________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- તેને ભાવાર્થ એટલે જ છે કે સંસારી અવસ્થામાં સમાયેલી સઘળી વસ્તુઓ અમુક દષ્ટિએ અમુક પ્રકારની હોય અને અમુક દષ્ટિએ અમુક હોય. એવા પ્રકારનું સાપેક્ષ વચન બેલાય તે જ તે સારો વ્યવહાર બની રહે છે; પરંતુ એ વસ્તુની અવગણના કરીને ત્રણ કાળ માટે અમુક વસ્તુ તે આવી જ છે એવું નિરપેક્ષ વચન બેલાય તે તે વ્યવહાર ખે છે-જૂઠો છે. સાપેક્ષવાદને સમજવાની આજ ઉત્તમ ચાવી છે.
શ્રીમદ્ રાજચંદ્રનું નામ તો તમારામાંથી ઘણાઓએ સાંભળ્યું હશે. તેમણે એ બાબતનો ઈશારો કરતાં સ્પષ્ટપણે સુણાવ્યું છેઃ
જે પદ શ્રી સર્વ દી જ્ઞાનમાં, કહી શકયા નહીં તે પણ શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કર્યું?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. મતલબ કે, સર્વજ્ઞ પુરૂષ જાતે સ્વસંવેદ્ય પદથી આત્માને જે અનુભવ કરે છે તે વાણીમાં આવી શક્તો નથી. તેથી તે ભગવાન પોતે પણ તે અનુભવને વ્યકત કરી શક્તા નથી. તેવી સ્થિતિમાં તે જ વા જુદી વાણી શી રીતે સમજાવી શકે? ખરેખર, તે જ્ઞાન તે માત્ર અનુભવગમ્ય છે, અને તે અનુભવના વિષય તરીકે ઓળખાવી શકાય છે. જેન આગમોમાં આ વસ્તુ સ્પષ્ટ કરી બતાવી છે અને આપણે પણ રોજ-બ-રોજનાં જીવનમાં એને અનુભવી રહ્યા છીએ. ઘણી વાર એવું બનતું આપણે જોઈએ છીએ કે આપણું અનુભવની વાતને વાણી દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે “આટલું રહી ગયું, આટલું રહી ગયું' એવું લાગ્યા કરે છે. એ જ બતાવી આપે છે કે, છેવટે તે પરમાત્મા એક જ નિરપેક્ષ છે. બાકી બધું જ સાપેક્ષ છે. સમજવા જેવું એટલું જ છે કે પરમાત્માનું વર્ણન સંસારી છે એટલે કે આપણા જેવા છદ્મસ્થ મનુષ્ય કરવા જાય તે ત્યાં પણ એમની મર્યાદા આવી જાય છે.
જગદ્ગુરુ શંકરાચાર્ય જેનોની એ સુંદર વાતને કાંતો યથાર્થ સમજી શક્યા ન હતા અથવા તો તે કાળના જેન ધામિકેના જીવનવ્યવહારમાં “સ્યાદવાદ” કે “સાપેક્ષવાદ”ની ગેરહાજરી હતી. તેથી શ્રી શંકરાચાર્ય જેવા ઉત્કૃષ્ટ ત્યાગી પુરુષને મન એવી ઉચ્ચ વસ્તુની વિશેષ કિંમત ન રહેવા પામી હોય એ પણ બનવા જોગ છે. ખરેખરી વાત તે એ છે કે કઈ પણ મહાન સિદ્ધાંતની કિંમત માત્ર એ સિદ્ધાંતથી નહિ પણ તે મહાન સિદ્ધાંતને આચરવાની દ્રષ્ટિથી જ સવિશેષપણે સમજાય છે. જગદગુરુ શ્રી શંકરાચાર્ય સાપેક્ષવાદના સિદ્ધાંતને ઉગ્ર
શ્રી કરાચાર્ય સાપેક્ષવાદના સિદ્ધાંતને ઉચ્ચ કોટિના સિદ્ધાર માટે એક તરીકે ભલે ન સ્વીકારે, પરંતુ “સ્યાદવાદનું નામ આપ્યા વગર તેમણે અનેકાંતવાદનો સ્વીકાર તે એક રીતે કરેલે જ છે. આ જાતનો તેઓશ્રીને અનુભવ બેલ છેઃ “એક કાળે એકને માટે જે ધર્મ હોય છે તે બીજા કાળે તેને જ માટે અધર્મ બની જાય છે. આ વિધાનમાં જૈનધર્મના સ્યાદવાદનું જ અનુકરણ નથી તે શું છે? જેનધર્મ એથી બીજુ શું ફરમાવે છે? એ જ વિચારવા જેવું રહે છે. એ જ એક સિદ્ધાંતને પરિણામે રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા એ જ જગદ્દગુરુના શિષ્યો હોવા છતાં તે સઘળાઓએ જુદા જુદા વાદો અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કર્યા હતા અને તે પ્રમાણે તેમણે પોતાનો જીવનવ્યવહાર નકકી કર્યો હતો, એ જાણીતી વાત છે. અને એમાં જ જૈનધર્મો પ્રરૂપેલા સાચા સાપેક્ષવાદને વિજય સમાયેલો છે.
શ્રોતાજનો! સાપેક્ષવાદ એ જૈન તત્વજ્ઞાનની અણમોલ દેન અથવા ભેટ છે. એટલે જેનોની તે એ ફરજ બની રહે છે કે વરતુ સવરૂપને યથાર્થ સમજવાની સ્યાહૂવાદ શૈલીને અનુરૂપ તેઓનું આચરણ હોવું જોઈએ, પરંતુ અફસોસનો વિષય છે કે જેનો જ એ સાપેક્ષવાદની શૈલીને સાચી રીતે સમજ્યા નથી. અને કદાચ સમજયા હશે તે આચરણમાં મૂકી શકયા નથી. નહિ તો જેમાં આટલા બધા વાડાઓ, ફિરકાઓ તેમ જ સંપ્રદાયેનાં વલે ગોઠવાયાં ન હોત. જૈન સમાજમાં તિથિના ઝઘડાઓનું આજે છે તેવું સામ્રાજ્ય જાણ્યું ન હોત. એથી ઊલટું એ અનેકાંતવાદને જેનોએ જ સાચી રીતે સમજીને અપનાવ્યો હોત તો વિશ્વભરમાં જેને જ સૌથી મોખરાના ધાર્મિક નેતાઓ તરીકે આપોઆપ સાબિત થઈ ચૂક્યા હોત.
જીવનઝાંખી www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only