સર્વને સંપૂર્ણ ખાતરી થઈ.
બાદશાહ સતીની હિંમત, એણે ઉઠાવેલ સાહસ, આવી પ્રભુતા દેખી ખુશ ખુશ થઈ ગયે. એની પવિત્રતા જોઈ ખરેખર બાદશાહનું મસ્તક એ ભવ્ય પ્રતિભા આગળ નમી ગયું.
ચાંપરાજનો ગુસ્સો શાંત થાય એ સ્વાભાવિક હતું. “પતિના શિર માટે અને પોતાના શિયળ માટે જે સ્ત્રી આટલું બધું કરી શકે એના પતિને ગૌરવ કેમ ન થાય ? બાદશાહે ખુશ ખુશ થઈને કહ્યું: “બેટા ! તું મારી મા-દીકરી થા અને ફરી એક વખત તારું મોઢું બતાવ.” સનરાણીએ કહ્યું: “પિતાજી! બસ, હવે સમય ગયો. વીર ક્ષત્રિયાણીઓનાં મોઢાં જેવા માગ્યે મળવાં સહેલાં નથી.” સભામાં સચાઈ પુરવાર થઈ. સતીનું શિયળ અને વીરત્વ જોઈ સભા મુગ્ધ બની ગઈ. સહુએ સહાનુભૂતિપૂર્વક અંતરની આશિષ વરસાવી.
આખરી અંજામ ચાંપરાજ હાડાને છ- છ મહિને દિલહી આવી અકબર બાદશાહની તહેનાત ભરવી પડતી હતી, તેમાંથી હવે બાદશાહે એને સાવ મુકત કર્યો અને જે ફાંસીને માંચડે હાડાને માટે બંધાયો હતો તે જ માંચડા પર શેરખાંની કાયા ચડાવાઈ. જગતના કરોડો ફિટકાર વચ્ચે અને અનેક દુઃખની વેદનાઓ વચ્ચે તેનું પ્રાણપંખેરું કોઈ અધમ ગતિમાં સિધાવી ગયું.
આ પરથી એક સ્ત્રી શું કરી શકે તેનો આંક આવશે. આ જ સ્થળે પુરુષ હોત તો? શકિત અને સાહસ જરૂર હોત, કદાચ સમર્પણ પણ હત; પરંતુ અખૂટ ધૈર્ય અને આટલી સૂઝપૂર્વકની કળાને સુયાગ તો ભાગ્યે જ હોત. એટલે જ કહેવાય છે કે “સ્ત્રી જાતિ એ જગતનું અખૂટ આત્મધન છે.”
સોન જેવા સતીરત્નને વીરતા અને સતીત્વના વારસાથી જ નારીજાતિનું ગૌરવ ઈતિહાસમાં ગુંજે છે. હવે કેશુ કહેશે કે “ સ્ત્રી જાતિ અબળા છે?” એ તે દિવા જેવી શેખી વાત છે કે જ્યારથી આર્યસંસ્કૃતિ ઉપર પશ્ચિમાત્ય ભૌતિક સંસ્કૃતિનું આક્રમણ
૧૦૨
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only