SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરા ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ચાંપરાજની ગેરહાજરીમાં તમે મારા માટે આટલું કરશે તે મેં ધાર્યું નહોતું. બેટા! હવે તે જતાં જતાં મારી એક ઈચ્છા રહે છે કે જે યાદગીરી તરીકે મારા હાડાની કટાર અને રૂમાલ મને મળે તે નિરાંત થાય. હું જાણીશ કે હાડે મળે, અને ત્યાં બેઠે બેઠે એ સંભારણાથી તમારા બેયના મેળાપ થશે. ભા, ઘડી ઘડી થોડું જ અવાય છે? આપણી રાજનીતું એવી રહી” આમ કહેતાં ફઈબાએ સોનનાં આંસ લછયાં અને માથે હાથ મૂકો. સેન તે આભારના ભારથી પાણી પાણી થઈ ગઈ. સનની સ્થિતિ જ્યારે ચાંપરાજ હાડો બહાર જાય ત્યારે પતિના મરણચિહ્ન તરીકે સનરાણીએ કટાર અને રૂમાલ જે પહેલાંથી જ - માગી લીધેલાં એને સામે રાખી હમેશાં પતિભકિત કરતી અને અંતરના ભાવે ઢળતી. આવી પ્રાણવલ્લભ અને નિત્ય પૂજનની વસ્તુ સન પ્રાણને પણ આપી શકે તેમ ન હતું. એક તરફ આ દશા અને બીજી તરફ ફઈબાની માંગ. આ બે વચ્ચે એનું મંથન વધ્યું. સોન કેઈ ઉત્તર વાળે તે પહેલાં એણે એકવાર ફઈબા સામે જોયું. ફઈબાના મુખ પર શોકની છાયા તરવરતી જોઈ એ લાગણીવશ બની ગઈ. ફઈબાને આ ચીજે નહિ આપું તે તેમને દુઃખ લાગશે. આ ભવનાં મહેણાં રહેશે, હાડે જાણશે તે ખૂબ ગુસ્સે થશે અને કહેશે કે, “ફઈબાની એવી નમાલી ચીજની માગણી હું પૂરી ન કરી શકી?” એવા વિકપે એની આસપાસ ઘેરાઈ વળ્યા. “બા! આ સિવાય બીજું કંઈ પણ માંગો. આપ તે જાણો જ છો કે આ તે મારી નિત્ય પૂજનની વસ્તુઓ છે.” આ એક પ્રયત્ન કર્યો. ફઈબા મૌન રહ્યાં અને મોઢા પરના ભાવે બદલ્યા. એટલે આખરે સરળ ભાવથી તેણે ફઈબાને બને ચીજે અર્પણ કરી. બસ, હવે ફઈબાને જે કંઈ જોઈતું હતું તે બધું મળી ગયું. ફઈબાએ જતાં જતાં નેકર-ચાકર, દાસ-દાસી સૌને ખૂબ છૂટે હાથે સોનામહોરો આપી. સનરાણી પ્રત્યે વારંવાર પ્રેમ બતાવ્યું. જતાં જતાં ખૂબ વિયોગ સાલતો હોય તેમ પોકે પેક રોયાં. ફઈબાનું પોકળ છતાં આ ફૂટડું વર્તન જોઈને અંતઃપુરનાં સઘળાં દાસ-દાસીઓથી માંડીને મોટેરાં સુધી બધાં અંજાઈ ગયાં. કેઈને એ તો ખબર જ ન હતી કે આનું પરિણામ શું ચ વેશ્યા તો નાટક ભજવીને પિતાને સ્થાને પાછી વેળાસર હાજર થઈ ગઈ. અહીં શેરખાં કાગડોળે વાટ જઈ રહ્યો હતો. જતાંવેંત જ વેશ્યાને તેણે આતુરતાથી પૂછયું અને જ્યારે બધે વૃત્તાંત જાણ ત્યારે તેના ળિયામાં ફરીવાર શ્વાસ દાખલ થયે. વેશ્યાએ શેરખાંને નરાણીના ગુપ્ત ચિહનને બરાબર વર્ણવી કહ્યું અને યાદગીરીની વસ્તુઓ તરીકે ખાસ હાડાની અંગત વસ્તુઓ સેંપી. શેરખાંઓ વેશ્યાનો ખરા ઉપકાર માન્યો અને અઢળક ધન આપીને એને ત્યાંથી ચીજો લઈને રવાના થશે. દિલમાં ગુમાન અને પગમાં વેગ હતો. દિલ્હીમાં બરાબર છ-છ માસનાં વહાણાં વાયાં હતાં. બાદશાહે ચાંપરાજ હાડાને ત્યાં જ રાખવાની વ્યવસ્થા કરી હતી. ફરી વાર દરબાર ભરાયે અને બરાબર છ માસે બંદીકટાથી આવીને શેરખાં દિહીના દરબારમાં હાજર થયે. બાદશાહ સમયસર હાજર થયા હતા. આજને દરબાર ચિકાર હતે. સૌ કઈ પરિણામ જોવાને આતુર ડોળે રાહ જોતા હતા. શેરખાંના મોઢા ઉપરનો ઉલ્લાસ અને ગર્વમિશ્રિત રેખાઓ જોઈને રજપૂતે અને બીજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. “શું બન્યું હશે?” એ વિચારથી ચાંપરાજ હાડે પણ ચિંતાના મહાસાગરમાં ડૂબકી મારતે બેઠો હતો. ભયંકર ભાવિની આગાહી આપતું તેનું હૈયું ધબકી રહ્યું હતું, પણ મેરુ જેવો તેને અટલ વિશ્વાસ હજુ ગયે ન હતો. સમય થતાં જ બાદશાહે શેરખાં ભણી જોઈને પૂછવા માંડ્યું. “શેરખાં! બેલ, શો જવાબ છે?” એકેએકના ડોળા શેરખાં તરફ થંભી ગયા. શેરખાંએ કહ્યું કે, “ગરીબ પરિવર! શેરખાં પાસે બીજે જવાબ શું હોય? ચાંપરાજ હાડાના મહેલમાં ખૂબ ખૂબ મોજ ઉડાવી છે, અને કાર્ય સિદ્ધ કરી આવ્યો છું. સનરાણીને શેરખાં પાસે છે ભાર છે કે ટકી શકે અને યાદગીરીમાં લાવ્યો છું એ હાડાએ સગે હાથે પિતાની પત્નીને સ્મારક ખાતર આપેલ આ રૂમાલ.” હાડા સામે તીરછી ગતિ દષ્ટિ ફેંકી એણે રીદ્ર રિત કર્યું. પ્રવચન અ જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy