________________
પૂજ્ય ગુરૂદેવ રવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પૂછવું જ શું? બાદશાહી ફરમાન છૂટયું: “જલ્દી આવે અને નાચગાન થાય ત્યાં સુધી પહાડસિંહને ફાંસી આપવાનું મુલતવી રહે.” સેનને ભાવતું મળ્યું ને બાદશાહની કચેરીમાં તે દાખલ થઈ.
ફાંસી માટે માંચડે તૈયાર થયેલ છે. પહાડસિંહ પર મોતનાં નગારાં વાગે છે. કેવું એ કરુણ દશ્ય! પણ સનરાણીએ એ જ કરુણ વાતાવણમાં આ દ્વાદને જુવાળ ઉભરાવી મૂકો. આ કચેરી છે કે નાટયગૃહ એવું કશું ભાન ન રહ્યું. કલાક પર કલાક વીતવા લાગ્યા. એક કલાક એક મિનિટ જેવો લાગતું હતું. નાચ-મુજરો હજુ ચાલુ હતો. ત્યાં પરસેવાથી ભિજાયેલ વચ્ચે ચાંપરાજે સભામાં પ્રવેશ કર્યો.
સભામાં પ્રવેશતાં જ આ બધે તાલ જોઈ એ તે દિમૂઢ જ બની ગયો. પ્રેક્ષકગણ તે સોનરાણીના નૃત્ય અને ગાયનમાં તલ્લીન હતો. સનરાણીને ઓળખતાં ચાંપરાજને વધુ વાર તે ન લાગી, પણ મારી પહેલાં ત્યાંથી અહીં એ શી રીતે આવી પહોંચી ? એ વિચારે એને સંદેહાધીન બનાવી મૂકો. શું આ સ્વપ્ન તે નથી ને ? ફરી ફરીને તેણે તેના મેં સામું જોયા કર્યું. આખરે તેને લાગ્યું કે છે તે સનરાણી જ. એ જાણીને તેને તે પારાવાર ખેદ થાય એ સ્વાભાવિક હતું. એણે દાંત પીસ્યા, મનમાં ને મનમાં બબડે કે આ અભાગણીઓ હદ છોડી દીધી. ગજબ કર્યો. ખુલે મોઢે બાદશાહની કચેરીમાં વેશ્યાની પેઠે નાચે છે. તે શરમ? હાય ! હાય!
કદી નહિ કપેલું આ દશ્ય જોઈને તેના ગુસ્સાને કોઈ પાર જ ન રહો. તે સાહસિક હતો. પણ બાદશાહની કચેરીમાં શું થઈ શકે ? છેવટે વિચાર કર્યો: “મરવું જ છે એટલે હવે તે પ્રથમ અને ગરદન મારી પછી જ ફાંસીએ ચઢીશ. માટે એ રાંડને જેટલું બાકી રહ્યું હોય તેટલું હજુએ પૂરું કરી લેવા દે.’ નૃત્ય કરતી કરતી સનરાણી પતિના મુખ પરના ભાવે વાંચી રહી હતી કે મોડું થયું તે આ હાડ ગજબ કરી મૂકશે, પણ પિતાનો ઉદાત્ત ઉદ્દેશ એને પાર પાડે હતો એટલે બીજુ કશુંય લક્ષમાં લીધા વગર તેણે તે અદભુત નૃત્ય ક્ય જ કર્યું. વિરામ -પળ આવી કે સભામાંથી “આફરીન ! આફરીન ! ઉદ્દગારો છૂટયા. બાદશાહ તે ખુશ ખુશ થઈ ગયે હતે. આવી આવી પ્રવીણ નતિકાએ જે બુંદીકોટામાં છે, તે બુંદીકેટના નિવાસીઓને ધન્ય છે! ધન્ય છે !!
બાદશાહ સંતોષાવેશમાં બેલ્યા: “માગી લે, તારી ઈચ્છા પ્રમાણે નર્તિકાએ કહ્યું: “અન્નદાતા ! થેડા માસ પહેલાં બુંદી - કોટામાં અહીંને કોઈ એક બદમાશ આવ્યું હતું અને મારી એક લાખ સેનામહોરોની ચોરી કરીને તે નાસી ગયો છે. જહાંપનાહ! મને એ મારી સોનામહોરો અપાવે એટલે બસ. ગરીબ પરવર ! મારે બીજું કશું જોઇતું નથી.
બાદશાહે “હેં !' કરીને જરા આંગળી ઊંચી કરી પૂછયું : “એ બદમાશ કેણ હતો? તેનું નામ તું જાણે છે ?” હાં, જહાંપનાહ! એણે પોતે જ કહ્યું હતું કે મારું નામ શેરખાં છે અને હું બાદશાહને ચાકર છું અને દિલ્હીમાં જ રહું છું.” નરાણીએ કહ્યું.
ખેદ અને વિસ્મય સહિત બાદશાહે આગળ ચલાવ્યું: “હું! કોણ શેરખાં?’ શેરખાં તરફ બાદશાહે જોયું અને પૂછયું: “કેમ, શેખાં! આ વાત સાચી છે?’
આ સાંભળતાં જ શેરખાંના રામ રમી ગયા. એ તો દિગમૂઢ થઈ ગયા. ચાંપરાજ પણ સજજડ થઈ ગયે. ડીવારે શેરખાંએ ઢીલે સ્વરે આજીજી કરતાં કહ્યું: “નામદાર! આને તો હું ઓળખતે ય નથી. એનું તે મેં સ્વપ્નમાંય મોઢું જોયું નથી.” નતિ કા બેલીઃ “જોયું, ગરીબ પરવર! ધૂર્ત કે બેટે છે? લાખ સોનામહોર આપવી પડે માટે શેને હા કહે? નામદાર ! પૂછી તો જુઓ કે એણે મારે ત્યાં રહીને મારી સાથે કેવી મેજ ઉડાવી છે? એ બધું આટલી વારમાં શું તે ભૂલી ગયો?’ શેરખાં બે : “ગરીબનવાઝ ! ખુદ કુરાનના સેગંદ ખાઈને કહું છું કે આ વાત જ શી? એ તો મારી “મા” છે. મારી “બહેન” છે. ખુદાના સેગંદ ખાઈને ખરેખરું હું કહું છું.’ એ વાકય પૂરું કરી “યા માલિક! આ આફત !” એટલે મનમાં બેલી એણે હાથ જોડી આંખ મીચી દીધી.
બસ, કામ પતી ગયું એટલે તુરત જ રાણીએ આડે પડદે નખાવી દીધું. વેશ્યાને વાંગ ઉતારી શુદ્ધ
પ્રવચન અંજન Jain Education Interational
૧૦૧ www.jainelibrary.org
For Private & Personal Use Only