________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
દેશથી જનાનો આવતો હોય તેમ વાહનો, ચાકરો અને દાસીઓના ભારે આડંબર સહિત મદનસેનાએ નગરમાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં ખબર કથા કે ચાંપરાજ હાડાનાં ફઈબા પધાર્યા છે.
સનરાણીને ખબર આપવામાં આવી એટલે તે ખુશ ખુશ થયાં. હાડાની ફઈબા અને વળી હાડાની ગેરહાજરીમાં પધારે એટલે જરાયે ઊણપ ન દેખાય તેમ બમણું સન્માન આપવું રહ્યું. વાજતે ગાજતે સામૈયે તેની પધરામણી કરવામાં આવી. રાજમહેલના ચોક સુધી “સનબા” પધાર્યા અને મહેલમાં પોતે બહુ ભભકાભર્યું સ્વાગત કર્યું. ફઈબાને કોઈ દિવસ નજરે જોયાં ન હતાં તે આજે મિજબાન બનીને આવતાં જે સેનરાણીના હર્ષને પાર ન રહ્યો. સનરાણીમાં જેટલી વીરતા હતી તેટલી જ સરળતા હતી.
ફઈબાને સનરાણીના આવાસ પાસે જ ઉતારે મળે. એ ધૂર્ત વેશ્યાએ, રાજપ્રપંચની જાણકાર હેવાથી કંઈક બનાવટી (ભળતી) વાત કરી અને રાણીજીની સરળતાને લાભ લઈને જાળ પાથરી.
મદનસેના રાણી ૫ર એટલો તે પ્યાર બતાવે કે સેનનું કમળ હૈયું ગદ્ગદિત થઈ જાય. કૃત્રિમતાને ચળકાટ પહેલી તકે તે ખરાને ઝાંખું જ પાડી નાખે છે. ચાર દિવસમાં તે સનરાણીને વિશ્વાસ મદનસેનાએ જીતી લીધું. હાડ ફઈબાની તારીફ કરે ત્યારે ફઈબાને મળવાને માટે સોનને ભારે મન થતું. આજે તો ફઈબા આંગણે પધાર્યા છે એમ સેનાએ માન્યું એટલે એને બહુમાન જાગ્યું. એને સ્વનેય ખબર ન હતી કે ફઈબાના પ્યારના લેબાસમાં છુપાયેલી આ વિષભરી વેશ્યા છે.
સોનની પતિપરાયણતા અને સતીત્વને પ્રભાવ જોઈ વેશ્યાને ઊંડો આત્મા કઈ કેવાર ફફડીને કહી દેતે : * કયાં આ અને કયાં હું?” પણ એ અવાજ હદય સુધી પહોંચે તે પહેલાં તે શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાખતી. હવે તે મુદત પૂરી થવા આવી હતી. એટલે ધૂર્ત ફઈબાએ પિતાનાં માણસને ચેતવણી આપી દીધી. છૂપી તૈયારી થઈ ગઈ એટલે તક સાધી ફઈબાએ સોનને કહ્યું – “હવે મને રજા આપો.” અને એટલું કહેતાં જ અશ્વપ્રવાહ છૂટ. સેન બિચારી શું જાણે કે, આ સ્નેહનાં આંસુ નહતાં પણ પ્રપંચનું ઉષ્ણદક હતું.
સોનરાણીએ રોકવા માટે દિલ દઈને આગ્રહ કર્યો. “ફઈબાજી! થોડા દિવસ તો હજી રોકાઓ, આપના ભત્રીજાને આવવાને હવે ઝાઝા દિવસની વાર નથી. એ આવશે અને કહેશે કે, ફઈબાને જવા જ કેમ દીધાં? તે બહુ આગ્રહ નહિ કર્યો હોય, નહિતર ફઈબા મને મળ્યા વિના કેમ ચાલ્યાં જાય? આપ મારા ઉપર દયા લાવી થોડા દિવસ રોકાઈ જાઓ.” પણ હવે ફઈબાથી રોકાવાય તેવું રહ્યું ન હતું. તેથી આમતેમ અનેક બહાનાં કાઢી સોનને તેણે સમજાવી દીધી.
વાત એમ બની હતી કે વિશ્વાસ જીતી લીધા પછી પડદે ર ન હતો. એક તે સ્ત્રી જાતિ, વળી મહેમાન અને હાડાનાં ફઈબા એટલે દિલ ખોલીને એ રાત-દહાડો પેટની બધી વાત કરતી. ખાતાં, ચાલતાં, નહાતાં અને સુતાં ફઈબા તે સાથે ને સાથે. એકદા વિશાળ હાજમાં નહાતાં તેની જમણી જાંઘ પરનું એક લાખાનું ચિહ્ન ફઈબાએ જોઈ લીધું હતું. સ્ત્રીઓને પ્રાયઃ ફૂટ પાણીમાં નિર્વસ્ત્ર નહાવું વધુ ગમે છે. આવું ગુપ્ત સ્થાને રહેલું ચિહ્ન તે તે બાઈ પોતે જાણે અને બીજે તેને દેડમાલિક પતિ જાણે. સતીનું આવું ગુપ્ત ચિહ્ન બીજે કણ જાણી શકે? એ ચિહ્ન જતાં વાર જ વેશ્યાના હર્ષને પાર રહ્યું નહિ. તેનું કામ પૂરું થયું જાણે તેનું હૈયું નાચવા માંડયું, તેથી હવે એક પણ દિવસ વધુ રહેવું પાલવે તેમ ન હતું.
કે સોનાણીએ ફઇબાને રોકવા બનતું કર્યું, પરંતુ ફઇબાએ પોતાના પ્રિય ભત્રિજાના સોગંદ ખાઈને ચેખી વાત કરી દીધીઃ “હવે હું કઈ રીતે રહી શકું તેમ નથી. તારા આગ્રહને વશ થઈ મને રજા મળી હતી તે કરતાં હું વધુ રોકાઈ ગઈ. સેન ! બેટા સેન ! માડી! બહુ આગ્રહ ન કર. તારા હૃદયને હું ઠેલી શકતી નથી, પણ મારી સ્થિતિ હવે વધુ રોકાઈ શકે તેવી નથી.” સોને જોઈ લીધું કે હવે ફઈબા કઈ રીતે રોકાય તેમ નથી ત્યારે સનરાણીએ ફઇબાને વિદાય આપતાં આપતાં નેહ, સૌજન્ય અને ઉદારતા બતાવતાં બતાવતાં કહ્યું : “ફઈબાજી! મારાથી આપની કંઇ સેવા થઈ શકી નથી. ફરીવાર જરૂર પધારો. એની આંખમાં નિર્મળ પ્રેમનાં બિંદુ ટપકી રહ્યાં હતાં. આ તકનો લાભ લઈ ધૂર્ત વેશ્યાએ કહ્યું: “બેટા! મને પણ તારે વિયોગ ખૂબ સાલશે. તેં મારી બહુ સેવા કરી. મારા
જીવન ઝાંખી For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org