________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
પડ્યું. લાંબા લાંબા વિચાર કરવાનો એ સમય પણ ન હતો. જલ્દી દિલ્હી પહોંચવું અને જે સૂઝે તે ઉપાય કરે એ જ એની ટના હતી. પવનવેગે જાય તેવી સાંઢણી મેળવી પોતાના પતિ પહેલાં તેણે દિલ્હી પહોંચવા તૈયારી કરી. સાંઢણી પર રવાના થઈ. જે ચાંપરાજ પહેલાં તે ન પહોંચે તે મામલે બગડી જવાનું એને બરાબર ભાન હતું. સાંઢણીએ પણ કમાલ કરી. તે હાડાના પહેલાં જ દિલ્હી પહોંચી ગઈ. એક સજજન અમીરને ત્યાં ઉતારો કર્યો ને બધી બાબતથી થોડીવારમાં વાકેફ થઈ ગઈ.
સેને શું સાંભળ્યું? “સનરાણીના સંબંધમાં સતીત્વની હેડ થઈ હતી, અને તેની સામે શેરખાં નામને સિપાઈ પડયો હતો. તે સિપાઈ ચાંપરાજની રાણીનું શિયળ ખંડિત કરીને તેનું ગુહ્ય ચિહ્ન જાણી લાળ્યું છે, તથા ખુદ હાડાના રૂમાલ અને કટાર પણ પુરાવા માટે લઈને દિલ્હી આવ્યું છે. એટલે આ બધા પ્રામાણિક પુરાવા મળતાં હાડાના શિરચ્છેદનું નક્કી
ણ દિવસની મુદત માગી અને હાડાના મિત્ર જામીન થયા. હવે આવતી કાલે હાડો કટાથી દિલ્હી આવશે અને ભરદરબાર વચ્ચે તેનું માથું ધડથી ઉડાવી દેવામાં આવશે. તેની મુદત સવારે પૂરી થાય છે. જે વખતસર તે સવારમાં નહિ પહોંચે તે તેના જામીનદાર મિત્ર પહાડસિંહનું મસ્તક ધડથી જુદું પડશે.”
આ હકીકત સાંભળી સોનરાણી થોડીવાર તે સુમસામ થઈ ગઈ. ફઈબાએ કેવા ફંદામાં પોતાને ફસાવી હતી એને ખ્યાલ હવે એને આવ્યો. એણે જાણ્યું કે શેરખાંએ કેઈ ધુતારીને આશ્રય લીધે હશે. એ ફઈબાને નામે છળ કરીને આવેલી તે કઈ ચબરાક ગણિકા કે વેશ્યા જ હોવી જોઈએ. રૂમાલ અને કટાર તો મેં એને જ આપ્યાં છે. અને એ જ ધુતારી મારું લાંછન જોઈ ગઈ હશે અને શેરખાને કહ્યું હશે. બસ, હવે તેને વસ્તુસ્થિતિનું રહસ્ય બરાબર સમજાયું ને તુરત જ ક માર્ગ લે? શું કરવું? એને અલ્પ સમયમાં નિશ્ચય કર્યો. તેણે સારાં સારાં વસ્ત્ર અને આભૂષણે મંગાવ્યાં. તાયફાનો સ્વાંગ સજી બાદશાહની રૂબરૂમાં જવાનું વિચાર્યું. બાદશાહ તાયફાના નાચને ભારે શેખીન હતો. બીજી રીતે તરત દરબારમાં પ્રવેશ કરાય તેમ ન હતું. સમય રહ્યો ન હતો. એટલે એ સિવાય બીજો માર્ગ ન હતો.
હાડાએ પૂરજોશમાં ઘોડી ઉપાડી મેલી હતી. પણ હજુ હાડે આવી પહોંચ્યું ન હતો. સમય ભરાયે જતો હતો, એટલે પહાડસિંહ તૈયાર થઈને પિતાની પત્ની પાસે છેલ્લી રજા માગવા ગયે.
આદર્શ ગૃહિણું પોતાના પતિને મૃત્યુને ભેટવા, પિતાનું વચન પાળવા અને તે માટે સમર્પણ કરવા જતાં જોઈને એ આદર્શ ગૃહિણીને આત્મા નાચી ઊઠ. ઘવાયેલું દિલ આંસુ લાવે તે પહેલાં જ એણે સમયનું શરણું લીધું. પરદેશ કમાવા જતા પતિને એક વહાલઈ વનિતા વિદાય આપે તેમ એણે કુંકુમ ચિહ્ન કર્યું. અંતરની આશિષ ઢેબી, અને પતિદેવનું કલ્યાણ વાંચ્છયું. એ નમ્રભાવે છતાં ગૌરવપૂર્વક નજર નીચે ઢાળી રહી અને પહાડસિંહે પ્રયાણ કર્યું. અહો ! કેવી એ મીઠી પ્રતિભા !
શ્રોતાગણ! આવાં એક, બે, ચાર કે આંગળીને વેઢે ગણાય તેટલાં નહિ પણ અસંખ્ય નારીરત્નો આ આર્યાવર્તની ખાણમાંથી પાકયાં છે.
આ તરફ સનરાણીએ અમીર મારફતે બાદશાહને કહેણ મોકલ્યું: “બુંદીકટાથી એક તાય આવેલ છે તે નૃત્ય અને ગાયનકળામાં બહુ જ કુશળ છે. તમને એ તો ખ્યાલ હશે કે પ્રાચીનકાળમાં તેમ જ મધ્યકાળમાં પણ સ્ત્રીઓને અનેક પ્રકારની કળાઓ શીખવવામાં આવતી. સનરાણી અનેક કળાઓમાં પ્રવીણ હતી, પણ તેમાંય તેનો સૂરીલે કંઠ અને સંગીતનું જ્ઞાન તે અદ્ભુત જ હતાં. નૃત્યમાં તે તેણે અપૂર્વ કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. આજે પ્રસંગોપાત તેને આ કળા આબાદ ઉપયોગી નીવડી.
એક તરફ માંચડાની તૈયારી થતી હતી; છતાં બાદશાહે તાયફાનું કહેણ સાંભળ્યું અને રોમાંચ થયે. એક તો પિતે ખબ શોખીન અને તેમાંય સંગીત અને નૃત્ય અને સુગ અને તે પણ ચાલી ચલાવીને સામે આવે પછી
Jain Elan International
For Private & Personal Use Only
જીવનઝાંખી org