________________
પયગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્ત્રીઓ ય હોય છે, તેની ખરી ખાતરી થઈ. પિતાના પ્રાણ કરતાં સતી સ્ત્રીને પતિના પ્રાણ વધુ ખેંઘા હોય છે. આ આપગ અતિ દુર્લભ છે. પણ એક સંસ્કારી સ્ત્રી સ્વાર્પણની સાક્ષાત્ મૂર્તિ હોય છે.
ચાંપરાજ હાડો પણ વીર જેવો વીર હતા. દિલ્હી જેવા દેશાવરમાં માથું આપનાર મિત્ર મળે પણ મિત્રનું માથું જવા દે ત્યારે તે જનનીની કૂખ લાજે ને! દિલ્હીથી કંટા ઘણું જ દૂર અને તે સમયે ટ્રેન કે બીજાં ઝડપી સાધન કયાં હતા? વીરેનું સાધન એ તો પ્રાણપ્યારી જોડલી. તે ઘડી પર બેસી બહુ ઉતાવળથી બુંદીકેટ ભણું ઉપડી ગયે.
ભેળી સેનનું પતિવ્રતા અને પરિસ્થિતિ સોનરાણીને તે આ બાબતની કશીય ખબર જ નથી. ક્યાંથી હોય? દંભ અને નિખાલસતાના છેડા જ જુદા છે. હાડે મહેલમાં એકાએક આવી પહોંચે. અંગેઅંગ વેદથી તરબોળ હતાં. સેનની પીઠથી દશેક કદમ દૂર રહી એણે એક ઊંડો નિ:શ્વાસ મૂક્યો. પતિપરાયણ સોન, પતિરાજ હજુ કેમ ન આવ્યા એ ચિંતનમાં ગરકાવ થઈ હતી. સામે પતિની પિતાના હાથે આલેખેલ છબી હતી. અહે! કેવી પતિમય બનેલી આ જીવંત પ્રતિમા ! પણ જોવાની આંખ આજે હાડાને ન હતી. એનું અંતર લેવાઈ રહ્યું હતું, આંખમાં હુતાશ હતો. કે પાશમાં તેનું આખુંય શરીર ધ્રુજી રહ્યું હતું, શ્વાસ માતો ન હતો. ક્ષણ પછી જરા શ્વાસ રોકી તે બોલ્યો : “ટ રેફટ...ધિકકાર છે તને !” હજી સોનના ચિંતનસાગરની ડૂબકી પૂરી નહતી થઈ. ત્યાં હાડાએ જરા લંબાવીને વાકય પૂરું કર્યું: “ઓ અભાગણી ! તારા વિશ્વાસે આજથી બીજે દિવસે મારું મસ્તક દિલ્હીના ભરદરબારમાં પડશે. આખરેય સ્ત્રી તો ખરી ને! એના ભરોસા શા? ધિકકોર છે તને અને તારી જનેતાને !” સમાધિભંગ થયો હોય તેમ સોન ચમકી. જ્યાં પાછું વળી જુએ છે ત્યાં તો પતિરાજા સેને અધું વાક્ય સાંભળ્યું અને પતિની મુખમુદ્રા જોઈ. ક્ષણવારમાં તો જગજૂના પડ્યાં. તીવ્ર વ્યથામાં અનેક અનિષ્ઠ નિમિત્તે એક પછી એક દેખાવા લાગ્યાં. થોડીવારે સ્વસ્થ થઈ પતિ આગળ ઘૂંટણિયે પડી હાથ જોડી પૂછવા લાગી : નાથ! નાથ !! પણ છે શું? આપ એકાએક કયાંથી? આપ શું કહે છે ? આ બધું શું બન્યું છે?” પ્રશ્નની પરંપરા છૂટે તે પહેલાં હાડો તિરસ્કારની દષ્ટિ ફેંકી તીરની જેમ ઉપડી ગયે. એ ક્યાં કાંઈ સાંભળવા આવ્યું હતું તે ઊભો રહે? સંભળાવવાનું કાર્ય પૂરું થયું કે એ ઉપડી ગયે. સોનરાણીને આમાંનું કશું સ્પષ્ટ તે સમજાયું નહિ, પણ તેને “હું જાઉં છું અને તારા વિશ્વાસે મારું માથું દિલ્હીના દરબારમાં પડશે.” આ વાકયે ખૂબ ચોંકાવી દીધી. એની દશા પાંખ -વિહેણુ પંખી જેવી થઈ ગઈ. થોડીવાર તો તે ઢગલો થઈને નીચે ઢળી પડી. સરળ સોનનો પરમ સનેહી હાડે સ્વભાવે ક્રુર ન હતું, પણ એ પળે જ કારમી હતી, એથી એ ન થંભ્યો. જો કે થંભવા જેટલે વધુ વખત એની પાસે હતો પણ નહિ. ઊભો રહે અને વિચાર કરે તે દિલ્હીના ગઢની અંદર આપેલી મુદતે દાખલ ન થવાય, અને જો દાખલ ન થવાય તો પહાડસિંહનું માથું ફૂલ થાય; એ વિચારે પણ એને ઉતાવળો બનાવી દીધું હતું. પણ સેન પ્રત્યે જરા જેટલી સહાનુભૂતિને અંશ રોષના અગ્નિતળે રહી ગયો હોત, તો થોડીક ક્ષણ તે જરૂર આપી શકત અને એટલી ક્ષણે બન્નેના અંતરની કળ વાળવા માટે પૂરતી થાત. પણ મારા ભાઈઓ ! અકળ કળા કેઈથી કળાણી છે ?
“અકળ કળ ન કળાણુ, મેરે સાહિબ, અકળ કળા ન કળાણી!” ડીવારની મૂછ પછી સન સ્વસ્થ થઈ. હજુ એના કાનમાં હાડાના શબ્દો ગુંજી રહ્યા હતા. સોનને સૂઝયું કે “જરૂર મારા માટે મારા પતિદેવનું માથું જતું હશે અને એ આટલું સંભળાવવા જ અહીં આવ્યા હોવા જોઈએ. તેઓ જલદી પહોંચી જશે અને ત્યાં તેમના કહેવા મુજબ મસ્તક કપાશે અને મૃત્યુ થશે તો? આહાહા ! દૈવ! દેવ! દેવ! પણ ત્યારે હવે મારે શું કરવું? બધી બાજી બની ગયા પછી પ્રયત્ન શા કામના ?” “હું દિહી જાઉં તે ?” જાણે એનું અંતઃકરણ કાં ન પ્રેરતું હોય? “ખરેખર, મારે જવું જોઈએ.” “પતિરાજ પહોંચે તે પહેલાં જ હું દિલ્હી પહોંચી જાઉં અને વસ્તુસ્થિતિ જાણી લઉં.” આ વિચારેએ એનામાં સંસ્કૃતિ, ચેતન અને આનંદનો રોમાંચ ખડો કર્યો.
તે ઢીલીપચી ન હતી; વીરાંગના હતી. જે અબળા હોત તો મેં વાળ્યું હોત અથવા બહુ બહુ તો કઈ દેવ-દેવીની માનતા માની હોત, પણ એણે તેમાંનું કશું કર્યું નહિ. હવે અહીં ક્ષણવાર પણ રોકાવું એને અસહ્ય થઈ
પ્રવચન અંજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org